gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in INDIA
0 0
0
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એન્થ્રોપિકનું મિથોસ એઆઈ ખોટા હાથોમાં પડયાની આશંકા

– બેન્કિંગ સેક્ટરના પ્રમુખોને આઈટી સિસ્ટમ, ગ્રાહકોના ડેટા, નાણાં સુરક્ષિત રાખવા નક્કર પગલાં લેવા મંત્રાલયની તાકીદ

– બેન્કિંગ સેક્ટરને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ મિકેનિઝમ બનાવવા માટે નાણામંત્રાલયનું સૂચન

મુંબઈ : અમેરિકન એઆઈ કંપની એન્થ્રોપિકનું દુનિયામાં સૌથી ખતરનાક મનાતું એઆઈ મોડેલ મિથોસ ખોટા હાથોમાં પડી ગયું હોવાના કેટલાક અમેરિકન મીડિયા અહેવાલોથી દુનિયાભરમાં હોબાળો મચી ગયો છે. આ અહેવાલોના પગલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની અગ્રણી બેન્કોના પ્રમુખો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તેમને દેશવાસીઓના બેન્ક ખાતા અને તેમની બચતને બચાવવા માટે હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યા હતા.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સાયબર સુરક્ષા મુદ્દે નાણાકીય સેક્ટરને સાવધ રહેવા માટે ચેતવણી આપી હતી. સીતારામને બેન્કોના પ્રમુખો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તેમને હાઈએલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા હતા. અગ્રણી એઆઈ કંપની એન્થ્રોપિકના નવા પ્લેટફોર્મ મિથોસનું નામ લીધા વિના સીતારામને કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ સાયબર હુમલાને ઝડપી અને વધુ અનુકૂલનશિલ બનાવી રહ્યા છે.

સીતારામન અને વૈષ્ણવે બેન્કિંગ સેક્ટરના પ્રમુખોને તેમની આઈટી સિસ્ટમ, ગ્રાહકોના ડેટા અને નાણાં સુરક્ષિત રાખવા માટે અગાઉથી જ નક્કર પગલાં લેવા સૂચન કર્યું છે. તેમણે બેન્કના પ્રમુખો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મિથોસથી બેન્કિંગ સેક્ટરને થનારા સંભવિત જોખમો પર ચર્ચા કરી હતી. આ એઆઈ મોડેલ એટલું એડવાન્સ છે કે હેકર તેનો ઉપયોગ દાયકાઓ જૂની અજ્ઞાાત ખામીઓને શોધીને નાણાકીય સેક્ટર પર સાયબર હુમલો કરી શકે છે. આ હુમલા ટાળવા નાણાકીય સંસ્થાઓ અને બેન્કો વચ્ચે વધુ સારો તાલમેલ અને ઉચ્ચ સ્તરીય તૈયારીની જરૂર છે.

નાણામંત્રાલય એવું ફ્રેમવર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે જે હેકિંગના પ્રયત્નોની ઓળખ કરીને તેના પર તુરંત કાર્યવાહી કરી શકે. બેન્કોને સલાહ અપાઈ છે કે તેઓ સાયબર હુમલાની માહિતીનું પરસ્પર આદાન-પ્રદાન કરવા માટે રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ મિકેનિઝમ બનાવે. તેમાં ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ અને અન્ય એજન્સીઓ પણ સામેલ થશે.

કેન્દ્રીય નાણામંત્રી સીતારામનની ચિંતાનું કારણ એન્થ્રોપિકનું એઆઈ મોડેલ મિથોસ છે. વિદેશી મીડિયા રિપોર્ટ મુજબ એન્થ્રોપિકનું એઆઈ મોડેલ મિથોસ બહારના લોકો દ્વારા એક્સેસ કરાયું છે, જે એઆઈ કંપનીનું લેટેસ્ટ મોડલ છે તથા તેને મોટી-મોટી ઓપરેટિંગ સિસ્ટમની ખામીઓ શોધવા અને તેનો ઉપયોગ કરવામાં નીપુણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં એવો ડર છે કે મિથોસ ખોટા હાથોમાં પડી જાય તો તેનાથી સાયબર હુમલો થઈ શકે છે. આ એઆઈ મોડેલથી બેન્કિંગ સેક્ટર પર પણ સાયબર હુમલાનું જોખમ રહેલું છે.

એન્થ્રોપિકનું કહેવું છે કે આ એઆઈ મોડેલ કોઈ નિયંત્રણ વિના રિલિઝ કરાશે તો અર્થતંત્ર, જાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તેના પરિણામ ખૂબ જ જોખમી આવી શકે છે. એન્થ્રોપિકે તેનું એક્સેસ માત્ર અમેઝોન, માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી પસંદગીની ૪૦ કંપનીઓને આપ્યું છે, પરંતુ મીડિયા અહેવાલો મુજબ કેટલાક અનધિકૃત યુઝર્સે તેનું એક્સેસ હાંસલ કરી લીધું છે. પરિણામે સાયબર હુમલાનું જોખમ વધી ગયું છે.

