gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ હાઈકોર્ટે 18 દિવસની NIA ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે. આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવદેનશીલ હતું, તેટલું મોંઘુ પણ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન Gulf Stream G-550 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે 9 લાખ રૂપિયા છે.

40 કલાકની ઉડાન, 4 કરોડ ખર્ચ

આ ચાર્ટર જેટને વિએના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું. બુધવારે બપોરે 2:15 વાગ્યે (સ્થાનિક સમય) આ વિમાન મિયામીથી રવાના થયું અને તે જ દિવસે સાંજ 7 વાગ્યે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું. અહીં આશરે 11 કલાકનો બ્રેક લીધા બાદ, ગુરૂવારે સવારે 6:15 વાગ્યે ફરી ફરી ઉડાન ભરી આશરે 40 કલાક બાદ સાંજે 6:22 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

આ પણ વાંચોઃ NIA ને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી, 26/11 આતંકી હુમલાના અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

અનુમાન છે કે, આ આખી મુસાફરી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જોકે, સામાન્ય પરિસ્થિતિમાં મિયામીથી દિલ્હી સુધી બિઝનેસ ક્લાકની ટિકિટ આશરે 4 લાખ રૂપિયા થાય છે. આ હિસાબથી જોઈએ તો ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ 100 ગણા વધારે પૈસા ખર્ચ કર્યાં. 

કોઈ લક્ઝરી હોટેલથી ઓછું નથી Gulfstream G550 વિમાન

2013માં બનેલું Gulfstream G550 ને અલ્ટ્રા લૉન્ગ રેન્જ મિડ-સાઇઝ કેટેગરીમાં રાખવામાં આવતુ હતું. તેની સૌથી ખાસ વાત તેનું શાનદાર ઈન્ટીરિયર છે. આ વિમાનમાં મોટાભાગે 19 મુસાફરોની ક્ષમતા છે. તેમાં 9 ડિવાન બેઠક છે જે ફ્લેટ થઈને સુવા માટે બેડ બની જાય છે. તેમાં 6 બેડ પણ છે. આ સિવાય આ વિમાનમાં ઇન-ફ્લાઇટ વાયરલેસ ઈન્ટરનેટ, સેટેલાઇટ ફોન અને મૉડર્ન એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ છે. તેની અંડાકાર બારીઓ તેને એક અલગ ઓળખ આપે છે અને VIP મુસાફરી માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

સુરક્ષા કારણોથી ચાર્ટર ફ્લાઇટ જરૂરી

એવામાં હવે સવાલ ઊભો થાય છે કે, આખરે આટલો ખર્ચ કેમ કરવામાં આવ્યો? તેનો જવાબ છે સુરક્ષા. તહવ્વુરપ રાણા એક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી છે અને તેના પ્રત્યર્પણને લઈને અમેરિકા અને ભારત બંને દેશોની સુરક્ષા એજન્સીઓએ ખાસ ધ્યાન રાખ્યું. આ મામલે ચાર્ટર પ્લેનની એકમાત્ર સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાથી બચાવી શકાય. 

કોર્ટે 18 દિવસની NIA રિમાન્ડ પર મોકલ્યો

ગુરૂવારે સાંજે 6 વાગ્યે જ્યારે ફ્લાઇટ દિલ્હી પહોંચી તો સૌથી પહેલાં NIA ની ટીમે તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યારબાદ તેને સીધો કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને NIA તરફથી 20 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. લાંબી સુનાવણી બાદ મોડી રાત્રે કોર્ટે આરોપીની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. હવે તપાસ એજન્સી રાણા સાથે 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા સાથે પૂછપરછ કરશે. 

હાફિઝ સઇદ અને દાઉદને પણ ભારત લાવવામાં આવશે? 

તહવ્વુર રાણાને જ્યારે આટલી સુરક્ષા વચ્ચે ભારત લાવવામાં આવ્યો, તો લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું આ પ્રકારે હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમને પણ ભારત લાવવામાં આવી શકે છે? હાલ આ એક કાલ્પનિક વિચાર છે કારણ કે, પાકિસ્તાન સાથે ભારતની કોઈ પ્રત્યર્પણ સંધિ નથી અને ત્યાંની સરકાર ખુદ આતંકવાદીઓને સંરક્ષણ આપે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…
INDIA

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

March 23, 2026
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…
INDIA

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

March 23, 2026
Next Post
દેશભરમાં અચાનક બદલાઈ હવામાનની પેટર્ન, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂત ચિંતિત | today weather upd…

દેશભરમાં અચાનક બદલાઈ હવામાનની પેટર્ન, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂત ચિંતિત | today weather upd...

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr …

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr ...

જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g…

જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કોયલી,સુભાનપુરા,નવીધરતી અને સમા માં મારામારીના ચાર બનાવ,આઠને ઇજા | Eight person injured in…

વડોદરામાં કોયલી,સુભાનપુરા,નવીધરતી અને સમા માં મારામારીના ચાર બનાવ,આઠને ઇજા | Eight person injured in…

2 months ago
બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

7 months ago
ન્યુ સમાના મકાનમાંથી 25 તોલા દાગીના અને 4 લાખ કેશ ચોરનાર ચોરો અપટુડેટ થઇ આવ્યા હતા, ઓળખવા મુશ્કેલ | …

ન્યુ સમાના મકાનમાંથી 25 તોલા દાગીના અને 4 લાખ કેશ ચોરનાર ચોરો અપટુડેટ થઇ આવ્યા હતા, ઓળખવા મુશ્કેલ | …

2 months ago
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News