gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in Business
0 0
0
મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત પર અમેરિકાની ટેરિફ વધવાની શકયતા : ફોરેન ફંડોની ધૂમ વેચવાલી

મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ યુક્રેન મામલે રશીયા પર વધુ અમેરિકા, યુરોપના દેશોના તોળાતા વધુ પ્રતિબંધો સાથે ભારત અને ચાઈના પર પણ અમેરિકાની ટેરિફ વધારવાની ચીમકીને લઈ સેન્ટીમેન્ટ ડહોળાવા લાગતાં આજે ભારતીય શેર બજારોમાં પણ મોટા ગાબડાં પડયા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પણ હાલ તુરત ઘોંચમાં પડી હોવાના અને ટેરિફ વધારવાની ટ્રમ્પની ચેતવણીને લઈ ફંડો, ખેલંદાઓ સતત સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલ રહ્યા હતા. જીએસટી દરોમાં ઘટાડાને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું હોવા સાથે તહેવારોની સીઝનમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, વાહનોની ખરીદી એકંદર અપેક્ષિત નહીં હોવાના અહેવાલોએ આજે સતત શેરોમાં વેચવાલી રહી હતી. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ  વેચવાલી તેમ જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ફાર્મા-હેલ્થકેર, રિયાલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. સેન્સેક્સ ૫૫૫.૯૫ પોઈન્ટ તૂટીને ૮૧૧૫૯.૬૮ અને નિફટી ૫૦ સ્પોટ ૧૬૬.૦૫ પોઈન્ટ તૂટીને ૨૪૮૯૦.૮૫ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૫૬૦ પોઈન્ટ તૂટયો : ટાટા મોટર્સ રૂ.૧૯ તૂટી રૂ.૬૬૪ : એમઆરએફ, ટીઆઈ ઘટયા

તહેવારોની સીઝન છતાં વાહનોની ખરીદી અપેક્ષિત નહીં  હોવાનું અને જીએસટીનું પોઝિટીવ પરિબળ બજારે ડિસ્કાઉન્ટ કરી દેવા સાથે ટેરિફ મામલે ચિંતા યથાવત રહેતાં ઓટોમોબાઈલ શેરોમાં સતત વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ દ્વારા સાયબર હુમલાને લઈ ઉત્પાદન ઠપ્પ રહેતાં નેગેટીવ અસરે શેરમાં સતત વેચવાલીએ રૂ.૧૮.૫૦ તૂટીને રૂ.૬૬૪.૨૫ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૨.૪૬ ઘટીને રૂ.૧૦૫.૪૫, એમઆરએફ રૂ.૩૪૧૩.૧૦ તૂટીને રૂ.૧,૫૦,૩૫૪.૨૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૨.૬૫ ઘટીને રૂ.૩૨૦૭.૩૫, ટીવીએસ મોટર રૂ.૪૫.૯૦ ઘટીને રૂ.૩૪૦૬.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૬.૮૦ ઘટીને રૂ.૩૫૨૭.૮૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૨૩૮૬.૩૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૧.૯૦ ઘટીને રૂ.૨૭૩૫.૮૫, બોશ રૂ.૨૫૮.૫૦ ઘટીને રૂ.૩૮,૪૯૭.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૬૦.૩૬ પોઈન્ટ તૂટીને ૫૯૮૧૯.૫૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૬૪૪ પોઈન્ટ તૂટયો : વ્હર્લપુલ, કલ્યાણ જવેલર્સ, ટાઈટન, એશીયન પેઈન્ટ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સમાં પણ જીએસટીમાં ઘટાડાની  પોઝિટીવ અસર ઓસરવા લાગી અપેક્ષિત માંગના અભાવે ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૪૬.૯૫ ઘટીને રૂ.૧૨૪૯.૮૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૪૬૨.૫૫, એશીયન પેઈન્ટ રૂ.૫૪.૯૦ ઘટીને રૂ.૨૪૦૨.૯૫, બાટા ઈન્ડિયા રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૧૧૮૮.૩૦, ટાઈટન રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૩૩૭૮.૧૫, બર્જર પેઈન્ટ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૫૩૦.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૩.૮૬ પોઈન્ટ તૂટીને ૫૯૫૧૨.૬૮ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૩૮૦ પોઈન્ટ તૂટયો : ડાયનાકોન્સ રૂ.૪૭ તૂટયો : ઓરિએન્ટ, તાન્લા, માઈન્ડટેક ઘટયા

