gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાગૃત નાગરિક, 181 અભયમ હેલ્પલાઇન અને સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે રસ્તો ભટકેલી 7 વર્ષની માસૂમ મૂકબધિર બાળકી સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચી છે. બાળકી સાંભળી કે બોલી શકતી ન હોવાથી તે ક્યાંથી આવી, કેવી રીતે આવી તેમજ કયા સમાજની છે તે શોધવું ખૂબ કઠિનભર્યું હતું. પણ કહેવત છે ને જેનું કોઈ નથી તેનો ઉપરવાળો છે.  મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા બાળકી મળી હોવાની જાહેરાત કરવામાં આવી તે બાદ ફોટો પણ ગ્રુપમાં ફરતો કરવામાં આવ્યો આખરે મહેનત રંગ લાવી અને બાળકીના પરિવારની ભાળ મળી.

બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકે 181 પર સંપર્ક કર્યો

રખિયાલના BRTS બસ સ્ટેન્ડ પર બપોરે 3 વાગ્યાથી એક નાની બાળકી એકલી બેસી રહી હતી. બાળકીને લાંબા સમય સુધી એકલી જોતા એક જાગૃત નાગરિકે તુરંત 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ઓઢવ લોકેશનની અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

બાળકી મૂકબધિર હતી, ચિત્રો દ્વારા ઓળખનો પ્રયાસ

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી મૂકબધિર (સાંભળી કે બોલી શકતી નથી) હોવાની સાથે માનસિક રીતે પણ અસ્વસ્થ હતી. તે પોતાનું નામ કે સરનામું જણાવી શકતી નહોતી. જો કે, કાઉન્સેલરે અલગ-અલગ ચિત્રો અને અવાજો દ્વારા ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા તે લઘુમતી સમાજની હોવાનું જણાયું હતું.

પોલીસે પરિવારને શોધવા અનોખો રસ્તો કાઢ્યો

બાળકીના પરિવારને શોધવા માટે ટીમે અનોખો રસ્તો અપનાવ્યો હતો. જેમાં આસપાસની મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા બાળકી મળી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. નજીકના તમામ પોલીસ સ્ટેશનોમાં બાળકીના ફોટા મોકલવામાં આવ્યા હતા. ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. બાળકીનો ફોટો સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપોમાં ફરતો થતાં, એક પરિચિત વ્યક્તિએ બાળકીના પિતાને જાણ કરી હતી.

આ પણ વાંચો: તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફરિયાદ

બાળકી સુરક્ષિત મળી જતાં પિતા ભાવુક

પિતાએ સ્થળ પર પહોંચી જણાવ્યું કે તેમની દીકરી બપોરથી ઘરેથી નીકળી ગઈ હતી અને તેઓ ચિંતિત થઈને તેની શોધખોળ કરી રહ્યા હતા. બાદમાં એક ભાઈએ કહ્યું કે તમારી બાળકી મહિલા હેલ્પલાઈન પાસે છે, દીકરીને સહી-સલામત જોઈને પિતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે 181 અભયમ ટીમ તેમજ મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર…

તલાક...તલાક...તલાક... અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર...

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા...

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

1 month ago
માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…

માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…

2 months ago
‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

12 months ago
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News