gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નાણા ખર્ચવાના ટાસ્કના પરીક્ષણ હજારો એઆઈ એજન્ટ્સ નિષ્ફળ

સોશિયલ મીડિયાના ફેક રેટિંગથી પ્રભાવિત થઈને એઆઈ એજન્ટ્સે ઓર્ડર પ્લેસ કર્યો : સારા-નરસાની પરખમાં એઆઈ નાકામ

નવી દિલ્હી: દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે તેની સામે લાલ બત્તી સમાન પરિણામો માઇક્રોસોફ્ટ કંપનીને ઓનલાઇન શોપિંગ વિશના તેના એક પ્રયોગ દરમ્યાન મળ્યા છે. પરિણામે અભ્યાસના અંતે માઇક્રોસોફ્ટે તારણ કાઢ્યુ છે કે શોપિંગ કરવામાં એઆઇ એજન્ટ્સે માણસને નિર્ણય લેવામાં સહાય કરવી જોઇએ તેનું સ્થાન ન લેવું જોઇએ.

માઇક્રોસોફ્ટે હજારો એઆઇ એજન્ટ્સ ખરીદદાર અને વેચનાર તરીકે કામ કરતાં હોય એવી સિમ્યુલેટેડ ઇકોનોમી રચી તેમાં એઆઇ એજન્ટ્સની ભૂમિકા પર નજર રાખતાં આ એઆઇ એજન્ટ્સ માણસ દ્વારા કરવામાં આવતી સામાન્ય કામગીરી કરવામાં પણ નિષ્ફળ નીવડયા હતા એટલું જ નહીં તેઓ ધાર્યા પરિણામ મેળવવા અયોગ્ય વ્યૂહો અપનાવતાં પણ જોવા મળ્યા હતા. 

મેગ્નેટિક માર્કેટપ્લેસ રિસર્ચ કંપનીના સંશોધનના પરિણામોને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સહયોગથી જારી કરવામાં આવ્યા હતા. આ સંશોધનમાં ગ્રાહકો વતી સો એઆઇ એજન્ટ્સને  ડિનર ઓર્ડર કરવાની અને તેની સામે આ ઓર્ડર ઝડપી લેવા બિઝનેસગૃહ વતી ૩૦૦ એઆઇ એઆઇ એજન્ટ્સને તહેનાત કરવામાં આવ્યા હતા. જ્યારે સો સર્ચ રિઝલ્ટ્સ અગ્રણી કંપનીઓના એઆઇ મોડેલ્સને ફીડ કરવામાં આવ્યા ત્યારે આ એઆઇ મોડેલ્સને તેમના વેલ્ફેર સ્કોરને જાળવવાના ફાંફાં પડી ગયા હતા. એઆઇ મોડેલ કેટલું ઉપયોગી નીવડે છે તેના આધારે તેને વેલ્ફેર સ્કોર આપવામાં આવે છે. આ એઆઇ એજન્ટ્સ ઉપલબ્ધ વિકલ્પોની સઘન સરખામણી કરવામાં નિષ્ફળ ગયા હતા. તેના બદલે તેમણે પ્રથમ સારા વિકલ્પને અપનાવી લીધો હતો. તમામ એઆઇ મોડેલ્સમાં આ પેટર્ન જોવા મળી હતી. જેને સંશોધકો પ્રથમ દરખાસ્ત પૂર્વગ્રહ તરીકે ઓળખે છે. જેના કારણે પ્રતિભાવ આપવાની ઝડપમાં ૩૦ ગણો વધારો થાય છે. ગુણવત્તા પારખી પ્રતિભાવ આપવામાં આવે તો આ ઝડપ દસ ગણી જ મળે છે.

પરંતુ આનાથી ય ખરાબ બાબત તો એ જોવા મળી કે એઆઇ મોડેલ્સ ધાર્યા  પરિણામ મેળવવા માટે છ પ્રકારના દુષ્ટ વ્યૂહ અપનાવતાં જોવા મળ્યા. આ વ્યૂહોમાં બનાવટી વખાણ અને સોશિયલ પુરાવા આપવાથી માંડી આક્રમક પ્રોમ્પ્ટ ઇન્જેકશન એટેક કરવાનો સમાવેશ થાય છે. આ સંશોધનના તારણોમાં ઓપનએઆઇના જીપીટી-૪ઓ મોડેલ અને તેનું ઓપન સોર્સ મોડેલ જીપીટીઓએસએસ-૨ઓબી અત્યંત નબળાં નીવડયા હતા. આ બંને મોડેલ્સે તેમને ઓનલાઇન ખરીદી કરવા માટે આપવામાં આવેલાં તમામ બનાવટી નાણાંની ચૂકવણી દુષ્ટ એઆઇ એજન્ટ્સને કરી નાંખી હતી. અલીબાબાનું એઆઇ મોડેલ ક્યુવેન૩-૪બી સમજાવટની સામાન્ય રીતને અજમાવવામાં પણ નિષ્ફળ રહ્યું હતું. માત્ર ક્લાઉદ સોનેટ ફોર એઆઇ મોડેલે આ દુષ્ટ વ્યૂહનો પ્રતિકાર કરતું જોવા મળ્યું હતું. 

આમ હાલ તો તમે તમારું પોતાનું શોપિંગ જાતે જ કરો તે હિતાવહ છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે એઆઇ એજન્ટે માણસનું સ્થાન લેવાને બદલે તેને નિર્ણય લેવામાં સહાય કરવી જોઇએ.ઓપનએઆઇ, એન્થ્રોપિક અને અન્ય કંપનીઓ ઓટોનોમસ શોપિંગ એજન્ટ તહેનાત કરવાની સ્પર્ધામાં ઉતરી છે ત્યારે આ સંશોધનના પરિણામો ચેતવણી સમાન છે. બંને કંપનીઓ ના એઆઇ એજન્ટ કોઇ દેખરેખ વિના  વેબસાઇટ્સ તપાસી ખરીદી પુરી કરી આપવાના વચન આપે છે. પરંતુ માઇક્રોસોફ્ટનું સંશોધન દર્શાવે છે કે આ વચન સાચાં પડે તેનો સમય હજી પાક્યો નથી. વળી એઆઇ કંપનીઓ અને રિટેઇલ કંપનીઓ વચ્ચે પણ ગજગ્રાહ ચાલી રહ્યો છે. રિટેઇલ કંપનીઓને એઆઇ એજન્ટ દ્વારા આવી કામગીરી થાય તેની સામે વાંધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di…

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di...

સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો જારી | Gold continues to decline following global market

સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો જારી | Gold continues to decline following global market

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after…

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr…

પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr…

8 months ago
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | …

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | …

4 months ago
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

1 year ago
ઢાઢર નદીમાં જળસ્તર વધતા ૩૮૫ લોકોનું સલામત સ્થળાંતર | 385 people evacuated safely as water level rise…

ઢાઢર નદીમાં જળસ્તર વધતા ૩૮૫ લોકોનું સલામત સ્થળાંતર | 385 people evacuated safely as water level rise…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News