gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Letter War in BJP: ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ સખળડખળ રહી છે. સરકારની નિષ્ક્રિયતાને લીધે પ્રજાના કામો થતાં નથી જેના કારણે ખુદ ભાજપના ધારાસભ્યો જ બરોબરના અકળાયાં છે. આ જોતા શાસકપક્ષના ધારાસભ્યોએ રજૂઆતના નામે પત્ર લખીને સરકારની આબરૂ ધૂળધાણી કરવા માંડી છે. લેટરવોર બરાબર જામ્યો છે ત્યારે સ્થિતિ એટલી હદે નાજુક છે કે, ધારાસભ્યોના બેબાક બોલ સામે આજે સરકાર કે પક્ષ એક હરફ ઉચ્ચારી શકે તેમ નથી. શિસ્તબદ્ધ પક્ષ ભાજપના ધારાસભ્યો જે રીતે બેલગામ થયાં છે તે જોતાં ખુદ ભાજપની પ્રદેશ નેતાગીરીની પણ ચિંતા વધી છે કેમ કે, ધારાસભ્યો હવે પક્ષની ‘ધારા’માં રહ્યાં નથી.  

ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન

ભાજપ અને સરકાર વચ્ચે સમન્વય રહ્યો નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે કારણ કે, ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન કે રજૂઆત કરી રહ્યાં છે, છતાંય કોઈ બોલનાર નથી. એકાદ બે નહીં, અત્યાર સુધ સુધીમાં કેટલાંય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતાં પત્ર લખી ચૂક્યાં છે, પરિણામે સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે 

•કુમાર કાનાણી: સુરતમાં ખાડી પુરની સમસ્યાની ઉકેલ નહીં આવે તો નાછૂટકે આંદોલનમાં જોડાવવુ પડશે.

•સંજય કોરડિયા: કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો.

•યોગેશ પટેલ: જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી.

•કેતન ઈનામદાર: વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યાં છે, છતાં તંત્ર તમાશો જુએ છે.

•અમુલ ભટ્ટ: ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે.

•ડી.કે. સ્વામી: સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર જ મળતી નથી.

•જે.વી.કાકડિયા: વન વિભાગની નિષ્ક્રિયતાને લીધે બાળસિંહોના મૃત્યુ થયાં.

•હિરા સોલંકી: સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારી જ જવાબદાર છે

•મનુભાઈ પટેલ: ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે ત્યારે તંત્ર ચૂપ છે.

•અભેસિહ તડવી: સરકારી હોસ્પિટલોમાં એક્સ રે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાંકે છે.

•હાર્દિક પટેલ: જો ગટરની સમસ્યાનો હલ નહીં આવે તો મારે નાછૂટકે આંદોલનમાં જોડાવવું પડશે.

•અરવિંદ લાડાણી: માણાવદરમાં હરતી ફરતી કલબ ધમધમે છે, પોલીસનો મહિને 70 હજાર રૂપિયાનો હપ્તો

•જનક તળાવિયા: દામનગર પોલીસ સ્ટેશનથી 200 મિટર જુગારધામ છતાંય પોલીસ કઈ કરતી નથી.

મંત્રી-ધારાસભ્યોને સરકાર-પક્ષની સાડાબારી નથી

ધારાસભ્યો જ નહી, મંત્રીઓને પણ સરકાર કે પક્ષની સાડાબારી રહી નથી. મંત્રી-ધારાસભ્યો જ ભાજપ પક્ષનું સન્માન જાળવવા તૈયાર નથી. જેમ કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવું જાહેરમાં કહ્યું કે, ‘કાઢી મેલે તો, કાઢી મેલે’

•અરુણસિંહ રાણા: ભાજપે ભલે સસ્પેન્ડ કર્યાં, મને કોઈ ફરક પડતો નથી

•જવાહર ચાવડા: કમળ સ્ટીકર ફાડી કહ્યું કે, ભાજપનો જિલ્લા પ્રમુખ વસૂલીખોર અને હપ્તાખોર છે

•કનુ ડાભી: ભાજપમાં પક્ષપલટુઓનું જ માન, પક્ષના કાર્યકરોની અવગણના

કમલમમાં આદેશને ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં

માત્ર ધારાસભ્યો જ નહી, ભાજપના સાંસદોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમકે, પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો છેકે, એક રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું જ કામ થાય છે. તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપુર ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ટેન્ડરોમાં મોટાપાયે ગોઠવણ થઈ રહી હોવાનો આક્ષેપ કરીને સરકારને કઠેડામાં ઊભી કરી દીધી હતી. આમ, પ્રજાના કામો ન થતાં ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી અકળાયા છે. રજૂઆતના પત્ર વાઈરલ કરી ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા મેદાને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે તેમ છતાંય ધારાસભ્યો બેબાક બોલ બોલી રહ્યાં છે. કમલમમાં આદેશને ય ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં છે. પ્રજાલક્ષી કામો ન થતાં ધારાસભ્યોની અકળામણ વધી છે કેમકે, વિસાવદર વાળી થવાનો ડર પેઠો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી 'મંત્રી' શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed ...

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf...

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

'અમને ખબર જ હતી...' પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

3 months ago
અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

9 months ago
કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

10 months ago
અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News