![]()
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી તથા બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે ખાસ ભાડેબે જોડી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનો દોડશે.
મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશ્યલ તા. ૨૧, ૨૪, ૨૭ અને ૩૦ ડિસેમ્બરે રાત્રે ૧૧:૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે રાત્રે ૮ :૫૦ વાગ્યે નવી દિલ્હી પહોંચશે, જ્યારે નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ તા. ૨૦, ૨૩, ૨૬ અને ૨૯ ડિસેમ્બરે નવી દિલ્હીથી રાત્રે ૧૦ :૪૦ વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે ૯ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
બાંદ્રા ટર્મિનસ – અમૃતસર સુપરફાસ્ટ સ્પેશલ તા. ૨૪ અને ૨૮ ડિસેમ્બરે બપોરે ૨ વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૮:૩૦ વાગે અમૃતસર પહોંચશે. જ્યારે અમૃતસર-બાંદ્રા ટર્મિનસ તા.૨૩અને ૨૭ ડિસેમ્બરે અમૃતસરથી સવારે ૪:૨૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે બાંદ્રા બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, કોટા વગેરે સ્ટેશનો પર રોકાશે.










