વડોદરા,માંજલપુરની ગટરના ઊંડા ખાડામાં પડી જવાથી યુવાનનું મોત થવાના કિસ્સામાં પોલીસે વધુ ૭ વ્યક્તિઓના નિવેદનો લીધા છે. જોકે, હજી કોર્પોરેશન પાસેથી માહિતી મળી નથી.
માંજલપુર કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષના વિપુલસિંહ મોહનસિંહ ઝાલા ગત ૨૬ મી તારીખે પરિવારજનો સાથે ડિનર માટે નીકળ્યા હતા.કાર પાર્ક કરીને તેઓ આવતા હતા. ત્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેના ખાડામાં પડી જવાથી તેઓનું મોત થયું હતું. આ ઘટનામાં ફરિયાદ દાખલ કરવા માટે મૃતકના પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.