ચેટજીપીટીએ એકદમ અસલી જેવો ચેક બનાવતા બેન્કો ચિંતિત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે એઆઈથી બનાવાયેલો એક ચેક શૅર કર્યો. આ ચેક યુકો બેન્કનો છે અને તેમાં ૬૯૦૦૦ રૂપિયાની રકમ લખેલી હતી, જે યુઝર શિરીષના નામ પર બનેલી હતી તેમજ ચેક પર તેના હસ્તાક્ષર પણ હતા. યુઝરે દાવો કર્યો કે તેણે ઓપનએઆઈના નવા ચેટજીપીટી ઈમેજ ૨.૦ મોડેલથી આ ચેક બનાવ્યો છે. પોસ્ટની સાથે તેણે લખ્યું ‘હવે આપણે બધા ખતમ.’ આ ઈમેજમાં ચેક એકદમ અસલ જેવો જ દેખાતો હતો. તેમાં બેન્ક ખાતા નંબર, બેન્કની શાખાની માહિતી, સિગ્નેચર લાઈન અને નીચે એમઆઈસીઆર કોડ એકદમ સ્પષ્ટ અને યોગ્ય રીતે દેખાતા હતા. આ કારણે આ તસવીરે લોકોની સાથે બેન્કોને પણ ચિંતામાં મૂકી દીધી છે. અનેક યુઝરે આને કાયદા અને સુરક્ષા માટે ગંભીર જોખમ ગણાવ્યું. કેટલાક યુઝરે કહ્યું, એઆઈને આવા નકલી દસ્તાવેજો બનાવવાની મંજૂરી ના હોવી જોઈએ. બેન્કો માટે ચિંતાની બાબત એ છે કે ભવિષ્યમાં એઆઈ કામ કરતા બારકોડ બનાવી દે તો છેતરપિંડી વધુ સરળ થઈ શકે છે.

એન્થ્રોપિકની વેલ્યૂ 380 અબજ ડોલર આંકવામાં આવી

ગૂગલ AI સ્ટાર્ટઅપ એન્થ્રોપિકમાં 40 અબજ ડોલરનું રોકાણ કરશે 

– એન્થ્રોપિકને 5 ગીગાવોટ કમ્પ્યુટિંગ પાવર આપશે, બદલામાં ગૂગલને મિથોસ મોડલ ઉપયોગ કરવા મળશે

– એમેઝોન 25 અબજ ડોલરનું રોકાણ કરવાનું છે :` એન્થ્રોપિક ઓક્ટોબર સુધીમાં આઈપીઓ લાવશે

કેલિફોર્નિયા : સર્ચ જાયન્ટ ગૂગલે એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપિકમાં ૪૦ અબજ ડોલર સુધીનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો ઉદ્દેશ વૈશ્વિક એઆઈ સ્પર્ધામાં નેતૃત્વ કરવાની સાથે પોતાના ક્લાઉડ અને ચિપ બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. આ સિવાય થોડા દિવસ પહેલા જ ગૂગલના અધિકારીઓએ એન્થ્રોપિકના ક્લોડ કોડ ટૂલના વધતા પ્રભુત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

આ સોદામાં એન્થ્રોપિકનું મૂલ્ય ૩૮૦ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. જેના આધારે ૧૦ અબજ ડોલરનું રોકડ રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે, ગૂગલ બાકીના ૩૦ અબજ ડોલર એન્થ્રોપિકને આપેલા ટારગેટ પૂર્ણ થયા બાદ આપશે. સોફ્ટવેર એન્જિનિયરોમાં એન્થ્રોપિકના ક્લોડ એઆઈ ટૂલ્સની વધતી જતી માંગને કારણે આ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. 

આ રોકાણમાં એન્થ્રોપિકની કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કરાર મુજબ, ગૂગલ ક્લાઉડ આગામી પાંચ વર્ષમાં એન્થ્રોપિકને ૫ ગીગાવોટ કમ્પ્યુટિંગ પાવર પૂરો પાડશે. એન્થ્રોપિક હવે એનવિડિયાની ચિપ્સના વિકલ્પ તરીકે ગૂગલના ટેન્સર પ્રોસેસિંગ યુનિટ્સનો ઉપયોગ કરશે. આ સોદો ગૂગલને ક્લોડ મિથોસ મોડલનો અક્સેસ આપશે. જે અત્યાર સુધીનું સૌથી અત્યાધુનિક એઆઈ મોડલ છે. 

જે બાદ એન્થ્રોપિકની આવકમાં વધારો થયો છે. આ મહિને તેની આવક ૩૦ અબજ ડોલરના વાષક રન રેટ પર પહોંચી ગઈ છે, જે ૨૦૨૫ ના અંતમાં ૯ અબજ ડોલર હતી. એન્થ્રોપિક ઓક્ટોબર સુધીમાં આઈપીઓ લાવવાની યોજના પણ બનાવી રહ્યું છે. માળખાગત જરૂરિયાતો પૂરી કરવા માટે કંપનીએ તાજેતરમાં બ્રોડકોમ અને કોરવીવ સાથે પણ કરાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ એમેઝોને પણ એન્થ્રોપિક સાથે ૨૫ અબજ ડોલર સુધીના રોકાણની જાહેરાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …
INDIA

પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

April 26, 2026
1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…
INDIA

1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો | Murdered in 1997 escaped on bail caught…

April 26, 2026
હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…
INDIA

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

April 25, 2026
Next Post
સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો | Duty drawback rate for export o…

સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો | Duty drawback rate for export o...

મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident near Longdi village in Mahuv…

મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident near Longdi village in Mahuv...

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

1 year ago
અજમેરની હોટેલમાં ભીષણ આગ, 4 લોકોના દાઝી જતાં મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા | massive fire aj…

અજમેરની હોટેલમાં ભીષણ આગ, 4 લોકોના દાઝી જતાં મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા | massive fire aj…

12 months ago
તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

7 months ago
પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…

પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News