gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર, બધુ બંધ કરાવો…’, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ | Ban loudsp…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર, બધુ બંધ કરાવો…’, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ | Ban loudsp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former justice Rohinton Nariman Says Ban Loudspeakers Across All Religious Sites: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિંટન નરીમાને તાજેતરમાં જ દેશભરની ધાર્મિક સંસ્થાઓમાં વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, આવી ધાર્મિક સંસ્થાઓ પછી ભલે તે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા કે અન્ય કોઈપણ ધાર્મિક સ્થળ હોય, તેમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે જાહેર આરોગ્ય માટે ખતરો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આના પર પ્રતિબંધ ન મૂકવામાં આવે, તો તે જાહેર આરોગ્ય પર સીધી અને મોટા પાયે અસર કરી શકે છે.

તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર અને ઘંટ વગાડવા જેવી ધાર્મિક અભિવ્યક્તિઓ નાગરિકોના સ્વાસ્થ્ય અને શાંતિપૂર્ણ જીવનના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. તેથી, પક્ષપાતના આરોપોને ટાળવા માટે તમામ ધર્મોમાં આને સમાન રીતે નિયંત્રિત કરવા જોઈએ.

ભગવાનને બહેરા બનાવી રહ્યા છે

રિટાયર્ડ જસ્ટિસ રોહિન્ટન નરીમાને આ વાત તાજેતરમાં તિરુવનંતપુરમના પ્રેસ ક્લબમાં કેએમ બશીર મેમોરિયલ લેક્ચર દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે આજકાલ દરેક ધર્મ પોત-પોતાના વિરોધમાં વધુ જોરથી અવાજ ઉઠાવી રહ્યો છે અને ભગવાનને બહેરા બનાવી રહ્યા છે. મને લાગે છે કે કાં તો કોઈ મસ્જિદના લાઉડસ્પીકર પર બૂમો પાડી રહ્યા છે અથવા કોઈ મંદિરના ઘંટ જોર-જોરથી વગાડી રહ્યું છે. આ બધું બંધ થવું જોઈએ કારણ કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે.’

તમામ રાજ્યોને કરી અપીલ

તેમણે આગળ કહ્યું કે, ‘જો તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તો તે સીધુ સ્વાસ્થ્યના દાયરામાં આવે છે, અને મારું માનવું છે કે દરેક રાજ્યએ શક્ય તેટલી વહેલી તકે મસ્જિદો અને મંદિરોમાં લાઉડસ્પીકર અને ઘંટ વગાડવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી સવાર-સવારમાં લોકોને મુશ્કેલી ન પડે અને તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચે.  આ ફરીથી એક એવી બાબત છે જેને રાજ્યએ પોતાના હાથમાં લેવી જોઈએ અને તેને દરેક પર સમાન રીતે લાગુ કરવી જોઈએ જેથી તમે ફરીથી એવું ન કહી શકો કે તમે અમુક પક્ષને ટેકો આપી રહ્યા છો અથવા અમુક પક્ષનો વિરોધ કરી રહ્યા છો. તમારે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. તમે ઓડિટોરિયમમાં લાઉડસ્પીકર લગાવી શકો છો જ્યાં દરેક વ્યક્તિ કોઈને સાંભળવા માંગે છે અને કંઈ બહાર આવતું નથી, પરંતુ તમે બહાર લાઉડસ્પીકર ન લગાવી શકો જેનાથી શોર અને ઉપદ્રવ થાય છે.’ 

આ પણ વાંચો: ‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ

બંધારણની પ્રસ્તાવના યાદ કરાવી

આ ચર્ચાને બંધારણીય સંદર્ભમાં મૂકતા તેમણે યાદ અપાવ્યું કે, ‘પ્રસ્તાવના ‘અમે ભારતના લોકો’થી શરૂ થાય છે, જેમાં દરેક નાગરિકો સામેલ છે, ન માત્ર બહુમતી અથવા કોઈ એક સમુદાય. ‘અમે ભારતના લોકો’નો અર્થ ભારતની બહુમતી અથવા ભારતની પુખ્ત પુરુષ વસતી નથી. તેનો અર્થ ‘અમે ભારતના લોકો’ છે. તેથી, આપણે બધા ભારતના લોકો છીએ. આ એક એવી વાત છે જેને ક્યારેય ભૂલવી ન જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો...

‘કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી | if kangana ranaut comes s…

'કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજો...' વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી | if kangana ranaut comes s...

ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર | gujarat govt e…

ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર | gujarat govt e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

3 months ago
અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

10 months ago
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

2 weeks ago
રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ | rajkot khetla a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News