gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને “બાળ વિવાહ મુક્ત ભારત” અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ‌ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. દીકરીઓને ભણવાની ઉંમરે લગ્ન થાય છે ત્યારે તેના શિક્ષણની સાથે તેનો વિકાસ પણ રૂંધાય છે. બાળ વિવાહ એક એવો પડકાર છે, જેની સામે આપણે સહુએ સાથે મળીને કામ કરવાનું છે. આ પીડાદાયક કુપ્રથા આપણી દીકરીઓના સપનાઓને રોળે છે અને તેમને આગળ વધતા તો રોકે છે, તેની સાથે દેશના વિકાસમાં પણ અવરોધરૂપ છે. બાળલગ્ન અટકે તે માટે આપણે સહુએ સાથે મળીને ગામે ગામ બાળ લગ્ન અંગે લોકોને જાગૃત કરીએ, ક્યાંય પણ બાળ લગ્ન અંગેની જાણકારી મળે તો ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરવા, એકપણ બાળ લગ્ન ન થાય તે માટે દરેક વ્યક્તિને સંકલ્પબદ્ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાનની શરૂઆત કરી હતી જે આજે જન આંદોલન બની ગયું છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત “મહિલા સુરક્ષા” માટે રોલ મોડલ સાબિત થયું છે. “સુકન્યા સમૃદ્ધિ યોજના” હેઠળ 3.5 કરોડથી વધુ બાલિકાઓનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવ્યું છે. ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતાના નવા કિર્તીમાન સ્થાપી રહી છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ એક મહિલા છે. ભારત સરકારના મંત્રીમંડળમાં મહિલાઓ અગત્યની ભૂમિકા નિભાવી રહી છે. દીકરીઓને બચાવવી, ભણાવવી અને આગળ લઈ જવી આપણી સૌની જવાબદારી છે.

આ પ્રસંગે કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, કાયદાની ભાષામાં કહીએ તો ૧૮ વર્ષથી નાની ઉંમરની દીકરી અને ૨૧ વર્ષથી નાની ઉંમરના દીકરાના લગ્ન કરવામાં આવે તેને બાળલગ્ન કહેવાય છે. આવા બાળ લગ્ન થતાં અટકાવવા એ આપણા સૌની સાહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, આજે હું કલેક્ટર તરીકે નહીં પરંતુ એક દીકરીના પિતા અને એક ડૉક્ટર તરીકે વાત કરું છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે નાની ઉંમરના દીકરા-દીકરીના લગ્ન કરવામાં આવે છે ત્યારે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આગામી અખાત્રીજને દિવસે ઘણા બધા લગ્નો થશે, આ ઉપરાંતના દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં એક પણ બાળ લગ્ન ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. ક્યાંય બાળ લગ્ન થતાં હોય તેની કોઇને ખબર પડે તો જિલ્લા વહિવટીતંત્રનું ધ્યાન દોરવા પણ કલેકટરશ્રીએ અપીલ કરી હતી.

આ વેળાએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી એસ.એન.ઘાસુરા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફીસરશ્રી બી.પી.ચુડાસમાએ “બાળ વિવાહ મુક્ત ભારત” વિષય પર જરૂરી જાણકારી આપી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસરશ્રી એચ.આર.મૌર્યએ બાળ લગ્ન નાબુદી અંગે સામૂહિક શપથ લેવડાવ્યાં હતા. અંતમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.જી.ચૌધરીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટીવેશનલ સ્પીકરશ્રી નેહલબેન ગઢવીએ કર્યું હતું.

કાર્યક્રમમાં ભાવનગરના મેયરશ્રી ભરતભાઇ બારડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસરશ્રી હેતલબેન દવે સહિત મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ

ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

4 months ago

વધુ નમક ખાવાના કારણે બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે ભારતીયો! BP-હાર્ટની સમસ્યાઓનો ખતરો: સ્ટડી | salt over consumption india icmr nie report high bp heart risk low sodium awareness project

9 months ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

3 months ago
એક કલાકમાં રૂ. 50 હજાર કરોડનું નુકસાન! ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ, બિટકોઇન-ઈથેરિયમ ધરા…

એક કલાકમાં રૂ. 50 હજાર કરોડનું નુકસાન! ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ, બિટકોઇન-ઈથેરિયમ ધરા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News