gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj Gambling Case: શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલ ગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં IAS સહિતના રિટાયર્ડ અને વર્તમાન અધિકારીઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા. જોકે, ફરિયાદમાં ક્યાંય કોઈના વ્યવસાય કે હોદ્દા અંગે કોઈ ખુલાસો કરાયો નથી પરંતુ, ઝડપાયેલા આરોપીઓના નામ બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં કચ્છના ડીડીઓ અને બાદમાં કલેક્ટર તરીકે પ્રમોશન મેળવી અન્ય જિલ્લામાં બદલી પામેલા એક નિવૃત્ત અધિકારી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત અધિક્ષક ઈજનેર, નિવૃત્ત સુપરવાઇઝર, સ્ટેટ આઈબીમાં ફરજ બજાવી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર એએસઆઈનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ પૈકી બે હાલ ભુજમાં માર્ગ અને મકાન વિભાગમાં ઈજનેર તરીકે અને એક રાપર બાજુ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. 

આ પણ વાંચોઃ ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી મોતને ઘાટ ઉતાર્યો !

પોલીસ કાર્યવાહી સામે આક્ષેપ

નાના અમથા ગુનામાં જે પોલીસ પોતાનું પ્રમોશન કરવાની તક નથી છોડતી તે ભુજ પોલીસ આ હાઇપ્રોફાઇલ જુગારીઓના ફોટા પણ જાહેર નથી કરતી. આ સિવાય આવડા મોટા જુગાર ધામમાંથી પોલીસે જપ્ત કરેલા વાહનોમાં ફક્ત એક જ કાર ઝડપી હોવાનું દર્શાવાયું છે. પોલીસે દરોડામાં 24 હજારની દારૂની બે બોટલ અને ચાર ગ્લાસ જપ્ત કર્યા છે પરંતુ, દારૂના નશામાં ફક્ત બે જ લોકો હોવાનું દર્શાવ્યું છે. આ સિવાય બે આરોપીઓના નામમાં અટક પણ ખોટી લખવામાં આવી છે. આ બધા જ સવાલો પર પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. 

શું હતી ઘટના? 

ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની સ્કૉચ વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

આ પણ વાંચોઃ ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત

લીસે ઘટનાસ્થળેથી સાત લોકોની ધરપકડ કરી હતી

  • કિરીટ રમેશભાઈ પટેલ (ઉંમર 60, બેન્કર્સ કોલોની, ભુજ)
  • ચંદ્રકાન્ત જાદવજી પટેલ (ઉંમર 65, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ)
  • જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (ઉંમર 54, મુંદરા રીલોકેશન સાઈટ)
  • ચિરાગ બળદેવભાઈ ડોડીયા (ઉંમર 40, રજવાડી બંગ્લો, ભુજ)
  • સંજય પ્રવિણભાઈ પટેલ (ઉંમર 40, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ)
  • નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (ઉંમર 34, ઓધવપાર્ક-02, પ્રમુખ સ્વામીનગર, ભુજ)
  • અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (ઉંમર 68, શિવકૃપાનગર, ભુજ)

પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂ. 10 લાખની વોક્સવેગન કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ પીધેલા બે શખ્સો સામે અલગ ગુનો નોંધાયો

ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai...

જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |…

જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |...

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ…’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme…

'અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ...' રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

2 months ago
જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ | Jafrabad …

જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ | Jafrabad …

9 months ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

5 months ago
‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News