gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટીમેટમ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટીમેટમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Municipal Corporation: મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરવામાં આવેલાં 24 ગામો પૈકીના તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા વગેરે ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના તાવડિયા ગામમાં ગઈકાલે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડવામાં આવ્યા બાદ આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકા સામે બાંયો ચઢાવી ચૂંટણી બહિષ્કારનો બુંગિયો ફૂંક્યો છે. ગ્રામજનોએ તો ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં નહીં પ્રવેશવાનું અલ્ટીમેટમ આપવા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતાં મહેસાણાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

મહેસાણા મહાપાલિકામાં સમાવેશ સામે લોકોમાં આક્રોશ

નવરચિત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નજીકના બે ડઝન જેટલા ગામોને સમાવવામાં આવ્યા છે. જો કે, મહાપાલિકામાં સમાવેશ કરવા સામે તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા (કુકસ) વગેરે ગામોના લોકોએ ભારે વિરોધ કર્યો છે.

ચૂંટણી બહિષ્કારના બેનર લગાડતા રાજકારણ ગરમાયું

દરમિયાનમાં ગઈકાલે તાવડિયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડ્યા હતા. જેના પગલે આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કરી ગામમાં ‘કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવેશ કરવો નહીં’ તેવા બેનરો લગાવી દીધાં હતાં. જેના પગલે સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગોપનીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકીય ખેરખાઓએ તાવડિયા, ઉચરપી વગેરે ગામોના લોકોને ચૂંટણીમાં મતદાન કરવા સમજાવવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે, વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો રસ્તાઓ તથા ઔદ્યોગિક વસાહતો ઉભી કરવાના ખપ્પરમાં હોમાઈ રહી હોવાનો ચણભણાટ લોકોમાં થતો હતો.

ચૂંટણી લડવા માંગતા મૂરતિયા ચિંતામાં મુકાયાં

ગ્રામજનોને ખેતીની જમીનો કપાત થતાં તેમના જીવન નિર્વાહની તકલીફની સાથે તેમના ખેડૂત તરીકેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવે છે. ગામના સીમાડા પર માંડ એકાદ કિલોમીટરના અંતરે બે હાઈવે રાધનપુર-શામળાજી-ઈડર પસાર થનાર છે. આ બંને હાઈવે વચ્ચે 80 મીટરનો રીંગ રોડ મંજૂર કરાયો છે. આટલું ઓછું હોય તેમ 24 મીટરના ટી.પી. રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોની ખેતીલાયક જમીનોને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમાવી લેવા આવી છે. ગ્રામજનોએ બળાપો ઠાલવતાં કહ્યું કે, જો જીઆઈડીસીમાં ઈન્ડસ્ટ્રી ઝોનની પરવાનગી મેળવ્યા બાદ આખરે તો શોપિંગ સેન્ટર તથા રહેણાંકી મકાનો બનાવવાના હોય તો નવા ઝોન માટે ખેતીલાયક જમીનોને છીનવી લઈને ખેડૂતોને બરબાદ નહીં કરવા અનુરોધ કર્યો હતો.

સને 2047ના આયોજનના નામે ખેડૂતોને પાયમાલ કરાઈ રહ્યાં છે

ઉચરપી ગામના ખેડૂત અગ્રણીએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે, ઉચરપી ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભી રહ્યાં છે. અહીં આશરે 240 ફૂટ એટલે કે, 80 ફૂટ પહોળા રસ્તાઓ અને જુદી જુદી ટી.પી. સ્કીમોના લીધે ગ્રામજનોની 50% થી વધુ જમીન કપાતમાં જઈ રહી છે. ખોબા જેવડા ગામના ખેડૂતોને પાયમાલી તરફ ધકેલતાં વર્ષ 2047ના આયોજન સામે લોકોનો વિરોધ જાગ્યો છે.

આ પણ વાંચો: જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ, મનપા ચૂંટણીમાં ‘ગુજસીટોક’ના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાને!

જો જમીન જ નહીં હોય તો પશુપાલન પર નભતા લોકોનો દૂધનો વ્યવસાય ભાંગી પડવાની સાથે આજીવિકા પણ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગામની કપાત થતી જમીનમાં નવા રસ્તાઓ, ઔદ્યોગિક વસાહત નિર્માણને રદ કરવા અને ફરીથી એગ્રિકલ્ચર ઝોનમાં સમાવવાની માંગણી લોકો કરી રહ્યાં છે. જ્યાં સુધી ઉચરપી ગામના લોકોની માગણી સામે હકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ આગામી વિધાનસભા સહિતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અને રાજકીય નેતાઓને ગામમાં નહીં પ્રવેશવા દેવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…
GUJARAT

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

April 11, 2026
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…
GUJARAT

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

April 11, 2026
Next Post
કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર...

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા...

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

4 months ago
એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

7 months ago
ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

1 month ago
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News