![]()
મુંબઈ : સપ્તાહના અંતિમ દિવસે શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ આરંભિક સાંકડી વધઘટ જોવાયા બાદ છેલ્લા કલાકમાં બજારે ઝડપી રિકવરી બતાવી હતી.યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઓકટોબરમાં રેટ ઘટાડાની અપેક્ષા, અમેરિકી ડોલર નબળો પડવા સહિતના પરિબળો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રહ્યા છતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસર ચાલુ રહી હતી. વૈશ્વિક બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારમાં તોફાની તેજી સાથે અન્ય બજારોમાં રિકવરીનો સપોર્ટ મળ્યો હતો. ટ્રમ્પ સરકાર દ્વારા હાલ તુરત મોટી ફાર્મા કંપનીઓ પર ૧૦૦ ટકા ટેરિફ હાલ તુરત મુલત્તવી રાખવામાં આવતાં સેન્ટીમેન્ટ છેલ્લા કલાકોમાં સુધર્યું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોવાના પોઝિટીવ પરિબળે મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક નિકાસ માંગની પણ અપેક્ષાએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીએ શેરોમાં તેજી કરી હતી. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ તેમ જ ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે બજાર અંતે પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીથી વિશેષ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદીનું આકર્ષણ જોવાયું હતું. પ્રાઈમરી માર્કેટમાં મેગા આઈપીઓની વણઝારને લઈ સેકન્ડરી માર્કેટમાં તેજી અટક્યા બાદ હવે આગામી દિવસોમાં મેગા ઈસ્યુઓ પૂરા થવાની સાથે લિક્વિડિટી સેકન્ડરી માર્કેટમાં મોટી તેજીની અપેક્ષાએ આજે ખેલંદાઓ, ફંડોએ મોટી ખરીદી શરૂ કરી દીધી હતી. સેન્સેક્સ ૨૨૩.૮૬ પોઈન્ટ વધીને ૮૧૨૦૭.૧૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૫૭.૯૫ પોઈન્ટ વધીને ૨૪૮૯૪.૨૫ બંધ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ ૬૨૦ પોઈન્ટ ઉછળ્યો : લોઈડ્સ મેટલ રૂ.૭૬ ઉછળી રૂ.૧૩૧૧ : ટાટા સ્ટીલ, નાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. લોઈડ્સ મેટલ રૂ.૭૫.૯૦ વધીને રૂ.૧૩૧૧.૫૦, ટાટા સ્ટીલ રૂ.૫.૭૦ વધીને રૂ.૧૭૩.૨૦, નાલ્કો રૂ.૬.૬૫ વધીને રૂ.૨૨૧.૧૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૧.૯૦ વધીને રૂ.૭૮૪.૨૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૫૦ વધીને રૂ.૪૯૧.૬૫, હિન્દાલ્કો રૂ.૧૪.૨૦ વધીને રૂ.૭૮૦.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૮.૦૫ વધીને રૂ.૧૧૬૪, વેદાન્તા રૂ.૬.૦૫ વધીને રૂ.૪૭૦.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૧૯.૬૭ પોઈન્ટ ઉછળીને ૩૪૦૪૮.૬૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં વધતું આકર્ષણ : એક્સિસ બેંક રૂ.૨૫ વધીને રૂ.૧૧૮૪ : કોટક મહિન્દ્રા બેંક, બીઓબી વધ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા સાથે કોર્પોરેટ ઈન્ડિયાને મર્જર એન્ડ અમાલ્ગમેશન માટે ધિરાણ તેમ જ શેરો સામે ધિરાણની મર્યાદામાં વધારા સહિતના પગલાંની પોઝિટીવ અસરે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ વધતું જોવાયું હતું. એક્સિસ બેંક રૂ.૨૫.૧૦ વધીને રૂ.૧૧૮૪.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૭.૯૫ વધીને રૂ.૨૧૦૦.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૩૦ વધીને રૂ.૨૬૩.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩.૮૫ વધીને રૂ.૭૪૭.૫૫ રહ્યા હતા. મોબીક્વિક રૂ.૧૪.૧૫ વધીને રૂ.૨૮૬, આઈએફસીઆઈ રૂ.૨.૭૭ વધીને રૂ.૫૮.૧૫, માસ્ટર ટ્રસ્ટ રૂ.૭.૭૦ વધીને રૂ.૧૬૧.