gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ચીન વિશ્વની બીજા ક્રમની અને ભારત વિશ્વની ચોથા ક્રમની અર્થવ્યવસ્થા છે.બંને દેશોના અર્થતંત્રમાં વિદેશી મૂડી રોકાણનો પણ ઘણો મોટો ફાળો છે.આ બંને દેશોના ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે સીધા વિદેશી રોકાણની રસપ્રદ સરખામણી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધકોએ કરી છે.

આ વિભાગની વિદ્યાર્થિની નંદિની ઉમેશ શર્માએ પોતાના ગાઈડ અને વરિષ્ઠ અધ્યાપક ડો.સુમાના ચેટરજીના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત વિષય પર પીએચડી કર્યું છે.ડો.ચેટરજીનું કહેવું છે કે, આ પીએચડીનું એક રસપ્રદ તારણ એ છે કે, ભારતમાં જે રીતે આવકની અસમાનતા છે તેવી જ અસમાનતા વિદેશી મૂડી રોકાણની પણ જોવા મળી છે.ભારતમાં થતું કુલ વિદેશી મૂડી રોકાણ પૈકીનું ૭૧ ટકા રોકાણ દેશના  માત્ર પાંચ શહેરો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ અને અમદાવાદમાં જ થાય છે.વિદેશી મૂડી રોકાણનો મોટાભાગનો લાભ દેશના પશ્ચિમ અને દક્ષિણ હિસ્સાને જ મળી રહ્યો છે.પૂર્વ અને ઉત્તર ભારત વિદેશી મૂડી રોકાણથી વંચિત છે.તેની સામે ચીન દેશના વિવિધ હિસ્સાઓમાં વિદેશી મૂડી રોકાણને આકર્ષવામાં વધારે સફળ પૂરવાર થયું છે.ભારત સરકારે દેશના અન્ય હિસ્સાઓ તરફ વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ વળે તે પ્રકારના પગલા ભરવાની જરુર છે.

છેલ્લા પાંચ વર્ષની વિદેશી મૂડી રોકાણની સ્થિતિ 

પેરામીટર ભારત ચીન 

આવેલું રોકાણ ૩૦ અબજ ડોલર ૧૧૬ અબજ ડોલર

બહાર થયેલું રોકાણ ૨૪ અબજ ડોલર ૧૬૦ અબજ ડોલર

ગ્રીનફિલ્ડ પ્રોજેકટ (વૈશ્વિક સ્તર) ૪ ૩

નવી વિદેશી કંપનીઓ ૧૦૦૦ ઉપરાંત ૫૯૦૦૦ ઉપરાંત

એફડીઆઈ કોન્ફિડન્સ ઈન્ડેક્સ ૫ ૧

કયા દેશો મારફતે કેટલું વિદેશી રોકાણ 

૨૦૨૦ થી ૨૦૨૫

ભારત

સિંગાપુર ૨૭ ટકા

મોરેશિયસ ૨૩ ટકા

અમેરિકા ૧૦ ટકા

નેધરલેન્ડ ૭ ટકા

જાપાન ૬ ટકા

ચીન

હોંગકોંગ ૭૧ ટકા

સિંગાપુર ૪ ટકા

બ્રિટિશ વર્જિન આઈલેન્ડ  ૩ ટકા

સાઉથ કોરિયા ૨.૫ ટકા

જર્મની ૧.૫ ટકા

ભારતનો જ પૈસો મોરેશિયસ રુટ થકી પાછો આવતો હોવાની શક્યતા

આ સંશોધનમાં ડેટાનું એનાલિસિસ કરતી વખતે એવી પણ રસપ્રદ જાણકારી સામે આવી છે કે, ભારતમાં થતું ૫૦ ટકા રોકાણ તો મોરેશિયસ અને સિંગાપુરના રુટથી આવે છે.શક્ય છે કે, ટેક્સ બચાવવા દેશનો જ પૈસો બહાર જતો હોય અને આ બે દેશો થકી વિદેશી મૂડી રોકાણ તરીકે પાછો આવતો હોય.જેને ઈકોનોમિક્સની ભાષામાં રાઉન્ડ ટ્રિપિંગ પણ કહેવાય છે.

કયા દેશમાં કયા સેકટરમાં વધારે રોકાણ

૨૦૨૦ થી ૨૦૨૫

ભારત

–કોમ્પ્યુટર(સોફ્ટવેર હાર્ડવેર)૧૬ ટકા

–સર્વિસ સેકટર ( ફાઈનાન્સ-બેન્કિંગ) ૧૬ થી ૧૯ ટકા 

–ટ્રેડિંગ ૬ ટકા

–ટેલિકોમ્યુનિકેશન ૬ ટકા

–ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી   ૫ ટકા

ચીન

–હાઈ ટેક મેન્યુફેક્ચરિંગ  ૧૨ ટકા

–આઈટી સર્વિસ ૧૦ ટકા

–સાયન્ટિફિક રિસર્ચ એન્ડ ટેક સર્વિસ ૯ ટકા

–લિઝિંગ એન્ડ બિઝનેસ સર્વિસ ૧૫ ટકા

–ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ ૪ ટકા

વિદેશી મૂડી રોકાણને આકર્ષતા પરિબળો

ભારતનુ  ડિજિટલ અને ફાઈનાન્સિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર, નાણાકીય સ્થિરતા, ટેક્સનો ફાયદો અને વિશાળ ગ્રાહક વર્ગ વિદેશી મૂડી રોકાણને ખેંચી રહ્યો છે.જ્યારે ચીનમાં કુદરતી સ્ત્રોત અને વીજળી તથા ઉર્જાના બીજા સ્ત્રોતની ઉપલબ્ધતા વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષે છે.

