![]()
– દહેજ ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં
– ભાવનગર પોલીસ દ્વારા રૂ. 87.99 લાખનો નાર્કોટીક્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો
ભાવનગર : ભાવનગર જીલ્લામાં દાખલ થયેલ ૪૦ જેટલા નાર્કોટીકસ ગુનામાં કબ્જે કરેલ ૧૧૫૪ કિ.ગ્રા. રૂ. ૮૭,૯૯,૨૮૫ ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખુબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારૂ તથા નાર્કોટીકસના ગુન્હામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર પોલીસના સંકલન દ્રારા ભાવનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ દાખલ થયેલ કુલ-૪૦ ગુનામાં કબ્જે કરેલ નાર્કોટીકસ મુદામાલ જેમાં ગાંજાના છોડ, સુકો ગાજો, અફિણના છોડ, તથા ચરસ તથા સીન્થેટીકસ ડ્રગ્સ મેફેડ્રોન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સ તથા કોડેઇન ફોસ્ફેટના ઘટક તત્વો ધરાવતી કફ શીરપની બોટલો મળી કુલ વજન ૧૧૫૦ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૮૭,૯૯,૨૮૫ ના મુદ્દામાલની નાશ-નિકાલની કાર્યવાહી ગઇ તા.૦૩ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ દહેજ જી.ભરૂચ ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં તેમજ ડ્રગ્સ કમિટીની હાજરીમાં કરવામાં નાશ કરવામાં આવ્યો હતો.આમ ભાવનગર જીલલા પોલીસ ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્રારા ભાવનગર જીલ્લાના કુલ ૪૦ નાર્કોટીકસ ગુન્હાઓમાં કબ્જે કરેલ મુદામાલ વજન ૧૧૫૪ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૮૭,૯૯,૨૮૫ નો નાશ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાંથી જપ્ત કરેલ નાશપાત્ર નાર્કોટીક્સના મુદ્દામાલની વિગત
|
મુદ્દામાલ |
વજન |
કિંમત |
|
લીલા-સુકા |
૧૦૦૯.૫ |
૫૧,૩૫,૧૩૫ |
|
ચરસ |
૧૮૨ ગ્રામ |
૫૬૦૦ |
|
અફિણના |
૧૬.૮૬૯ |
૯૧,૪૫૦ |
|
મેફેડ્રોન |
૬૧.૮ |
૬,૧૮,૦૦૦ |
|
મેથાએમફેટામાઇન |
૨૬૨.૩ |
૨૬,૨૩,૨૦૦ |
|
કફ સીરપ |
૧૨૭૪ |
૧,૯૧,૦૬૦ |
|
કુલ |
૧૧૫૪.૨૮ |
૮૭,૯૯,૨૮૫ |










