gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? | k…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? | k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka HC calls Indian Society Racist: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન ભારતીય સમાજ અંગે ખૂબ જ આકરી અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘ભારતીય સમાજ દુનિયાના સૌથી વધુ જાતિવાદી(racist) અને રંગભેદ કરનારા સમાજોમાંથી એક છે.’ હાઈકોર્ટના જસ્ટિસ અરુણે શુક્રવારે એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસની સુનાવણી દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

માત્ર એક જ પ્રજાતિ: હોમો સેપિયન્સ

જસ્ટિસ અરુણે કહ્યું કે, ‘આપણે ભારતીયો ભલે ઘણીવાર અન્ય દેશો પર જાતિવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે પોતે જ સૌથી મોટા રંગભેદી છીએ. આપણા ભારતીયોની… આપણા દરેક સમુદાયની આ જ સમસ્યા છે કે આપણે નથી સમજતા કે અહીં ફક્ત એક જ પ્રજાતિ છે, જેને હોમો સેપિયન્સ કહે છે. આપણે વિશ્વના સૌથી મોટા જાતિવાદી સમાજોમાંથી એક છીએ… સત્ય એ છે કે આપણે પણ કોઈથી ઓછા નથી.’

સમાજ આધારિત રાજનીતિ અને રાજકીય પસંદગી

જસ્ટિસ અરુણે આ ‘જાતિવાદી માનસિકતા’ને ભારતમાં સમુદાય આધારિત રાજનીતિ અને તુષ્ટિકરણની નીતિઓ માટે જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે, ‘સમાજના આ જ વલણને કારણે રાજકીય પક્ષો પણ તે મુજબ જ નેતાઓની પસંદગી કરે છે. આપણે દરેક સમુદાયને અલગ પ્રજાતિની જેમ જોઈએ છીએ અને તેના આધારે જ ભેદભાવ કરીએ છીએ. આ જ કારણે રાજકારણમાં ટિકિટ આપતી વખતે પણ પક્ષો ઉમેદવારની યોગ્યતા કરતાં તેના સમુદાયને વધુ મહત્ત્વ આપે છે.’

તેમણે રાજકીય વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આપણે કહીએ છીએ કે નેતાઓ ભ્રષ્ટ છે, પરંતુ સત્ય એ છે કે લોકશાહીમાં જનતાને તે જ નેતા મળે છે જેના માટે તે યોગ્ય હોય છે.’

ગુલામી અને નવ-ઉપનિવેશવાદ

જસ્ટિસ અરુણે ભારતની ગુલામી માટે પણ આ જાતિવાદી અને રંગભેદી વિચારસરણીને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, ‘ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક હજાર અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, કારણ કે તે સમયે આપણામાં ‘ભારતીયતા’નો કોઈ બોધ નહોતો.’

તેમણે ચિંતા વ્યક્ત કરી કે, ‘200 વર્ષની ગુલામી પછી એ ભાવ આવ્યો, તો આપણે અંગ્રેજોને ભગાડી દીધા. પણ હવે ખાનગી કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટરનો નવ-ઉપનિવેશવાદ શરૂ થઈ ગયો છે. આનું કારણ ફરી એ જ છે… આપણે ફરી જૂની આદત પર પાછા ફર્યા છીએ કે… માણસને માણસ તરીકે ન જોવો.”

આ પણ વાંચો: ‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’, કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી

સુધીર ચૌધરીના હેટ સ્પીચ કેસની સુનાવણી

હાઈકોર્ટની આ ટિપ્પણી ન્યૂઝ એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ 2023માં નોંધાયેલા એક હેટ સ્પીચ કેસને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. ચૌધરી પર કર્ણાટક સરકારની ‘સ્વાવલંબી સારથી યોજના’ પર ખોટો અને ઉશ્કેરણીજનક રિપોર્ટ ચલાવવાનો આરોપ હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણે પૂછ્યું કે, શું રિપોર્ટમાં ખરેખર કોઈ તથ્યાત્મક જૂઠ હતું, જેના જવાબમાં ફરિયાદીના વકીલે કહ્યું કે શોમાં મુસ્લિમ સમુદાયનું દાનવીકરણ કરવામાં આવ્યું અને તેમની વિરુદ્ધ ઘૃણા ફેલાવવામાં આવી. જોકે, જસ્ટિસ અરુણે કહ્યું કે જો રાજ્ય અને ફરિયાદી એ સાબિત નહીં કરી શકે કે રિપોર્ટમાં સ્પષ્ટ જૂઠ કહેવામાં આવ્યું હતું, તો ચેનલ અને એન્કરને રાહત મળી શકે છે.

અંતરિમ આદેશ પસાર કરતાં જસ્ટિસ અરુણે કહ્યું કે પ્રતિવાદીઓ ભલે ઉશ્કેરણીજનક કોન્ટેન્ટનો દાવો કરી રહ્યા હોય, પણ તેઓ એ સાબિત કરવામાં સક્ષમ નથી કે કઈ હકીકત ખોટી છે. આ મામલાની આગામી સુનાવણી 13 જાન્યુઆરી, 2026ના રોજ થશે.

'ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..', કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’, કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી …

'પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ...', કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી ...

‘કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત…’ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ…

'કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત...' સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ...

જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu…

જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

7 months ago
જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

1 month ago
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

12 months ago
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News