અમદાવાદ,શનિવાર
મુંબઇના જ્વેલર્સના વૃદ્ધ પત્ની રક્ષાબંધનનો તહેવારે શાહીબાગમાં ભત્રીજાને રાખડી ગયા અને દાગીના ભરેલું પર્સની ચોરી થયાની જાણ થઇ હતી. વૃદ્ધા મણિનગર રેલવે સ્ટેશનથી શાહીબાગ જવા શટલ રિક્ષામાં બેઠા હતો રિક્ષા ચાલક સહિત અગાઉથી પેસેન્જર બનીન બેઠેલા શખ્સોએ તેમની નજર ચૂકવીને સોનાના દાગીના અને રોકડ સહિત રૃા. ૧૪.૬૫ લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે રિક્ષા ચાલક સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી સીસીસીટી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઇના જ્વેલર્સની પત્નીનું શટલ રિક્ષામાં દાગીના ભરેલું પર્સ ચોરાયું ઃ મણિનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
મુંબઇમાં રહેતા વૃદ્ધાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત અજાણ્યા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ જ્વેલર્સની દુકાન ધરાવી ધંધો કરે છે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી તા.૮ના રોજ તેઓ ટ્રેનમાં બેસીને મણિનગર રેલવે સ્ટેશને આવ્યા હતા. આજે સવારે તેઓ મણિનગર રેલવે સ્ટેશનથી શટલ રિક્ષામાં બેસીને શાહીબાગમાં ભત્રીજાને રાખડી બાંધવા માટે જતા હતા.
રિક્ષામાં પહેલાથી એક પેસેન્જર બેસેલ હતો અને થોડા આગળથી અન્ય બે પેસેન્જરો બેઠા બાદ આગળ જઇને રિક્ષા ચાલકે વૃદ્ધાને પેસેન્જરોને ગીતામંદિર ઉતારી હું તમને શાહીબા ઉતારી જવાનું ક્હયું હતું, ગીતામંદિર પાસે પહોચીને આગળ પોલીસનું ચેકિંગ છે કહીને તેની બાજુમાં બેસેલ પેસેન્જરને પાછળ બેસાડીને વૃદ્ધાનું પર્સ રિક્ષા ચાલકે વૃદ્ધાના પગમાં મુકાવ્યા પછી બસ સ્ટેન્ડ બહાર રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખીને તમે અહિ ઉભા રહો પેસેન્જરોને ઉતારીને આવું છું કહીને જતો રહ્યો હતો. થોડી વાર રાહ જોવા છતા રિક્ષા ચાલક ના આવતા બીજી રિક્ષામાં તેઓ ભત્રીજાના ઘરે પહોચ્યા હતા અને ભત્રીજાને રાખડી બાંધવા પર્સ ખોલતાં અંદર મૂકેલું સોનાના દાગીના અને રોકડા ૧૫,૦૦૦ સહિત કુલ રૃા. ૧૪.૬૫ લાખનું પર્સ ગાયબ થયાની જાણ થઇ હતી.










