gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2026
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કરણપુર ખાતે આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત અર્બુદા સંસ્કારધામ ખાતે શ્રી અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેવદિવાળીના પાવન અવસરે મા અર્બુદાના સાનિધ્યમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આજનો પ્રસંગ માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ સમાજની એકતા, સંગઠનશક્તિ અને સામૂહિક સંકલ્પનો સંગમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને અનુરૂપ આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાની સાથે વિકાસને પણ આગળ વધારવાનો છે. આપણાં ધર્મસ્થાનો અને આસ્થાનાં કેન્દ્રો સમાજ માટે ઊર્જાનાં કેન્દ્રો સમાન છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અર્બુદા માતાજીની સાથે સંત શિરોમણિ પૂજ્ય રામજી બાવજી, પૂજ્ય નાથુ બાવજી અને પૂજ્ય જયસિંહ બાવજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ સમાજ માટે આધ્યાત્મિક ગૌરવની બાબત છે. સંતોના આશીર્વાદ અને માતાજીની કૃપા આવનારી પેઢીઓને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩૮૦ ગામોમાં વસવાટ કરતા સમાજના પરિવારોને એક તાંતણે બાંધવામાં અર્બુદા સંસ્કારધામ મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

તેમણે ઉમેર્યું હતું કે, સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને સંસ્કારસભર બને તે સમયની જરૂરિયાત છે. સમાજના ઇતિહાસ અને વારસાનું ગૌરવ જાણતી નવી પેઢી જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથ દ્વારા સમાજના ઇતિહાસ, સિદ્ધિઓ અને સામાજિક પ્રદાનની જાણકારી નવી પેઢી સુધી પહોંચશે. સંસ્કારધામના નિર્માણમાં યોગદાન આપનાર તમામ હોદ્દેદારો, દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સામૂહિક કાર્યમાં આર્થિક યોગદાન આપનારની સાથે પરિશ્રમ કરનાર વ્યક્તિનું યોગદાન પણ એટલું જ મૂલ્યવાન છે. સમાજના દરેક વ્યક્તિના સહયોગ અને સમર્પણથી જ આવા ભગીરથ કાર્યો સાકાર થાય છે.મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, કૌશલ્ય અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા તેમજ નશામુક્ત ભારતના સંકલ્પમાં સહભાગી બનવા પણ આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અધ્યાત્મ, શિક્ષણ, ધર્મ, વિરાસત અને સંતોની ઉજ્જવળ પરંપરાનો સમન્વય જોવા મળ્યો છે. સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. શિક્ષણના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું છે અને આવનારા સમયમાં પણ શિક્ષણ જ પ્રગતિનો પાયો બનશે. યુવા પેઢીએ વ્યસનથી દૂર રહી શિક્ષણને પ્રાધાન્ય આપીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

દીવ-દમણના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સંસ્કારધામમાં શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે પુસ્તકાલય જેવી સુવિધાઓ ઊભી કરવાનો વિચાર સરાહનીય છે. સમાજનો વિકાસ માત્ર એક સમાજ પૂરતો મર્યાદિત ન રહેતાં તમામ સમાજના સહયોગ અને એકતાથી જ સાચી પ્રગતિ શક્ય બને છે. સામાજિક એકતા જાળવી રાખવી અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન ભાગીદારી આપવી એ સમયની માંગ છે. સમાજની દરેક વ્યક્તિએ પરસ્પર સહયોગ અને સંવાદિતા સાથે આગળ વધવું જોઈએ.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ દ્વારા સમાજના ઇતિહાસ, પરંપરા, સિદ્ધિઓ અને યોગદાનને દસ્તાવેજી સ્વરૂપે નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી. બરંડા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, મોડાસાના ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ દિનેશભાઈ સોનગરા હિંમતનગર..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …
GUJARAT

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…
GUJARAT

Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

November 24, 2026
Next Post
બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

રંઘોળા ગામે આહીરોના કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીના રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત

રંઘોળા ગામે આહીરોના કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીના રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત

Hrithik Roshan at Harit Zaveri Jewellers in Rajkot

Hrithik Roshan at Harit Zaveri Jewellers in Rajkot

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…

6 months ago
‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

12 months ago
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં લાગે

1 year ago
અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News