અમેરિકાએ એચ-૧બી વીઝા ફી વનટાઈમ એક લાખ ડોલર લેવાના લીધેલા નિર્ણયની નેગેટીવ અસર બાદ હવે એચ-૧બી વીઝા લોટરી સિસ્ટમ બંધ કરીને પગાર મુજબ વીઝા સિસ્ટમ લાગુ કરવાની વિચારણાએ પણ ફંડોની આઈટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ રૂ.૪૬.૬૦ તૂટીને રૂ.૮૮૪.૫૦, ઓરિએન્ટ ટેક રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૩૪૬.૩૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૭૨૦.૭૦, માઈન્ડટેક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૨૩૩.૨૦, ૬૩ મૂન્સ રૂ.૨૪.૯૦ ઘટીને રૂ.૮૮૯.૯૦, ક્વિક હિલ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૩૧૩.૨૦, એડીએસએલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૮૪.૭૦, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૨.૨૦ ઘટીને રૂ.૬૮૨.૯૦, ડાટામેટિક્સ રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૮૭૬.૬૫ ટીસીએસ રૂ.૭૫.૮૦ ઘટીને રૂ.૨૯૬૦.૩૫  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૮૦.૮૬ પોઈન્ટ તૂટીને ૩૪૧૪૯.૫૫ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ઓફલોડિંગ : પ્રેસ્ટિજ રૂ.૪૪, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૫૧, લોઢા રૂ.૨૯, ડીએલએફ રૂ.૧૩ ઘટયા

રિયાલ્ટી ક્ષેત્રે પ્રોપર્ટીની માંગ ઘટી રહી હોવાનું અને  ભાવો પણ ઘટવાના અંદાજો મૂકાવા લાગતાં ફંડોની રિયાલ્ટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૩.૮૫ ઘટીને રૂ.૧૫૨૯.૪૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૯૬૭.૭૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૯.૨૫ ઘટીને રૂ.૧૧૪૯.૨૫, ડીએલએફ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૭૨૦.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૫૯૯.૦૫, ફિનિક્સ મિલ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૧૫૬૪.૩૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૧૭.૫૨ પોઈન્ટ ઘટીને ૬૭૯૭.૧૨ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વધી રહેલી વેચવાલી : સિગાચી, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક, કેપલિન, એસએમએસ ફાર્મા તૂટયા

અમેરિકાના આઈટી કંપનીઓને નિશાન બનાવાયા બાદ હવે ફાર્મા ક્ષેત્રે ભારતની નિકાસોને અસર કરે એવા પગલાં અપેક્ષિત હોવાની અટકળોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ વેચવાલી સતત વધતી જોવાઈ હતી. સિગાચી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૩૯.૦૯, ક્રિષ્ના રૂ.૩૨ ઘટીને રૂ.૮૧૩.૮૦, કેપલિન પોઈન્ટ રૂ.૮૧.૭૫ ઘટીને રૂ.૨૧૮૦.૩૫, એસએમએસ ફાર્મા રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૭૦.૪૦, શેલબી રૂ.૭.૪૦ ઘટીને રૂ.૨૫૧.૧૦, એફડીસી રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૪૬૪.૭૦, બજાજ હેલ્થકેર રૂ.૧૩ ઘટીને રૂ.૪૯૩.૭૦, મેટ્રોપોલિસ રૂ.૫૧.૧૦ ઘટીને રૂ.૨૦૨૮.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૧.૫૦ પોઈન્ટ ઘટીને ૪૩૯૮૭.૯૮ બંધ રહ્યો હતો.

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, થર્મેક્સ, એસ્ટ્રલ, કિર્લોસ્કર એન્જિન, આઈનોક્સ વિન્ડ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, પોલીકેબ તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ધૂમ વેચવાલી રહી હતી. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૩૫૯.૨૦, થર્મેક્સ રૂ.૮૨.૧૫ ઘટીને રૂ.૩૨૩૩.૫૫, એસ્ટ્રલ રૂ.૩૪.૩૦ ઘટીને રૂ.૧૪૦૫.૫૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૯૪૯.૧૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૪૧.૨૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૧.૧૫ ઘટીને રૂ.૪૨૬૯.૭૫, પોલીકેબ રૂ.૧૨૭.૬૫ ઘટીને રૂ.૭૪૦૫.૫૫, સિમેન્સ રૂ.૪૭.૫૫ ઘટીને રૂ.૩૧૫૫.૨૦, જયોતી સીએનસી રૂ.૧૩ ઘટીને રૂ.૮૮૭.૬૫, એબીબી ઈન્ડિયા રૂ.૪૧.૨૫ ઘટીને રૂ.૫૧૯૭.૫૦ રહ્યા હતા.

મોટી મંદીના એંધાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલીએ ગાબડાં પડયા : ૨૭૯૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત ધોવાણ સાથે આજે સ્મોલ,મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો, ખેલંદાઓએ મોટાપાયે હેમરિંગ કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૯૨  અને ઘટનારની સંખ્યા ૨૭૯૩ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૨૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં મોટા ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૨૧ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

નડિયાદ ટીપી-2મા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ અંગે કમિશનર અજાણ | Commissioner unaware of construct…

નડિયાદ ટીપી-2મા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ અંગે કમિશનર અજાણ | Commissioner unaware of construct...

આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr…

આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

3 months ago
સુરત: ISPLની ઓપનિંગ સેરેમનીમાં બિગ-બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો | Amitabh …

સુરત: ISPLની ઓપનિંગ સેરેમનીમાં બિગ-બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો | Amitabh …

3 months ago
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

5 months ago
‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News