૭૫, પૂનાવાલા ફિન રૂ.૨૨.૨૦ વધીને રૂ.૫૨૪.૩૫, મની બોક્સ રૂ.૭.૧૦ વધીને રૂ.૧૬૮, રાણે હોલ્ડિંગ રૂ.૭૦.૨૦ વધીને રૂ.૧૬૯૭, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૧૧.૭૫ વધીને રૂ.૫૬૧૦, ક્રિસિલ રૂ.૧૫૯.૧૦ વધીને રૂ.૪૬૧૨.૩૦, ઈન્ડિયન બેંક રૂ.૨૯.૦૫ વધીને રૂ.૭૬૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૯.૫૩ પોઈન્ટ વધીને ૬૨૭૪૧.૧૧ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૦૦ પોઈન્ટ ઉછળ્યો : પ્રાજ, પીટીસીઆઈએલ, જયોતી સીએનસી, અપાર વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોની આક્રમક ખરીદી થઈ હતી. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૬૫ વધીને રૂ.૩૫૮.૯૫, પીટીસીઆઈએલ રૂ.૮૯૪.૨૦ વધીને રૂ.૧૬,૫૯૦, જયોતી સીએનસી રૂ.૪૩.૨૫ વધીને રૂ.૯૨૧.૩૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨૧.૭૫ વધીને રૂ.૮૪૩૯, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧.૭૫ વદીને રૂ.૪૯૪, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૮.૭૫ વધીને રૂ.૩૯૨૬.૯૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૯૮.૭૫ વધીને રૂ.૪૮૭૧.૫૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૯૩૭.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૯૯.૭૧ પોઈન્ટ ઉછળીને ૬૯૪૫૮.૨૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં આકર્ષણ : કલ્યાણ જવેલર્સ રૂ.૨૭ વધી રૂ.૪૯૨ : બર્જર પેઈન્ટ, બાટા, ટાઈટન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે રહી રહીને ફંડોની ખરીદી નીકળી હતી. તહેવારોની સીઝનમાં એપ્લાયન્સિસની અપેક્ષિત ખરીદી નહીં રહ્યા છતાં છેલ્લા દિવસોમાં ખાસ દિવાળી પૂર્વે ખરીદી વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૨૬.૫૫ વધીને રૂ.૪૯૧.૭૦, બર્જર પેઈન્ટ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૫૪૨.૩૦, બાટા ઈન્ડિયા રૂ૧૯.૧૫ વધીને રૂ.૧૨૦૭.૪૦, ટાઈટન કંપની રૂ.૪૬.૭૦ વધીને રૂ.૩૪૫૨.૩૫, બ્લુ સ્ટાર રૂ.૧૯.૨૫ વધીને રૂ.૧૮૯૮, એશીયન પેઈન્ટ રૂ.૨૦.૮૫ વધીને રૂ.૨૩૫૬.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૬૬.૮૯ પોઈન્ટ વધીને ૫૮૬૪૮.૭૪ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી : એચપીસીએલ રૂ.૧૨ વધી રૂ.૪૪૬ : ગેઈલ, પેટ્રોનેટ, ઓઈલ ઈન્ડિયા વધ્યા
ભારત દ્વારા રશીયા પાસેથી ઓઈલની ખરીદી સામે સતત વિરોધ કરનાર અમેરિકા સાથે હવે ભારત ટ્રેડ ડિલમાં આગળ વધવાના વ્યુહના ભાગરૂપ એલપીજી કાર્ગો માટે ડિલ કરી રહ્યાના અહેવાલો વચ્ચે આજે ફંડોની સિલેક્ટિવ ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી રહી હતી. એચપીસીએલ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૪૪૬, ગેઈલ રૂ.૨.૭૫ વધીને રૂ.૧૭૭.૪૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૩.૬૦ વધીને રૂ.૨૭૮.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૭.૮૧ પોઈન્ટ વધીને ૨૭૦૯૩.૮૪ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેલ્યુબાઈંગ : માર્કેટ બ્રેડથ પોઝિટીવ : ૨૬૩૬ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં ફંડો, ખેલંદાઓ તેજીમાં આવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૩૬ અને ઘટનારની સંખ્યા ૧૫૬૮ રહી હતી.હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૭.૮૧ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ આજે આરંભિક કલાકોમાં સાંકડી વધઘટ બાદ ઝડપી રિકવરી થવાની સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૭.૮૧ લાખ કરોડ પહોંચ્યું હતું.










