gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં 12 શખ્સનો ત્રણ મકાન પર પથ્થરમારો, ઘરમાં ઘુસી પ્રવાહી છાંટી આગ લગાવી | 12 people pelted sto…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં 12 શખ્સનો ત્રણ મકાન પર પથ્થરમારો, ઘરમાં ઘુસી પ્રવાહી છાંટી આગ લગાવી | 12 people pelted sto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનની હત્યા થતાં મૃતકના પરિવારે હુમલાખોર પરિવાર પર રીતસર આતંક મચાવ્યો 

કેરબા લઈને ઘરમાં ઘુસેલાં ટોળાંએ આગ લગાડતાં ત્રણ લાખનું રાચરચીલું બળીને ખાખ, બાજૂમાં પડેલી રિક્ષાને પણ સળગાવાઈ : પરિવાર ઘરની બહાર દોડી જતાં મોટી દૂર્ઘટના ટળી 

ભાવનગર: શહેરના રૂવાપરી રોડ, મહાકળી વસાહતમાં ત્રણ દિવસ પૂર્વેની મારામારીમાં ઘાયલ યુવકનું મોત થતાં મૃતકના પરિવારે હુમલાખોરના ત્રણ મકાન પર રીતસર આતંકવ્ચાવ્યો હતો. ટોળાંએ પ્રથમ મકાનો પર પથ્થરમારો કરી, ઘરમાં ઘુસી કરેલી આગજની કરતાં હતભાગી પરિવાર સમયસર ઘર બહાર દોડી આવતાં મોટી દૂર્ધટના ટળી હતી.તો, બનાવના પગલે ઘોઘારોડ પોલીસે મૃતકના સાળા સહિત ૧૨ શખ્સો વિરૂદ્ધ  રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ૮ લોકોને ઝડપી લીધા હતા.

ચકચારી બનાવની વિગત એવી છે કે ઘરની વાત બહાર કર્યાની શંકા રાખી શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં રહેતાં નરશીભાઈ પુરૂષોત્તમભાઈ જાદવ અને તેમના સાળા વિજયભાઈ વાજા પર ત્રણ દિવસ પૂર્વે સાગર ચૌહાણ, સુનિલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી તથા અજય ચૌહાણ, રેસુબેન અને ઉષાબેન હસમુખભાઇ રાઠોડ સહિત છ લોકોએ ધારીયા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં સાળા-બનેવી બન્નેને લોહીયાળ ઈજા પહોંચી હતી.અને સારવારમાં રહેલાં નરશીભાઈ જાદવનું ગત બુધવારે સાંજે સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ તરફ, બનેવીના મોતના પગલે ઉશ્કેરાઈને સાળા સહિતનું ટોળું મહાકાળી વસાહતમાં ઘસી ગયું હતું.અને સાળા-બનેવી પર હુમલાના ગુનામાં જેલવાસ ભોગવતાં હુમલાખોર ચારેય ભાઈઓના ઘર પર સોડા-બોટલ અને ઈંટના ઘા કરી પથ્થરમારો કરતાં ઘરમાં રહેલાં હુમલાખોર સંતાનોના માતા રેવુબેન પ્રવિણભાઈ ચૌહાણ અને તેમનો  પરિવાર ભયભીત બની ગયો હતો. જો કે, પરિવારજનો કંઈ સમજે તે પૂર્વે ટોળું ચારેય ભાઈઓના અલગ-અલગ ત્રણ ઘરમાં ધસી આવ્યું હતું. અને હાથમાં રાખેલાં કેરબામાંથી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી. તો, નજીકમાં પડેલી સાગરની માલિકીની રિક્ષા પણ  સળગાવી નાસી છૂટયા હતા. જયારે, આગના કારણે પરિવાર પણ ઘર છોડી જીવ બચાવવા બહાર દોડી ગયો હતો. જેના કારણે મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી. જોતજોતામાં ત્રણેય ઘરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહિશો સહિતના સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગના કારણે ત્રણેય ઘરમાં રહેલાં ચાર ટીવી, શેટી પલંગ, સાત પંખા, એક એસી, ત્રણ ફ્રિઝ, ત્રણ સીલાઈ મશીન ઉપરાંત, લેપટોપ, ટેબલેટ સહિત અંદાજે રાચરચીલું બળીને ખાખ થઈ જતાં રૂા.૩ લાખનું થયું હતું. બનાવને લઈ ફાયર અને પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી નમૂના લીધા હતા. જેમાં આગ લગાવવામાં કયાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો છે તે સહિત સોડા-બોટલમાં જવલનશીલ પદાર્થ હતા કે નહીં તે તાપાસાર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

