gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Express Pilot Assaults Passenger: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ(T1) પર સુરક્ષા તપાસ દરમિયાન એક પાયલટ દ્વારા સામાન્ય મુસાફર પર હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે કથિત રીતે અંકિત દીવાન નામના મુસાફર પર હુમલો કર્યો હતો, જેના કારણે મુસાફરના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટના બાદ એરલાઇને તાત્કાલિક પગલાં ભરીને આરોપી પાયલટને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધો છે.

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો 2 - image

શું હતી સમગ્ર ઘટના?

પીડિત મુસાફર અંકિત દીવાન પોતાની પત્ની, 7 વર્ષની પુત્રી અને 4 મહિનાની નાની બાળકી સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વેકેશન પર જઈ રહ્યા હતા. નાની બાળકીના સ્ટ્રોલરને કારણે એરપોર્ટ સ્ટાફે તેમને ‘સ્ટાફ સિક્યોરિટી લાઇન’નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. 

અંકિતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, લાઈનમાં કેટલાક સ્ટાફ મેમ્બર્સ આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે અમે આ બાબતે વાંધો ઉઠાવ્યો, ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલ(જેઓ તે દિવસે ઓફ-ડ્યુટી હતા અને ઇન્ડિગોની ફ્લાઈટમાં બેંગલુરુ જઈ રહ્યા હતા) ગુસ્સે થઈ ગયા હતા. વાત એટલી વધી ગઈ કે પાયલટે અંકિત પર હાથ ઉપાડી દીધો.

અંકિતે પોતાની પોસ્ટમાં ચહેરા પર લોહીવાળો ફોટો શેર કર્યો અને લખ્યું, “મારું લોહી નીકળી આવ્યું. મારી 7 વર્ષની દીકરીએ આ બધું નજરે જોયું અને તે હજુ પણ આઘાતમાં છે.’ તેમણે એમ પણ જણાવ્યું કે પાયલટના શર્ટ પર પણ તેમના લોહીના ડાઘા પડ્યા હતા.

પીડિતનો આક્ષેપ: ફરિયાદ ન કરવા માટે દબાણ કરાયું

આ ઘટના પછી અંકિતે એવો આક્ષેપ કર્યો છે કે, ‘મને પરાણે એક પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેમાં એવું લખવાનું હતું કે હું આ મામલાને આગળ નહીં વધારું. જો હું આવું ન કરું તો મારી ફ્લાઈટ છૂટી જાય તેમ હતી અને વેકેશન માટેનું 1.2 લાખ રૂપિયાનું બુકિંગ પણ પાણીમાં જાય તેમ હતું.’ તેમણે દિલ્હી પોલીસને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો કે, ‘શું હું પાછો આવ્યા પછી ફરિયાદ નોંધાવી શકું નહીં? શું ત્યાં સુધીમાં CCTV ફૂટેજ ગાયબ થઈ જશે?’

એરલાઇનની પ્રતિક્રિયા

એર ઈન્ડિયા એક્સપ્રેસે આ મામલે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. એરલાઈને નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, ‘દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. આમાં અમારો એક કર્મચારી સામેલ હતો જે બીજી એરલાઈનમાં પેસેન્જર તરીકે મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનાને કારણે જે પણ તકલીફ પડી છે તે માટે અમે દિલથી માફી માંગીએ છીએ અને આવા વર્તનને સખત વખોડીએ છીએ. સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સત્તાવાર ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને પૂરી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

એરલાઈને વધુમાં ઉમેર્યું હતું કે, ‘જ્યાં સુધી કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે આ બાબતે જાહેરમાં કોઈ ટિપ્પણી કરીશું નહીં, પરંતુ તમે ખાતરી રાખજો કે આ મામલો પૂરેપૂરો અમારી નજરમાં છે. અમે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય એજન્સીઓને પૂરેપૂરો સહયોગ આપવા માટે વચનબદ્ધ છીએ.’

ગંભીર સવાલ

આ ઘટનાએ એરપોર્ટ પર સ્ટાફના વર્તન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ પાયલટ જમીન પર પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકતો નથી, તો તે હજારો ફૂટની ઊંચાઈએ સેંકડો મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકે?

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI...

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં | Major Tr…

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં | Major Tr...

જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ…

જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

6 months ago
કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

7 months ago
સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

3 months ago
ગેડીથી પરનાળાને જોડતાં ક્રોઝવેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં હાશકારો | Cheers as repair work on crosswa…

ગેડીથી પરનાળાને જોડતાં ક્રોઝવેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં હાશકારો | Cheers as repair work on crosswa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News