![]()
– જુગારનો અખાડો ચલાવતા સંચાલક પકડાયા
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા, કોમ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ, મશીન મળી કુલ રૂા. 1.52 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
ભાવનગર : માર્કેટીંગ યાર્ડના ગેટની બાજુમા, મહેતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર ઉપર યંત્ર ચિત્ર પર ચાલતા જુગારના અખાડા પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકી સંચાલક સહિત ૧૯ શખ્સને રૂ.૧.૫૨ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,જાબીર દાઉદભાઈ બેલીમ (રહે. નવાજાપા ઝમ-ઝમ પેલેસ, મહુવા) તથા ઉવેશ ઉર્ફે અબ્બા સોહીલભાઈ શેખ (રહે.તારવાડીના પાછળના ખાચે, મહુવા ) તેના કબ્જા-ભોગવટાની મહુવા, માર્કેટીંગ યાર્ડના ગેટની બાજુમા, મહેતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ અજમેરી પાન ફિલ્ડ્રીકસની દુકાનની બાજુમા આવેલ બે બંધ દુકાન મુકી દુકાનમાં જય ખેતલા આપા ટી સ્ટોલ અને પાન નામની દુકાનમા ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આથક લાભ માટે દુકાનમાં મશીન મૂકી યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી જુગારની અખાડો ચલાવતા અને જુગાર રમતા જાબીર દાઉદભાઇ બેલીમ,સોહીલ બસીરભાઇ બેલીમ,માહિર તારીફભાઇ કુરેશી,અલ્તાફ હબીબભાઇ કુરેશી,જાવિદ મહમદભાઇ કાજી,સાકીર ગની અડવાણી,શાહરૂખ ઇસુબભાઇ બ્લોસ,ઇદરીશ બશીરભાઇ મલાડા,મુસ્તુ ગનીભાઇ જેઠવા,જાવેદ જહાગીરભાઇ પઠાણ ,ઈસુબ નનુભાઇ સૈયદ , શરફરાજ ઇકબાલભાઇ કુરેશી ,રાજુ રજાકભાઇ કનોજીયા,અસ્લમ આદમભાઈ કાળવાતર,રવજી ખાટાભાઇ ખેરાળા,નિઝામશા બફાતીશા મોગલ,ઇસ્માનમીયા મહેસનમીયા સૈયદ,અલી સાલેભાઈ યમની, ઉવેશ ઉર્ફે અબ્બા સોહીલભાઇ શેખને રોકડા રૂપિયા, કોમ્યુટર, પ્રિન્ટર,મોબાઈલ , મશીન મળી કુલ રૂ ૧,૫૨,૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









