
ટ્રમ્પને ખુશ કરવા મેક્સિકોએ ભારત પર ટેક્સ નાંખ્યો
મેક્સિકોની એક તરફી ટેરિફ જાહેરાત સામે ભારતની પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે આકરાં પગલાંની ચેતવણી
નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યા પછી હવે મેક્સિકોએ પણ ભારત સહિત અનેક દેશો પર ૫૦ ટકા સુધીનો ટેરિફ નાંખ્યો છે, જેનો અમલ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી થવાનો છે. અમેરિકાના પગલાં સાથે તાલ મિલાવતા મેક્સિકોના ટેરિફથી ભારતની રૂ. ૮૦ હજાર કરોડની નિકાસ જોખમમાં મુકાશે. મેક્સિકોના આ પગલાં સામે આકરી પ્રતિક્રિયા આપતા ભારતે પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની મેક્સિકોને ચેતવણી આપી છે.










