gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે બંગલામાં ત્રાટકેલા ત્રણ લૂંટારાઓએ 75 વર્ષીય વેપારી અને તેમની પત્નીને ચાકુની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ આ લૂંટારાઓ 22.91 લાખની કિંમતના સોના-હીરા જડિત દાગીના, ઘડિયાળ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. 

શું હતી ઘટના?

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, થલતેજ–શિલજ રોડ પર આવેલા આર્યમન બંગ્લોઝના રહેવાસી 75 વર્ષીય વેપારી ભરત શાહે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના 27 ઓક્ટોબરની વહેલી સવારે બની હતી, જ્યારે હું અને તેમના પત્ની પલ્લવી શાહ પહેલા માળના બેડરૂમમાં સૂતા હતા. વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે હું બાથરૂમ જવા માટે ઊઠ્યો અને પાછો ફર્યા ત્યારે બેડરૂમનો દરવાજો સહેજ ખુલ્લો જોયો. દસ મિનિટ પછી, તેમણે બે માસ્ક પહેરેલા માણસોને રૂમની અંદર ચપ્પુ જેવા હથિયાર સાથે જોયા. જ્યારે મારી પત્ની જાગી , ત્યારે ત્રીજો એક લૂંટારો પણ રૂમમાં આવી ગયો અને જો સહકાર નહીં આપે તો મને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પલ્લવી ડરી ગઈ અને તેણે ડ્રેસિંગ રૂમમાં કબાટની અંદર છુપાવેલી લોખંડની તિજોરી જબરદસ્તી ખોલાવી અને તેમાંથી તમામ કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. અને બાદમાં ત્યાંથી ભાગી ગયા.

આ પણ વાંચોઃ અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું

ભરત શાહે નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારા તરફ ચપ્પુ તાકીને હિન્દીમાં ધમકી આપી, ‘આવાઝ મત કરના, વરના માર દેંગે’.

પોલીસને જાણ ન કરવાની ધમકી:

ઘટનાસ્થળેથી ફરાર થતા પહેલાં લૂંટારાઓએ દંપતીને પોલીસને જાણ ન કરવાની ધમકી આપી હતી. શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહ તમે પોલીસને ફોન નહીં કરો  અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.’

ડરના માર્યા દંપતી સવાર થતાં સુધી બેડરૂમમાં જ રહ્યા. સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ નીચે આવ્યા અને ગાર્ડને જાણ કરી. તેમને ખબર પડી કે ઘરના પાછળના ભાગમાં ડાઇનિંગ એરિયા પાસેની બારીનો કાચ તૂટેલો હતો. ઘરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ પાછળની દીવાલ કૂદીને, તૂટેલી બારીમાંથી રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશતા અને ચોરીનો સામાન લઈને 2.48 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી

કેટલા રૂપિયાની સંપત્તિ ચોરાઈ?

ચોરી થયેલા માલમાં અનેક સોનાની બંગડીઓ, હીરા જડિત દાગીના, હાર, એક પ્લેટિનમ બ્રેસલેટ, સોનાના બિસ્કિટ અને લક્ઝરી બ્રાન્ડની ઘડિયાળ તથા રૂ. 1 લાખ રોકડાનો સમાવેશ થાય છે. કુલ નુકસાન 22.91 લાખ આંકવામાં આવ્યું છે.

હાલ, સમગ્ર મામલે પોલીસે ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બોડકદેવ પોલીસ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીના આધારે શંકાસ્પદોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
Next Post
અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય...

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn...

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che…

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…

સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટયો : નિફટી 24 પોઈન્ટ ઘટીને 24611 | Sensex falls 97 points: Nifty falls 24 poin…

12 months ago
ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે! અંબાજીમાં ભવાનીધામ સંકલ્પયાત્રાના મંચ પરથી કરી જાહે…

ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે! અંબાજીમાં ભવાનીધામ સંકલ્પયાત્રાના મંચ પરથી કરી જાહે…

8 months ago
કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

4 months ago
સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News