વિદેશી મૂડી રોકાણ આકર્ષવા માટે ભારત શું કરી શકે

ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ માટે રોકાણ કરવાનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે તેવો પ્રચાર કરી શકે છે.કારણકે ભારતમાં થતા વિદેશી રોકાણમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી છે.

માત્ર પાંચ શહેરોના આધારે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્ય સુધી પહોંચવુ મુશ્કેલ છે.આ સિવાયના રાજ્યોએ ગુજરાત પાસેથી પ્રેરણા લઈને મેન્યુફેક્ચરિંગ  માટે અનુકુળ નીતિઓ બનાવાની જરુર છે.

ભારતમાં મોબાઈલ વપરાશકારોની વધતી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ નેટવર્કનો પગપેસારો વિદેશી રોકાણને આકર્ષવા માટે મદદરુપ થઈ શકે છે.

ડો.સુમાના ચેટરજી 

ગુજરાતનું મોડેલ ચીન જેવું, ૪૬ ટકા રોકાણ મેન્યુફેક્ચરિંગમાં 

વિદેશી મૂડી રોકાણના મામલે ગુજરાતનું મોડેલ ચીન જેવું છે.ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં કુલ વિદેશી મૂડી રોકાણના ૪૬ ટકા રોકાણ મેન્યુફેકચરિંગ સેકટરમાં થયું છે.ચીનમાં પણ ૪૭ ટકા વિદેશી રોકાણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થઈ રહ્યું છે.કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિદેશી રોકાણકારો સર્વિસ સેકટરમાં રોકાણ કરી રહ્યા છે.અન્ય રાજ્યો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી મૂડી રોકાણ આકર્ષવા માટે ગુજરાત મોડેલ અથવા તો ગુજરાતની નીતિઓનો અભ્યાસ કરવો જોઈએ.

ભારતમાં સૌથી વધુ રોકાણ સર્વિસ સેકટરમાં

ડો.ચેટરજી આગળ કહે છે કે, ભારતમાં વિદેશી રોકાણકારો ૬૦ ટકા રોકાણ સર્વિસ સેકટર અને ખાસ કરીને આઈટી સર્વિસ સેકટરમાં કરી રહ્યા છે.મેન્યુફેકચરિંગમાં વિદેશી મૂડી રોકાણનો હિસ્સો ઓછો છે.જ્યારે ચીનમાં ૪૭ ટકા વિદેશી મૂડી રોકાણ મેન્યુફેકચરિંગ અને એનર્જી સેક્ટરમાં થાય છે.ભારતે  મેન્યુફેક્ચિંગ સેકટરમાં વિદેશી મૂડી રોકાણ વધે તે જોવું પડશે.કારણકે નોકરીઓ પેદા કરવામાં મેન્યુફેકચરિંગ સેકટરનો બહુ મોટી ભૂમિકા હોય છે.

ચીન કરતાં ભારતમાં વિદેશી રોકાણથી કાર્બન ઉત્સર્જન ઓછું

 ચીનમાં થતા વિદેશી રોકાણના કારણે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે.જ્યારે ભારતમાં થતા વિદેશી રોકાણની કાર્બન ઉત્સર્જન પરની અસર ઓછી છે.જેનો અર્થ એ છે કે, ચીન કરતા ભારતમાં પર્યાવરણને અનુકુળ હોય તેવા પ્રોજેકટમાં વિદેશી મૂડી રોકાણ વધારે થઈ રહ્યું છે.આ બાબતનો ફાયદો ભારત ભવિષ્યમાં મૂડી રોકાણ આકર્ષવા માટે પણ ઉઠાવી શકે છે અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી રોકાણ માટેના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે રજૂ કરી શકે છે.

નંદિની શર્મા

પીએચડી સ્ટુડન્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

July 25, 2026
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

July 25, 2026
અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….
GUJARAT

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

July 25, 2026
Next Post
નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest…

નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest...

તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

વીજ કરંટથી મોતનો ત્રીજો બનાવ સમસાબાદમાં થાંભલા પર કરંટથી નીચે પટકાયેલા લાઇનમેનનું મોત | Electricity …

વીજ કરંટથી મોતનો ત્રીજો બનાવ સમસાબાદમાં થાંભલા પર કરંટથી નીચે પટકાયેલા લાઇનમેનનું મોત | Electricity ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

5 months ago
વાઘોડિયારોડના બંધ મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો | Thief caught by police

વાઘોડિયારોડના બંધ મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો | Thief caught by police

3 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

9 months ago
સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News