gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના 22 ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના’ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઈશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જોકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઈનકાર કરી દીધો છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા, નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું સંસદમાં સંબોધન

આદિત્ય ઠાકરેનો દાવો

શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું નામ લીધા વિના,  વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે, “એક શાસક પક્ષ અને બે જૂથો છે. એક જૂથના બાવીસ ધારાસભ્યો મુખ્યમંત્રીની નજીક આવી ગયા છે. તેમની પાસે સારા પૈસા છે અને તેઓ તેમના ઇશારા પર નાચી રહ્યા છે. આ 22 ધારાસભ્યો પક્ષપલટો કરવા માટે તૈયાર છે.’

વિપક્ષી નેતાઓથી કેમ ડરે છે? : આદિત્ય ઠાકરે

વર્લીના ધારાસભ્ય ઠાકરેએ કહ્યું કે, આ 22 ધારાસભ્યોમાંથી એક પોતાને “ઉપ-કેપ્ટન” કહે છે. તેઓ આડકતરી રીતે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભૂતકાળમાં, શિવસેના (UBT) એ દાવો કર્યો હતો કે, સામંતને શિંદે અને અજિત પવાર સાથે રાજ્યના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓની નિમણૂક અંગે નિષ્ક્રિયતાના મુદ્દા અંગે, આદિત્ય ઠાકરેએ પ્રશ્ન કર્યો કે સરકાર વિપક્ષી નેતાઓથી કેમ ડરે છે?

મુખ્યમંત્રીનો જવાબ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિત્ય ઠાકરેને જવાબ આપતા કહ્યું, “જો કોઈ આવું કહે છે, તો કાલે કોઈ બીજું દાવો કરી શકે છે કે આદિત્ય ઠાકરેના 20 ધારાસભ્યો પણ ભાજપમાં છે. ફક્ત આવું કહેવાનો કોઈ અર્થ નથી.” તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપને તેમના ધારાસભ્યોને લેવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ ‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી

નોંધનીય છે કે, જૂન, 2022માં શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ શિવસેનાનું વિભાજન થઈ ગયું હતું. જેના કારણે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી, 2024માં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, એકનાથ શિંદેના નેતૃત્વવાળું જૂથ ‘અસલી’ શિવસેના છે, જે ભાજપ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે રાજ્યમાં સત્તાધારી મહાયુતિનું એક ઘટક છે. 

શિવસેના (UBT)ના નેતા ભાસ્કર જાધવને તેમની પાર્ટી દ્વારા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે, પરંતુ કેબિનેટ સ્તરની આ નિમણૂક અંગે સ્પીકર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિવસેના (UBT) 20 ધારાસભ્યો સાથે નીચલા ગૃહમાં સૌથી મોટો વિરોધ પક્ષ છે.

વિરોધ પક્ષના નેતાનો નિયમ

અગાઉ, જાધવે રાજ્ય વિધાનસભાને પત્ર લખીને જાણવા માંગ્યું હતું કે, શું એવો કોઈ નિયમ છે કે વિરોધ પક્ષ પાસે વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો કરવા માટે વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા (288 માંથી 29 બેઠકો) હોવી જોઈએ. નોંધનીય છે કે, ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષની કારમી હાર બાદ, કોઈપણ પક્ષ કુલ 288 બેઠકોમાંથી 10 ટકા બેઠકો જીતી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

શિવસેના (UBT)ના પૂર્વ સભ્ય વિધાન પરિષદ (MLC) અંબાદાસ દાનવેનો વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકેનો કાર્યકાળ ઓગસ્ટમાં સમાપ્ત થયો હતો. કોંગ્રેસે તેમના MLC સતેજ પાટિલને ઉપલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે નામાંકિત કર્યા છે. 

રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે, તેમના કાર્યાલયને વિરોધ પક્ષના નેતાની નિમણૂક માટે એક પ્રસ્તાવ મળ્યો છે અને હિતધારકો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…
INDIA

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…

May 5, 2026
એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…
INDIA

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

May 5, 2026
‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …
INDIA

‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …

May 5, 2026
Next Post
ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl...

દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques…

દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques...

‘વાઈબ્રન્ટ ગુજરાત’નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર | vibra…

'વાઈબ્રન્ટ ગુજરાત'નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર | vibra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…

8 months ago
VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ…

VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ…

5 months ago
અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

1 year ago
કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા, એક મહિલા પકડાઈ | Mobile and purses o…

કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા, એક મહિલા પકડાઈ | Mobile and purses o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News