gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Election Results: મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલાં યોજાયેલી 288 નગર પરિષદ અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ 129 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને કુલ 200થી વધુ બેઠકો (ભાજપ 129, શિંદે જૂથ 51, અજીત પવાર જૂથ 33) જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. બીજી તરફ, વિપક્ષી મહાવિકાસ અઘાડી(MVA) માત્ર 50 બેઠકોમાં સમેટાઈ ગયું છે, જેમાં કોંગ્રેસને 35 અને ઉદ્ધવ-શરદ પવાર જૂથને ફાળે માત્ર 8-8 બેઠકો આવી છે. આ ચૂંટણી પરિણામે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, રાજ્યની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે. 

સાથી પક્ષો પર નિર્ભરતા ઘટાડવાનો સંકેત

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે. પાર્ટીએ આ સ્થાનિક જંગને પણ સામાન્ય ચૂંટણીની જેમ પૂરી ગંભીરતાથી લડીને જંગી સફળતા મેળવી છે. આ વિજય ભાજપના ‘શતપ્રતિશત ભાજપ’ના એ લાંબાગાળાના વિઝન તરફ સંકેત આપે છે, જેમાં પક્ષ ભવિષ્યમાં કોઈ પણ સાથી પક્ષના ટેકા વગર એકલે હાથે સત્તા મેળવવા માંગે છે.

દેવેન્દ્ર ફડણવીસ માટે આ પરિણામો કેવા રહ્યા?

ભાજપે આ વિજયનો શ્રેય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ અને રણનીતિને આપ્યો છે. સાથી પક્ષો સાથેના આંતરિક વિખવાદ અને પડકારો વચ્ચે પણ ગઠબંધનને એકજૂથ રાખી ફડણવીસે 38 રેલીઓ દ્વારા પક્ષને જીત અપાવી છે. ફડણવીસે આ પરિણામોને સુશાસન પર જનતાની મહોર ગણાવી ભાજપને રાજ્યની નંબર-વન પાર્ટી ગણાવી છે, જ્યારે પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે આ સફળતા માટે પીએમ મોદીના નેતૃત્વ અને ફડણવીસના માર્ગદર્શનને શ્રેય આપ્યો છે.

સાથી પક્ષોમાં ફફડાટ અને વિપક્ષ માટે ખતરાની ઘંટડી

મહાયુતિની જીત છતાં ભાજપનું વધતું વર્ચસ્વ શિંદે અને અજીત પવાર જૂથ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આનાથી ભવિષ્યમાં તેમના માટે રાજકીય અવકાશ ઘટી શકે છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડી(MVA) માટે આ પરિણામો ગંભીર ચેતવણી છે. ખાસ કરીને શિવસેના(UBT) અને શરદ પવાર જૂથના નબળા પ્રદર્શને તેમના કાર્યકર નેટવર્કને હચમચાવી દીધું છે. ત્રણ દાયકાથી જેમના કબજામાં BMC છે તેવા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ આઘાતજનક સંકેત છે.

આ પણ વાંચો: ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી

આ હાર પર કોંગ્રેસનું શું કહેવું છે?

કોંગ્રેસે પોતાની હાર માટે મહાયુતિ સરકાર પર આક્ષેપો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ ચૂંટણીઓમાં પૈસા, બળ અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે વિપક્ષને સીધું નુકસાન થયું છે.

BMC ચૂંટણી પહેલા ભાજપનો વધતો આત્મવિશ્વાસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે 15 જાન્યુઆરીએ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ અને મહાયુતિ આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યા છે, જ્યારે MVA એ ફરી બેઠા થવા માટે ગંભીર મંથન કરવાની જરૂર છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે આ જંગ માત્ર સત્તાનો જ નહીં, પણ ભવિષ્યની દિશા નક્કી કરવાની લડાઈ બની રહ્યો છે. ભાજપનું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવું એ રાજ્યમાં તેની વધતી તાકાતનું પ્રતીક છે, જે મહાયુતિને મજબૂત તો કરે છે પણ સાથી પક્ષોને સતર્ક પણ કરે છે.

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…
INDIA

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…

March 26, 2026
રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…
INDIA

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

March 26, 2026
ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…
INDIA

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

March 26, 2026
Next Post
વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura...

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં ‘પેકેજ ઓફર’, પોલીસના આંખ આડા કાન? | M…

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન? | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવરા ગામની સીમમાંથી જુગાર રમતા 5 ઝડપાયા | 5 arrested for gambling in Bawra village

બાવરા ગામની સીમમાંથી જુગાર રમતા 5 ઝડપાયા | 5 arrested for gambling in Bawra village

2 months ago

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા | Planning a European Trip Learn about Hefty Fines on Tourists for These Common Actions

7 months ago
નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં શાહી કુટીર સોસાયટીમાં 7 મકાનોમાં ચોરીનો પ્રયાસ | Attempted theft in 7 h…

નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં શાહી કુટીર સોસાયટીમાં 7 મકાનોમાં ચોરીનો પ્રયાસ | Attempted theft in 7 h…

2 months ago
આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of …

આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News