gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધ લાગુ કર્યા

– ભારતની રશિયન ક્રૂડની આયાતમાં રોસનેફ્ટગાઝ લુકઓઈલનું યોગદાન ૬૦ ટકા હતું

– ભારત રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી શકે 

નવી દિલ્હી: રશિયન ક્રૂડ ઓઈલની બે મુખ્ય નિકાસકાર કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઈલ પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નવા પ્રતિબંધો શુક્રવારથી સંપૂર્ણપણે લાગુ થઈ ગયા છે ત્યારે હવે નજીકના સમયમાં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે બંધ નહીં થાય. જોકે, રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી સરેરાશ દૈનિક ૧૭ લાખ બેરલથી ૭૦ ટકા જેટલી ઘટીને માત્ર ચાર લાખ બેરલ સુધી રહી શકે છે. નવેમ્બરમાં ભારતની ખરીદી દૈનિક ૧૮-૧૯ લાખ બેરલે પહોંચવાનો અંદાજ છે. એટલે કે રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી અસ્થિર અને અનિશ્ચિત બની જશે.

રશિયામાંથી ભારતની ક્રૂડની આયાત દૈનિક ૧૭ લાખ બેરલથી ૭૦ ટકા ઘટીને દૈનિક ચાર લાખ બેરલ રહેવાની શક્યતા

વૈશ્વિક ડેટા એકત્ર કરનાર કેપ્લરના અહેવાલ મુજબ ૨૦ નવેમ્બર સુધીમાં ભારત માટે રશિયન ક્રૂડ ઓઈલનું લોડિંગ લગભગ ૯૮૨ કેબીડી રહ્યું, જે ઓક્ટોબર ૨૦૨૨ પછી સૌથી ઓછું હતું. આ વર્ષે ભારતની કુલ રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં રોસનેફ્ટ અને લુકોઈલનું યોગદાન લગભગ ૬૦ ટકા હતું. રશિયાની બંને મુખ્ય કંપનીઓ પર પ્રતિબંધ મૂકાવાથી ભારતીય રિફાઈનરીઓ પાસે તેમની ખરીદી રોકવા સિવાય મર્યાદિત વિકલ્પ બચ્યા છે. પરિણામે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાત અસ્થિર અને અનિશ્ચિત બની ગઈ છે. જોકે, અમેરિકન પ્રતિબંધો રશિયાના સંપૂર્ણ ક્રૂડ ઓઈલ ઉદ્યોગ પર નથી, તેથી રેસનોફ્ટ અને લુકઓઈલ સિવાય રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ હવે ભારતને ક્રૂડ ઓઈલ પૂરું પાડવાનું ચાલુ રાખી શકે છે. કેપ્લરના અંદાજ મુજબ ૨૧ નવેમ્બરની સમય મર્યાદા પછી ન્યારા એનર્જી સિવાય બધી જ ભારતીય રિફાઈનરીઓ પ્રત્યક્ષરૂપે પ્રતિબંધિત રશિયન સંસ્થાઓ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દેશે. તેનાથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રશિયન ક્રૂડ ઓઈલની ડિલિવરીમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. 

રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર અમેરિકાના નવા પ્રતિબંધો ભારત અને રશિયાના વ્યૂહાત્મક સંબંધો માટે પણ અગ્નિ પરીક્ષા સમાન રહેશે. યુક્રેન પર આક્રમણ પછી રશિયા પર પશ્ચિમી દેશોએ પ્રતિબંધો મૂકતા ભારત ફેબુ્રઆરી ૨૦૨૨થી રશિયા પાસેથી જંગી ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી દીધી હતી. પરિણામે રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત માત્ર ૧ ટકાથી વધીને લગભગ ૪૦ ટકા સુધી પહોંચી ગઈ હતી. રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારોમાં ભારતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકા અને યુરોપીયન સંઘના પ્રતિબંધોનું પાલન સુનિશ્ચિત કરવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. આરઆઈએલે ૨૦ નવેમ્બરથી પોતાની નિકાસ કેન્દ્રીત રિફાઈનરીમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત અટકાવી દીધી છે. રિલાયન્સની જેમ એચપીસીએલ, મિત્તલ એનર્જી અને મેંગ્લોર રિફાઈનરી જેવી કંપનીઓએ પણ રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત અટકાવી દીધી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી  ૧ ડિસેમ્બરથી સેઝ રિફાઈનરીના બધા જ ઉત્પાદન નિકાસ બિન રશિયન ક્રૂડ ઓઈલમાંથી પ્રાપ્ત કરાશે, જેથી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થનારા ઈયુના પ્રતિબંધોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરી શકાય. ૨૦ નવેમ્બરે અથવા ત્યાર પછી આવનારા રશિયન ક્રૂડ ઓઈલની ખેપને ઘરેલુ ટેરિફ ક્ષેત્ર રિફઈનરીમાં સંશાધિત કરાશે, જેનાથી નિકાસ પ્રતિબંધોનો ભંગ ના થાય. જોકે, આયાતમાં પ્રારંભિક ઘટાડો સ્પષ્ટ છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયન ક્રૂડ ઓઈલનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ નહીં થાય.

કેપ્લરનું માનવું છે કે રિફાઈનરીઓ બિન પ્રતિબંધિત વેપારીઓ, મિશ્રિત ઓઈલ સ્રોત અને જટિલ લોજિસ્ટિક્સનો ઉપયોગ કરતા વધુ સાવધાની રાખશે, પરંતુ આગળ વધતા અપારદર્શી ચેનલોના માધ્યમથી આગળ વધશે. ભારત અને ચીન વચ્ચે અસાધારણ માર્ગ પરિવર્તન અને મુંબઈના દરિયા કિનારા પાસે અસામાન્ય જહાજથી જહાજ સ્થાનાંતરણ જેવી શિપિંગ પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની…
INDIA

ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની…

May 28, 2026
Explainer: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પદ ત્યાગ પાછળના કારણો… હાઇ કમાન્ડનો વાયદો, અસંતોષ અને પુત્રનું…
INDIA

Explainer: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પદ ત્યાગ પાછળના કારણો… હાઇ કમાન્ડનો વાયદો, અસંતોષ અને પુત્રનું…

May 28, 2026
ખેડૂતને વળતર ચૂકવવું ના પડે એટલે NHAIએ કાઢ્યું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, છેવટે ₹1.80 કરોડ ચૂકવવા રાજી…
INDIA

ખેડૂતને વળતર ચૂકવવું ના પડે એટલે NHAIએ કાઢ્યું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, છેવટે ₹1.80 કરોડ ચૂકવવા રાજી…

May 28, 2026
Next Post
દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize…

દિલ્હીના ફાર્મહાઉસેથી 262 કરોડનું ડ્રગ્સ જપ્ત, સેલ્સ મેનેજરની ધરપકડ | Drugs worth Rs 262 crore seize...

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in...

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr…

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

1 year ago
બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

9 months ago
ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

10 months ago

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News