![]()
વડોદરા,માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે ૧૨ મીટરના રોડ પર અવરોધરૃપ દબાણોના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. આ અંગે આવારનવાર રજૂઆતો કરવા છતાંય કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન દ્વારા કોર્પોરેશન અને પોલીસ ખાતામાં અરજી આપી જણાવવામાં આવ્યું છે કે, આ એપાર્ટમેન્ટમાં ઘણી દુકાનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યા છે. એક દુકાનદારે પરવાનગી વિના પાર્કિંગનો ભાગ કવર કરી દીધો છે. ૧૨ મીટરના રસ્તા પર આ દબાણો નડતરરૃપ બને છે. એપાર્ટમેન્ટમાં આવતા લોકોને પાર્કિંગમાં અગવડ થાય છે તેમજ રોડ પર ટ્રાફિકની સમસ્યા થાય છે. આ અંગે એસોસિએશન દ્વારા ત્રણ વખત કોર્પોરેશન કચેરી, એક વખત માંજલપુર પોલીસ સ્ટેશન અને એક વખત પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.










