અમદાવાદ, સોમવાર
મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુના ઘા મારીને શ્રમજીવી યુવકની હત્યા કરી હતી. જેમાં મિત્ર સાથે મજૂરીકામેથી આવીને ચાલતા ઘરે જતો હતો. આ સમયે અજાણ્યા શખ્સે પીઠના ભાગે ચાકુ માર્યું હતું. મૃતક યુવકે ઓહ મમ્મી મર ગયા કહીને બુમ પાડીને પીઠમાં ફસાયેલું ચાકુ જાતે બહાર કાઢ્યું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર મજૂરી કામે જઇ મિત્ર સાથે ચાલતો જતો હતો, અગમ્ય કારણસર હત્યા મેઘાણીનગર પોલીસે ખૂનનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
મેમ્કો પાસે રહેતા ગરસિંગ તોમર (ઉ.વ.૩૪)એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તે મેઘાણીનગરમાં વિદ્યાનગર ખાતે રહેતા મિત્ર ચંદ્રશેખરસિંગ તોમરના ઘરે હતા તે સમયે બીજા તેમના મિત્રનો ફોન આવ્યો હતો. હિંમતનગર મકાઇની મીલમાં ગાડી ખાલી કરવા જવાનું કહેતા પાંચ લોકો સાથે રામેશ્વર ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને હિંમતનગર ગયા હતા.
હિંમતનગરથી રિક્ષામાં પરત આવીને લીમડા બસ સ્ટેન્ડ પાસે ઉતરીને બન્ને મિત્રો ઘર તરફ ચાલતા હતા. આ સમયે ભુરેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હતા જ્યાં અજાણ્યા શખ્સે ચંદ્રશેખરને પીઠમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરીને ત્યાંથી નાસી ગયો હતો. પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં સારવાર મોત થયું હતું










