gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : તા.20 જાન્યુઆરી 2018ના રોજ કરમસદ મેડિકલ કોલેજથી વડોદરા તરફ જઈ રહેલી ઇકો કારને ભીમપુરા ગામની સીમમાં રોંગ સાઈડથી આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર સહિત બે યુવતીઓનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલે મોટર વાહન અકસ્માત ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

આ કેસમાં અરજદાર તરીકે ગદાપુરા (વડોદરા) નિવાસી સાક્ષી ગિરીશભાઈ માસંદ, વાસણા રોડ નિવાસી તન્વીબેન પ્રતિક દલવી, તેમજ મૃતકોના વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 166 હેઠળ વિવિધ દાવાઓ દાખલ કરવામાં આવ્યા હતા. સામા પક્ષે ટ્રક ડ્રાઇવર સુખા માધવસિંહ વાઘેલા અને ટ્રક માલિક અશોક રવજી પ્રજાપતિ (બન્ને રહે. બોરસદ, આણંદ), મેગ્મા એચ.ડી.આઈ. જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (રેસકોર્સ સર્કલ, વડોદરા) તથા ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (સયાજીગંજ, વડોદરા)ને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ઇકો કારના ડ્રાઇવર/માલિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાથી તેમની પત્ની પીનાબેન હેમરાજભાઈ ચૌધરીને વારસદાર તરીકે પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

ટ્રિબ્યુનલમાં રજૂ થયેલા એફઆઈઆર, ચાર્જશીટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સ્પષ્ટ થયું હતું કે ટ્રક ડ્રાઇવર રોંગ સાઈડ ટ્રક હંકારી રહ્યો હતો. ટ્રિબ્યુનલે અકસ્માત માટે સંપૂર્ણ જવાબદારી ટ્રક ડ્રાઇવર પર મૂકતાં સામા પક્ષને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠરાવ્યા હતા.

અકસ્માતમાં સાક્ષી ગિરીશભાઈ માસંદને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ તેમનો લેપટોપ અને કાંડા ઘડિયાળ તૂટી ગયા હતા. તન્વીબેન, જે કરમસદ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી હતી, તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. મૃતક મૈત્રીબેન સતીશ રાજપૂત ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની હતી. એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પલક મુકેશકુમાર શાહને ઇજાઓ પહોંચી હતી. ઇકો કારના 43 વર્ષીય ડ્રાઇવર હેમરાજ વીરસંગભાઈ ચૌધરીનું મોત થયું હતું, જ્યારે દ્રષ્ટિ અશોકભાઈ પટેલ (ફિઝિયોથેરાપી ત્રીજા વર્ષની વિદ્યાર્થીની) પણ ઘાયલ થઈ હતી.

અરજદારો તરફથી એડવોકેટ વી.પી.ગુપ્તા, કમલેશ પટેલ અને મંજુ કેલ્લાની દલીલો થઈ હતી. ટ્રિબ્યુનલ અને ડિસ્ટ્રિક્ટ જજ બી.કે.દશોંડીએ વળતર તરીકે અરજદારોની વળતરની રકમ 23.46 લાખ, 8.92 લાખ, 46.69 લાખ, 1.03 કરોડ અને 42.98 લાખની રકમ 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ વીમા કંપનીને 8 અઠવાડિયામાં ટ્રિબ્યુનલમાં રકમ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

March 31, 2026
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
Next Post
શાળા સંચાલકોના નિયમોથી વિદ્યાર્થીઓને હેરાનગતિ : સમયમાં છૂટછાટ આપવા માગ | Students are being harassed…

શાળા સંચાલકોના નિયમોથી વિદ્યાર્થીઓને હેરાનગતિ : સમયમાં છૂટછાટ આપવા માગ | Students are being harassed...

VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In …

VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In ...

VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |…

VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

7 months ago
ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

8 months ago
અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

3 months ago
સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ | Caterer…

સુરતમાં રોજ 1000 કિલો પનીર વેચનારા સુરભી ડેરીના ગ્રાહકમાં કેટરર્સ મોખરે, ત્યાં પણ થશે તપાસ | Caterer…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News