![]()
Tharad News : રાજ્યમાં ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં થરાદમાં રમતા-રમતા નિંદામણની દવા ખાઈ જતાં બે માસૂમના મોત નીપજ્યા છે. ભૂલથી ઝેરી દવા પીવાથી દીકરી-દીકરાનું મોત થતાં પરિવાર આઘાતમાં મૂકાયો છે.
થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત
મળતી માહિતી મુજબ, થરાદના સાબા ગામની સીમમાં ખેતર માલિક અને ભાગિયા પરિવારના બાળકો સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો રમતા-રમતા અજાણતા બાલભોગની પડીકીમાં રાખેલી ઉંદર મારવાની દવા ભૂલથી ખાઈ જતા બંનેના દર્દનાક મોત નિપજ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે, 5 વર્ષીય કુસુમ ભરતભાઈ પ્રજાપતિ નામની બાળકીનું સ્થળ પર જ અને જયદિપ ઠાકોર (ઉં.વ.3) નામના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગ્યો હતો
પ્રાપ્ત વિગત અનુસાર, સાબા ગામની સીમમાં ખેતરમાં ઉંદરોનો ત્રાસ હોવાથી ઉંદર મારવાની દવાને સુરક્ષિત રાખવા માટે પરિવારે ભૂલથી બાળભોગની થેલીમાં જ દાવ ભરીને રાખી હતી. જો કે, માસૂમ બાળકો બાળભોગની પડીકીમાં રહેલી વસ્તુને ખાવાની સમજીને દવા ખાઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. મૃતકો જામપુર ગામના રહેવાસી હોવાનું જણાય છે.