જયારે, બનાવ અંગે મોડીરાત્રે રેવાબેન પ્રવિણભાઈ ચૌહાણની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે ૧૨ શખ્સો વિરૂદ્ધ ગેરકાયેદ મડંળી રચી, ઘર પથ્થરમારો કરી, મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી મિલકત સળગાવી નુકશાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી મોડીરાત સુધીમાં આઠ શખ્સોને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. 

આ 12 શખ્સે લગાવી હતી આગ 

શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં એક સાથે ત્રણ ઘરમાં આગ લગાવવાના બનાવમાં રેવાબેન ચૌહાણની ફરિયાદના આધારે કરણ કિશોરભાઈ વાજા,વિજય કિશોરભાઈ વાજા,કાળો ગફાર(રહે.ત્રણેય ક.પરા),રવિ રમણીકભાઈ ઉર્ફે ટીંડોર વેગડ,જીતેશ ઉર્ફે જી.જી.રમણભાઈ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ ધરાજીયા, ડગી,રાકેશ રમેશભાઈ રાઠોડ,રોહન મુકેશભાઈ રાઠોડ  (રહે.તમામ ખેડૂતવાસ),પોપટ ધીરૂ બાંભણિયા (રહે.ક.પરા અગરિયાવાડ) તથા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ (રહે. આનંદનગર)વિરુદ્ધ નામજોગ તેમજ તપાસમાં ખુલે તે લોકો ગુનો નોંધ્યો હતો. 

ટોળાએ આક્રમણ કરતા અમે જીવ બચાવી ભાગ્યા : ફરિયાદી 

શહેરના રૂવાપરી રોડ,મહાકાળી વસાહતની ઘટનામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેરબા સાથે આવેલા ટોળાએ રીતસર આતંક મચાવ્યો હતો તેમ જણાવતાં ફરિયાદી રેવાબેન ચૌહાણ જણાવ્યું કે, ગત બુધવારે રાત્રિના સુમારે ફરિયાદી તથા તેમના પુત્રના પત્ની અને સંતાનો આસપાસમાં આવેલાં મકાનોમાં હતા તેવામાં મકાનો પર પથ્થરમારો થયો હતો અનેનસોડા-બોટલના ઘા આવતાં અમે ભયભીત બની ગયા હતા. જો કે, થોડા જ સમયમાં ટોળું કેરબા સાથે ધસી આવી પ્રવાહી છાંટી આગ લગાડતાં ફરિયાદી ઉપરાંત તેમના પુત્રવધુ સરસ્વતીબેન, સુનિલ ચૌહાણની દીકરી સપના અને બાળકો દોડીને બહાર આવી ગયા હતા અને ટોળું મારી નાખશે ભયથી તમામ તેમના ખેડૂતવાસમાં રહેતા સંબંધીને ત્યાં જતા રહ્યા હતા,બાદમાં પોલીસ આવ્યાની જાણ થતાં ઘરે પરત આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
સાધલી-સેગવા વચ્ચે રોડના નિર્માણ માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થશે | plastic waste use in state highwa…

સાધલી-સેગવા વચ્ચે રોડના નિર્માણ માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થશે | plastic waste use in state highwa...

રેપો રેટ ઘટાડા બાદ 4 સરકારી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો | 4 government banks cut interest rates a…

રેપો રેટ ઘટાડા બાદ 4 સરકારી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો | 4 government banks cut interest rates a...

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

6 months ago
રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ | Car carry…

રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ | Car carry…

3 months ago
ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

5 months ago
રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News