gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ.૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૮.૯ કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસરફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ રૂ.૨૯૯૯.૮ કરોડના કામો પ્રગતિમાં છે તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.

આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔધોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષિ શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

મુખ્યમંત્રીએ જી.એસ.આર.ડી.સી.ની આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે રૂ.૧૩.૬૧ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ અને પીપળી ગામ સામે રૂ.૧૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભૂજ-ભચાઉ રસ્તા પર બી.કે.ટી. ફેક્ટરી સામે રૂ.૨૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ધાણેટી ગામે પાસે રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ભદ્રોઇ ગામ સામે રૂ.૧૪.૨૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, દૂધઇ ગામ પાસે રૂ.૧૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ એમ કુલ રૂ.૭૬ કરોડના ખર્ચે ૪ નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.

આ કામોને મંજૂરી મળતા સ્થાનિક ટ્રાફિકનો લાંબા અંતરના ટ્રાફિક સાથેનો સંઘર્ષ ટળશે અને ભુજ-ભચાઉ રસ્તાનો ઉપયોગ કરતાં વાહનોને ઝડપી, અંતરાય રહિત પરિવહનનો લાભ મળશે તથા અકસ્માત ઘટશે.

ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રૂ.૯૩૭ કરોડના ખર્ચે હાથ ધરાઇ રહેલ ભૂજ-નખત્રાણા તેમજ રૂ.૭૬.૬૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ રિસરફેસના કામોની મુખ્યમંત્રીને તલસ્પર્શી વિગતો આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ જોગવાઇમાં સૂચવાયેલા નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરે કામોની જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવીને આ યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા દિશાનિર્દેશો આપ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રીના સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમ.ડી. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજ…

જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજ...

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રે…

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

11 months ago
GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

7 months ago
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

4 months ago
અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્…

અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News