gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો… છત્તીસગઢમાં માનવતા શર્મસાર | Chhatti…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in INDIA
0 0
0
મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો… છત્તીસગઢમાં માનવતા શર્મસાર | Chhatti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhatishgarh News : છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આ હુમલાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે પુરુષોની ધરપકડ કરી છે.

ભીડ વચ્ચે લાચાર મહિલા પોલીસની આજીજી

આ ઘટના 27 ડિસેમ્બર, 2025ના રોજ તમનાર બ્લોકમાં બની હતી, જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ 14 ગામોના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી. બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા અને તે હાથ જોડીને રડતી રડતી દયાની ભીખ માંગી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, “ભાઈ, કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો.” એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી, જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો ઉતારતો હતો.

પોલીસની કાર્યવાહી અને કડક કલમો

બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે (3 જાન્યુઆરી, 2026) જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે. તેમની સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવાઓને આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

રાજકીય આક્ષેપબાજી અને સુરક્ષા પર સવાલો

ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે આ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો મહિલા પોલીસ અધિકારીઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકોનું શું થશે? પ્રદેશ કોંગ્રેસના નેતા સુશીલ આનંદ શુક્લાએ આ ઘટનાને અત્યંત ભયાનક અને શરમજનક ગણાવી હતી.

શા માટે ભભૂકી હતી હિંસા?

સ્થાનિક ગ્રામજનો જિંદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા ગારે પેલમા સેક્ટર-I કોલ બ્લોકનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોને ડર છે કે ખાણકામથી તેમની આજીવિકા છીનવાઈ જશે અને તેમને વિસ્થાપિત થવું પડશે. ગત સપ્તાહે જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ભીડે પોલીસની બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સળગાવી દીધા હતા.

આ હિંસક અથડામણમાં તમનાર પોલીસ સ્ટેશનના એસએચઓ કમલા પુસામ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતા પ્રશાસને હાલમાં આ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
‘નેપાળ-બાંગ્લાદેશની જેમ શાસકોને રસ્તા પર દોડાવીને મારો…’ INLD અધ્યક્ષનું વિવાદિત નિવેદન | ‘Like Ne…

'નેપાળ-બાંગ્લાદેશની જેમ શાસકોને રસ્તા પર દોડાવીને મારો...' INLD અધ્યક્ષનું વિવાદિત નિવેદન | 'Like Ne...

KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે | Contro…

KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે | Contro...

શિક્ષણ જગત માટે શરમજનક સ્થિતિ

શિક્ષણ જગત માટે શરમજનક સ્થિતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

5 months ago
ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass…

ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass…

6 months ago
4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

6 months ago
મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News