gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kirti Patel Arrested : જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી ગુજરાતની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયેલા છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીના અનેક કિસ્સા ચર્ચામાં છે. હજુ તો ગઈ કાલે જ જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ કીર્તિ પટેલના ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.

શું હતો વિવાદ?

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો.

આ કારણસર કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું. આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે 5 આરોપીઓ સામે નોંધી હતી ફરિયાદ

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…
GUJARAT

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

February 22, 2026
વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક
GUJARAT

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

February 22, 2026
અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…
GUJARAT

અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

February 22, 2026
Next Post
કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar…

કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar...

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of ...

વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ | FIR filed against spa ow…

વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ | FIR filed against spa ow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

7 months ago
તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

4 months ago
લાલપુરના કાન વિરડી ગામમાં ડબલ સવારી બાઇકમાં આવેલા બે ગઢીયાઓ વૃદ્ધાના કાનમાંથી સોનાનું ઠોળિયું ચિલઝડપ…

લાલપુરના કાન વિરડી ગામમાં ડબલ સવારી બાઇકમાં આવેલા બે ગઢીયાઓ વૃદ્ધાના કાનમાંથી સોનાનું ઠોળિયું ચિલઝડપ…

6 months ago
વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News