gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in INDIA
0 0
0
મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Assembly Election 2026: ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે ભાજપે મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના વિવિધ સમીકરણોને સાધી શકાય. બંગાળમાં ચૂંટણી જંગ આ વખતે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે કારણ કે ભાજપ ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે.

ભાજપે પશ્ચિમ બંગાળમાં 144 ઉમેદવારોની યાદી જાહેર કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને ટિકિટ આપી છે. ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકથી શુભેન્દુ અધિકારીને બે બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2000 મતથી હરાવ્યા હતા. બાદમાં ભવાનીપુરથી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત વખત જીત હાંસલ કરી હતી.

ભાજપે કેરલમમાં 47 ઉમેદવારોના નામની જાહેરાત કરી

બીજી તરફ, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય કેરલમમાં પણ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પક્ષે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના પાયાના કાર્યકરોથી લઈને જાણીતા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેરલમમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે. કેરલમમાં પરંપરાગત રીતે ચાલતા આવતા રાજકીય ગઠબંધનો વચ્ચે ભાજપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા માટે આ ઉમેદવારો દ્વારા જનતા સુધી પહોંચશે. બંને રાજ્યોમાં ઉમેદવારોની આ જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નેમોનથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર ચૂંટણી લડશે. ત્યારે કઝાક્કુટ્ટમથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને ઉતાર્યા છે. ભાજપે મલયાલમની જાણિતા લેખત આર.શ્રીલેખાને વટ્ટિયૂરકાવુથી ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને મંજેશ્વરથી અને પી.કે.કૃષ્ણદાસને કાટ્ટાકાડાથી ટિકિટ આપી છે.

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

જણાવી દઈએ કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.

ગુજરાતમાં એક બેઠક પર પેટા ચૂંટણી

ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે. 

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?

  • પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
  • તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
  • કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
  • આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
  • પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…
INDIA

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

March 16, 2026
ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…
INDIA

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

March 16, 2026
ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …
INDIA

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

March 16, 2026
Next Post
રાજ્યસભા ચૂંટણીમાં થયો મોટો ‘ખેલ’! વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું, NDAની ક્લીન સ્વીપ નક્કી | b…

રાજ્યસભા ચૂંટણીમાં થયો મોટો 'ખેલ'! વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું, NDAની ક્લીન સ્વીપ નક્કી | b...

ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes…

ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes...

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

7 months ago
વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ…

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ…

12 months ago
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

7 months ago
BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ | Associa…

BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ | Associa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News