gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારત-અમેરિકા વચ્ચેના આંતરિક સંઘર્ષના મૂળમાં ‘કરન્સી’ !

– પીએમ મોદીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી નજીકના સમયમાં બંધ કરવાની ખાતરી આપી : પ્રમુખ ટ્રમ્પનો ફરી દાવો

– રશિયા પાસેથી ક્રુડની ખરીદી માટે યુઆનમાં ફરીથી ચૂકવણી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા હોવાના સંકેત

નવી દિલ્હી : ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના પ્રભુત્વને પડકાર્યું છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને ડોલરના વિકલ્પનું સમર્થન કરવા સામે ચેતવણી આપી હતી ત્યારે ભારત, રશિયા, ચીને બ્રિક્સનું ચલણ બનાવ્યા વિના જ ટ્રમ્પના ડોલરના અભિમાનને ચકનાચુર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરીથી દાવો કર્યો કે પીએમ મોદીએ રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદવાનું ટૂંકમાં બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

ભારતે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં રશિયન ક્રુડ ઓઈલની ખરીદી માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને હોબાળો મચાવી દીધો છે. 

જોકે, ભારતની કુલ ખરીદીની સરખામણીમાં ચીનના ચલણમાં થનારા પેમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું છે, પરંતુ તેનાથી ભારત તરફથી પેમેન્ટ સિસ્ટમમાં થયેલું પરિવર્તન સામે આવ્યું છે. નિષ્ણાતો આ બાબતને ભારત, રશિયા અને ચીને બ્રિક્સનું નવું ચલણ બનાવ્યા વિના જ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરના પ્રભુત્વને ખતમ કરવાના પ્રયાસ તરીકે જૂએ છે.

ભારતના આ નાના પગલાંની ભૂ-રાજકીય સ્તરે મોટી અસર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં એક યુઆનની કિંમત ૧૨.૩૪ ભારતીય રૂપિયા છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે પુષ્ટી કરી છે કે ભારત હજુ પણ ક્રુડ ઓઈલ માટે મુખ્યરૂપે રશિયન ચલણ રુબલમાં પેમેન્ટ કરી રહ્યું છે, પરંતુ તેણે યુઆનનો પણ ઉપયોગ વધાર્યો છે. આ બાબત ભારત, રશિયા અને ચીનના ત્રિકોણીય ગઠબંધનને મજબૂત કરે છે, જેણે પ્રમુખ ટ્રમ્પની ડોલર ડિપ્લોમસીને મોટો ફટકો પહોંચાડયો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતની સરકારી કંપની આઈઓસીએ તાજેતરમાં જ રશિયન ક્રુડના બેથી ત્રણ કાર્ગો માટે યુઆનમાં પેમેન્ટ કર્યું છે. કેન્દ્ર સરકારનું આ પગલું ૨૦૨૩ના વલણમાં પરિવર્તનનો સંકેત આપે છે. તે સમયે ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોના પગલે સરકારી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ અટકાવી દીધું હતું જ્યારે ખાનગી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ ચાલુ રાખ્યું હતું. જોકે, ભારત તરફથી ચીનના ચલણમાં ફરીથી પેમેન્ટ શરૂ કરવાની બાબત એવા પણ સંકેત આપે છે કે ભારત-ચીનના સંબંધો હવે સુધરી રહ્યા છે.

હવે ભારતે રશિયન ક્રુડ ઓઈલની ખરીદી માટે યુઆનમાં પેમેન્ટ કરતા ડોલરના પ્રભુત્વને પડકાર મળશે. ભારત, રશિયા અને ચીનનો યુઆન આધારિત વેપાર તેના પહેલા તબક્કાનું વાસ્તવિક સ્વરૂપ છે. જોકે, ભારતનો આ યુઆન પ્રયોગ ભૂ-રાજકીયના બદલે એક વ્યાવહારિક મિકેનિઝમ છે, જેથી તેને રશિયાનું ક્રુડ ઓઈલ સસ્તામાં મળી શકે અને પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી શકાય.

દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એક વખત દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી નજીકના સમયમાં બંધ કરી દેવાશે તેવું મને આશ્વાસન આપ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ચર્ચા સમયે શુક્રવારે ટ્રમ્પે કહ્યું કે, ભારતે રશિયા પાસેથી તેની ક્રુડ ઓઈલની ખરીદી ઘટાડી દીધી છે અને નજીકના સમયમાં સંપૂર્ણપણે બંધ કરી દેશે. ભારત રશિયા પાસેથી ૩૮ ટકા ક્રુડ ઓઈલ ખરીદતું હતું અને હવે ખરીદીમાં ક્રમશઃ ઘટાડો કરશે.

બ્રિક્સ દેશોનો 90 ટકા વેપાર સ્થાનિક ચલણમાં

આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો વૈશ્વિક હિસ્સો 73 ટકાથી ઘટીને 54 ટકા થયો

– રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી ડોલરનો ‘હથિયાર’ તરીકે ઉપયોગ ચોંકાવનારો

નવી દિલ્હી : વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકા અને વસતીના ૪૫ ટકાનું પ્રતિનિધિત્વ ધરાવતા બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનું પ્રભુત્વ ખતમ કરવા માગે છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો વૈશ્વિક હિસ્સો ૭૩ ટકાથી ઘટીને ૫૪ ટકા રહી ગયો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બ્રિક્સ દેશોને બ્રિક્સનું નવું ચલણ બનાવવા સામે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની અને અમેરિકન બજારમાંથી વિદાય કરી દેવાની ધમકી આપી હતી. આવા સમયે અમેરિકન ડોલરનું વૈશ્વિક પ્રભુત્વ ઘટે અને પોતાના દેશોની આર્થિક અને ભૂ-રાજકીય સ્વાયત્તતા વધે તે માટે બ્રિક્સ દેશો ડી-ડોલરાઈઝેશન ઈચ્છે છે. યુક્રેન યુદ્ધ પછી અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યા અને રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દીધું. જેના પગલે બ્રિક્સ દેશોને ખ્યાલ આવ્યો કે અમેરિકા ડોલરનો ઉપયોગ ‘હથિયાર’ તરીકે પણ કરી શકે છે. 

જોકે, બ્રિક્સ દેશોના નવા ચલણ સામે ટ્રમ્પે ૧૦૦ ટકા ટેરિફની ચેતવણી આપ્યા પછી બ્રિક્સના નવા ચલણના પ્રસ્તાવ અંગેની પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે. હવે બ્રિક્સ દેશો સ્થાનિક ચલણોમાં વેપાર પર ભાર મૂકી રહ્યા છે. આવા સમયે બ્રિક્સ પે એક વિકેન્દ્રીત પેમેન્ટ પ્લેટફોર્મના સ્વરૂપમાં વિકસી રહ્યું છે, જે સ્વિફ્ટનો વિકલ્પ બની શકે છે. ૨૦૨૫માં બ્રિક્સ દેશોનો ૯૦ ટકા વેપાર સ્થાનિક ચલણોમાં થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general...

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over...

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

5 months ago
દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

4 weeks ago
ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…

ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…

10 months ago
કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News