![]()
જર્મનીમાં રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
લોકશાહીની દરેક સંસ્થા પર ભાજપનો સંપૂર્ણપણે કબ્જો હોવાનો રાહુલનો દાવો
નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને ફરીથી સવાલ ઉઠાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે સંસ્થાકીય માળખા પર સંપૂર્ણપણે ભાજપનો કબ્જો થઈ ગયો છે, પરંતુ વિપક્ષે તેનો સામનો કરવા માટે કોઈ રસ્તો કાઢવો પડશે.
જર્મનીની રાજધાની બર્લિનની હાર્ટી સ્કૂલમાં આયોજિત સંવાદન કાર્યક્રમમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જાસૂસી સંસ્થાઓ, સીબીઆઈ અને ઇડીનું શસ્ત્રોમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ બર્લિનમાં આયોજિત કાર્યક્રમ પોલિટિક્સ ઇઝ ધ આર્ટ ઓફ લિસનિંગનો એક વિડીયો સોમવારે પોતાની યુ ટયુબ ચેનલ પર અપલોડ કર્યો.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આપણા દેશના લોકતાંત્રિક માળખા પર ચારેય બાજુથી હુમલો થઈ રહ્યા છે.
તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો કે હરિયાણાની મતદારયાદીમાં બ્રાઝિલની મોડેલનું નામ ૨૨ જગ્યા પર હતું. લોકસભાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે અમે જે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબ મળી રહ્યા નથી. લોકોને સવાલ જ પૂછવા દેવાતા નથી. દબાવવામાં આવી રહ્યા છે. ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે.










