gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત 

– પતિ સાથે અણબનાવ હોવાથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધીને લગ્નનો ઈન્કાર કરી દીધાનો આક્ષેપ

નડિયાદ : મહેમદાવાદમાં પતિથી અલગ રહેતી એક મહિલા સાથે પોલીસ ખાતામાં જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી ૩ વર્ષ સુધી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા બાદ હવે કોન્સ્ટેબલે લગ્ન કરવાનો ઈન્કાર દીધો હોવાનો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો છે.

મહેમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ખેડા જિલ્લા પોલીસ વડાને આપેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાના જણાવ્યા મુજબ, તેના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા, પરંતુ સાસરીમાં મનમેળ ન હોવાને કારણે તે છેલ્લા ૩ વર્ષથી તેના પિતાના ઘરે અલગ રહે છે. આ દરમિયાન મહેમદાવાદ પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ ખાતામાં જ નોકરી કરતા પ્રવિણસિંહ ભરતસિંહ ચૌહાણ સાથે તેનો પરિચય થયો હતો. આ શખ્સે મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. પોલીસ જવાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે, તે તેની સાથે લગ્ન કરશે અને મહિલાની દીકરીને પણ અપનાવી લેશે. આ પ્રકારની લાલચ આપીને આરોપી મહિલાને કઠલાલની હોટલ તેમજ અન્ય સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે તેની મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ સંબંધ સતત ૩થી ૪ વર્ષ સુધી ચાલ્યો હતો. જ્યારે પણ મહિલા લગ્નની વાત કરતી ત્યારે આરોપી બહાના બતાવી વાત ટાળી દેતો હતો, તેવો મહિલા દ્વારા આપવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સમય જતા મહિલાને જાણ થઈ હતી કે, પ્રવિણસિંહ અગાઉથી જ પરણેલો છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. આ બાબતે મહિલાએ પૂછપરછ કરતા શખ્સે જણાવ્યું હતું કે, તેની પત્ની અસ્થિર મગજની છે, એટલે તે તેને છૂટાછેડા આપીને આ ફરિયાદી મહિલા સાથે જ લગ્ન કરશે. જોકે, લાંબો સમય વીતવા છતાં આરોપીએ લગ્ન ન કરતા અને સંબંધ રાખવાની પણ ના પાડી દેતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. અંતે કોઈ રસ્તો ન દેખાતા મહિલાએ નડિયાદ ખાતે ડીએસપી કચેરીમાં અરજી આપીને ન્યાયની માંગણી કરી છે.

ગર્ભવતી બનતા દવા પીવડાવી હોવાનો આક્ષેપ

મહિલાએ પોતાની અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, આરોપી સાથેના સંબંધો દરમિયાન તે ગર્ભવતી બની હતી. જોકે, શખ્સે મહિલાને બાળક રાખવાની ના પાડી દીધી હતી. તેણે મહિલાને ધાકધમકી આપીને ગર્ભપાત કરવાની ફરજ પાડી હતી અને બળજબરીથી દવાઓ ખવડાવીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. 

ગાડીમાં અપહરણ કરી 3 દિવસ ગોંધી રાખી

અરજીમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૧૩-૦૧-૨૦૨૬ ના રોજ આરોપી મહિલાના ઘરે ઘસી આવ્યો હતો અને ગાળાગાળી કરી હતી. તેણે મહિલાને વાળ પકડીને માર માર્યો હતો અને ઢસડીને પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી. આ પછી તે મહિલાને અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં ૩ દિવસ સુધી ગોંધી રાખી હતી. આરોપીએ એવી ધમકી આપી છે કે તે પોલીસમાં નોકરી કરે છે એટલે મહિલા ફરિયાદ કરશે તો તેના પર જ ખોટા કેસો કરીને જેલમાં પુરાવી દેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S…

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S...

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste...

સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000…

સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather …

પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather …

7 months ago
દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

3 months ago
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

10 months ago
4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News