
India nuclear power plant news: ભારત 200 મેગાવોટ ક્ષમતાના નાના આકારના પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કરી રહ્યું છે જેને માલવાહક જહાજો ઉપર પણ સ્થાપિત કરી શકાશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા, પરમાણુ વિખંડન દ્વારા ઉત્પન્ન ઉષ્માથી ઉદભવે છે જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. તમે રિએક્ટરને ગમે ત્યાં અને જહાજ ઉપર પણ સ્થાપિત કરી શકો છો.
તેમણે જણાવ્યું હતું કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ના વૈજ્ઞાાનિક ૫૫ મેગાવોટ અને 200 મેગાવોટ ક્ષમતાના બે પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કર્યા છે.










