gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in INDIA
0 0
0
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s CCTV Security Alert: ભારતમાં CCTV કેમેરાના જોખમને પગલે CCTVની સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરા વેચવામાં આવી રહ્યા છે, જે લોકોની સિક્યુરિટી માટે ગંભીર ખતરો છે. એક રિપોર્ટ મુજબ, આગામી 1 એપ્રિલથી Hikvision, Dahua અને TP-Link જેવી મોટી બ્રાન્ડના CCTV કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. આ બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

Hikvision, Dahua અને TP-Linkએ ચાઈનીઝ કંપનીઓ છે. આમ, અયોગ્ય અને સર્ટિફિકેશન વગરના  CCTV કેમેરાના ઉપયોગ અને ખરીદી પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. સિક્યુરિટીમાં યોગ્ય સાબિત ન થતાં CCTV કેમેરા પર આ નિર્ણયની અસર પડી શકશે. 

ભારતીય CCTV ફીડ્સ પાકિસ્તાનના ISI સુધી કેવી રીતે પહોંચી?

થોડા સમય પહેલા એવું સામે આવ્યું હતું કે, દેશભરના અનેક રેલવે સ્ટેશનો પર લગાવેલા CCTV કેમેરાના ફીડ્સ પાકિસ્તાન સુધી પહોંચી રહી હતી. આ ખુલાસા બાદ, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તરત જ સરકારે એક આદેશ જારી કરીને સરકારી કચેરીઓને હવેથી ફક્ત એવા CCTV કેમેરા ખરીદવાનો આદેશ આપ્યો હતો જે સંપૂર્ણપણે સુરક્ષિત અને સર્ટિફાઈડ હોય.

CCTV કેમેરાથી વધી રહ્યું છે જોખમ

સરકારના આ નિર્ણયની સીધી અસર ચીનથી આવતા કેમેરા પર પડશે અથવા તો જેના સોફ્ટવેર વિદેશ કંપનીઓના છે. આજે મોટાભાગે CCTV કેમેરા ઈન્ટરનેટથી જોડવામાં આવે છે. એટલે માત્ર મોબાઈલ સાથે નહીં પરંતુ કંપનીના સર્વરથી પણ કનેક્ટ કરવામાં આવે છે. જો કેમેરાનું સોફ્ટરવેર કે સર્વર સિક્યોર નથી તો CCTVની વીડિયો ફીડ્સ અન્ય કોઈ પાસે પહોંચી શકે છે અને તેનો જે-તે વ્યક્તિને ખ્યાલ પણ હોતો નથી. જેને ધ્યાનમાં રાખીને સરકાર નવા નિયમો હેઠળ દરેક CCTV કેમેરાનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટશન કરવાનું રહેશે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટી સહિતની તપાસ કરાશે. આમ, સર્ટિફિકેશન વગરના કેમેરાને ભારતમાં હવે વેંચી શકાશે નહીં.

સરકારના આ નિર્ણયની અસર બજાર પર પણ પડશે. એવું માનવામાં આવે છે કે, સસ્તા કેમેરા હટવાથી કેમેરાની કિંમત વધી શકે છે. બીજી તરફ, ભારતીય કંપનીઓ હવે સુરક્ષિત અને ભરોસાપત્ર વિકલ્પની તપાસ કરતાં નવી તક મળશે. દેશભરમાં કરોડો CCTV કેમેરા પહેલાથી ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક કેમેરા એવા હશે કે જેમના પાસવર્ડ ક્યારેય બદલ્યા નહીં હોય અથવા સોફ્ટવેર અપડેટ કર્યું ન હોય. આ પ્રકારના CCTV કેમેરા સૌથી વધુ જોખમમાં છે. 

આ પણ વાંચો: Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે

CCTV કેમેરા હેક થવાથી હુમલાની શક્યતા 

નવા કેમેરા લગાવવા પર પ્રતિબંધ મૂકીને કે પ્રતિબંધ લગાવીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. આનો ઉકેલ લાવવા માટે સરકારે હાલના તમામ CCTV કેમેરાનું ઓડિટ કરાવવું જોઈએ. ખાસ કરીને જાહેર સ્થળોએ લગાવેલા કેમેરાનું. આનું કારણ એ છે કે, કટોકટીના સમયે આ કેમેરા હેક થઈ શકે છે અને વ્યક્તિઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તાજેતરના સંઘર્ષોમાં આપણે જોયું છે કે, ઈરાન અને ઇઝરાયલમાં CCTV કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

યુદ્ધ કે સાયબર વૉરમાં CCTV કેમેરાનો દુશ્મન એક સોફ્ટ ટાર્ગેટ તરીકે ઉપયોગ કરી શકે છે. કારણ કે ભારતમાં CCTV કેમેરાની સિક્યુરિટીને લઈને કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
Next Post
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

VIDEO: 'એક દિવસ ખુરશી જવાની જ છે...', નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre...

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે ...

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…

ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…

3 months ago
રાધનપુરમાં લુખ્ખા બેફામ, સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો | radhanp…

રાધનપુરમાં લુખ્ખા બેફામ, સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો | radhanp…

5 months ago
સુરતમાં મોબાઇલની જાહેરાત માટે વન્યજીવનો કરાયો દુરુપયોગ, વનવિભાગે પાઠવી નોટિસ | Gujarat Surat man mis…

સુરતમાં મોબાઇલની જાહેરાત માટે વન્યજીવનો કરાયો દુરુપયોગ, વનવિભાગે પાઠવી નોટિસ | Gujarat Surat man mis…

12 months ago
બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…

બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News