gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

*HPV રસીકરણના દેશવ્યાપી પ્રારંભ સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ભાગ લેવા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસરિયાનો અનુરોધ

અંદાજિત 5.50 લાખ કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપશે સ્વદેશી રસી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત 2007થી પોલિયો મુક્ત બન્યું છે અને હવે રસીકરણની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બની છે. અગાઉ જે રોગો માટે વિદેશથી રસી મંગાવવી પડતી હતી, આજે ભારત સ્વદેશી રસી બનાવી વિશ્વને મદદ કરવાની ક્ષમતા કેળવી ચૂક્યું છે, જે ‘આત્મનિર્ભર ભારત’નું પ્રતીક છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકારની પ્રાથમિકતા છે કે છેવાડાનો માનવી પણ દવા કે પૈસાના અભાવે મૃત્યુ ન પામે. આ માટે આયુષ્માન કાર્ડની સારવાર મર્યાદા રૂ. 05 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. વધુમાં, શ્રી પાનસેરિયાએ અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરતા જણાવ્યું કે, આ રસી વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ડોક્ટરોની દેખરેખ હેઠળ તૈયાર થયેલી છે. ખોરાકમાં ભેળસેળને કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે, ત્યારે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના સૂત્રને સાર્થક કરવા અને આપણી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં ભાગ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ રૂ. 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને હવે આ કડીમાં HPV રસીનો પણ સમાવેશ કરાયો છે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂ. રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મહત્વકાંક્ષી અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરની અટકાયત માટે 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કુલ કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા સ્થાને છે, જેમાં મુખ્યત્વે HPV-16 અને HPV-18 પ્રકારના વાયરસ જવાબદાર છે.  આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને અત્યંત અસરકારક અને સુરક્ષિત એવી ક્વાડ્રિવેલેન્ટ HPV વેક્સિન હવે ગુજરાતની કિશોરીઓને પૂરી પાડવામાં આવશે.

આ અભિયાનના સુચારુ સંચાલન માટે 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. રસીની ગુણવત્તા જાળવવા માટે +2°C થી +8°C તાપમાનમાં સ્ટોરેજની સુવિધા સાથે TeCHO+ તેમજ SAFE-VAC પોર્ટલ પર રીયલ-ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવશે.

સરકાર દ્વારા “સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ”ના મંત્ર સાથે તમામ વાલીઓને ભાવભરી અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને આ રસી અપાવી તેમના કેન્સરમુક્ત ભવિષ્યની ગેરંટી સુનિશ્ચિત કરે.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપ્નો, મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં 14 વર્ષ પૂર્ણ કરેલી દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

April 16, 2026
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…
GUJARAT

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

April 16, 2026
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…
GUJARAT

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

April 16, 2026
Next Post
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’ | ministry of…

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે' | ministry of...

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય…

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય...

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ…

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

1 year ago
પોલીસને ખોટું કેમ કહે છે તેમ કહી હુમલોઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં પણ લાકડી લઇ હુમલાખોર પહ…

પોલીસને ખોટું કેમ કહે છે તેમ કહી હુમલોઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં પણ લાકડી લઇ હુમલાખોર પહ…

8 months ago
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

1 year ago
અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two …

અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News