gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…
1
VIEWS
Share on FacebookShare on Twitter

TMC In Supreme Court : પશ્ચિમ બંગાળમાં ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, જોકે તે પહેલા સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે (TMC) મતગણતરીની પ્રક્રિયામાં કેન્દ્રીય પર્યવેક્ષકોની નિમણૂક મામલે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોલકત્તા હાઇકોર્ટે 30 એપ્રિલે TMCની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં પક્ષે મતગણતરી માટે માત્ર કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઇકોર્ટના આ આદેશ વિરુદ્ધ હવે ટીએમસીએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે.

મતગણતરીમાં મોટો ખેલ થવાની TMCને આશંકા !

તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે, ‘મતગણતરીમાં માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો(PSU)ના સ્ટાફને પર્યવેક્ષક તરીકે રાખવાનો નિર્ણય લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. આ નિર્ણયથી મતગણતરીની નિષ્પક્ષતા પ્રભાવિત થઈ શકે છે અને પ્રક્રિયા પર શંકા પેદા થઈ શકે છે. આ પ્રક્રિયામાં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ પર્યવેક્ષક તરીકે સામેલ કરવા જોઈએ જેથી તમામ પક્ષોની સમાન ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.

સુપ્રીમ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે તેવી ટીએમસીને આશા

ચૂંટણી પંચના આ નિર્ણયને પડકારતી ટીએમસીની અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પક્ષને આશા છે કે, સર્વોચ્ચ અદાલત તેમની દલીલોને ગંભીરતાથી સાંભળીને મતગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે યોગ્ય દિશાનિર્દેશો આપશે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં 15 બૂથો પર કાલે ફરી મતદાન, ધાંધલની ફરિયાદો બાદ ECનો મોટો નિર્ણય

15 મતદાન કેન્દ્રો પર બીજી મેએ ફરી મતદાન

આ પહેલા પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે 15 બૂથો પર ફેર મતદાન યોજવાની જાહેરાત કરી છે. આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર 2 મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે. આ કેન્દ્રો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ 15 મતદાન કેન્દ્રોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે જ્યાં અગાઉના મતદાન દરમિયાન અનિયમિતતાઓની ફરિયાદો મળી હતી.

ફાલ્ટામાં 30થી વધુ બૂથો પર પણ ફરી મતદાન

ચૂંટણીની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પંચ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 15 બૂથો પર રીપોલિંગની જાહેરાત સાથે જ ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના 30થી વધુ બૂથો પણ ફરી મતદાનના દાયરામાં આવી શકે તેવી શક્યતા છે. ફાલ્ટામાં ભાજપ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઈવીએમમાં તેમના ચૂંટણી ચિહ્ન પર ટેપ લગાવીને છેડછાડ કરવામાં આવી હતી જેથી મતદારો તેમને મત આપી ન શકે. ચૂંટણી પંચે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ વધુ નિર્ણય લેવામાં આવશે.

હિંસા સહિતની ઘટનાઓ બાદ ફેર મતદાનની જાહેરાત

30 એપ્રિલના અહેવાલો મુજબ બીજા તબક્કાના મતદાન વખતે રાજ્યના અનેક ભાગોમાં હિંસક ઘટનાઓ બની હતી જેમાં કુલ 77 બૂથો પર ફેર મતદાનની માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ 77 બૂથોમાંથી 64 બૂથ માત્ર ડાયમંડ હાર્બર વિસ્તારના છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી સાંસદ છે. અન્ય ઘટનાઓમાં બારાનગરના એક બૂથ પર 5 વખત ઈવીએમ બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતાં અનેક લોકો પરત ફર્યા હતા જ્યારે નોઆપાડામાં ડમી ઈવીએમ દ્વારા મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ આ તમામ વિગતોની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે.

આ પણ વાંચો : પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો… LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…

'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...': જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય...

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: દુશ્મનોના રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, જાણો વિશેષતા | INS Ma…

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: દુશ્મનોના રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, જાણો વિશેષતા | INS Ma...

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi…

બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi…

4 months ago
Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

1 month ago
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

10 months ago
અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News