gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Opposition Slams Government Called it Pegasus: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સોમવારે દરેક મોબાઇલ કંપનીને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. ભારતમાં આયાત કરવામાં આવતાં કે ઉત્પાદન કરવામાં આવતાં દરેક મોબાઇલમાં હવે ભારત સરકારની સંચાર સાથી એપ્લિકેશન હોવી ફરજિયાત છે. પહેલી વાર મોબાઇલ ચાલુ કરતી વખતે અથવા તો સેટઅપ કરતી વખતે આ એપ્લિકેશન યુઝરને દેખાવી જોઈએ. આ એપ્લિકેશનને કોઈ પણ રીતે કાઢી નહીં શકાય અને એની કાર્યક્ષમતા પર પણ કોઈ રોક નહીં લગાવી શકાય. સંચાર સાથી એપ્લિકેશન અને પોર્ટલને 2023ની મેમાં શરૂ કરવામાં આવ્યું હતું.

સંચાર સાથી એપ્લિકેશનનું કામ શું છે?

• યુઝર પોતાના નામ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવેટ છે એ જાણી શકશે.

• મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો એની રિપોર્ટ કરવાની સાથે એને બ્લોક પણ કરી શકશે.

• છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંકને રિપોર્ટ કરી શકાશે.

• બેંક અને અન્ય સર્વિસ સેન્ટરના નંબરને ચેક કરી શકાશે.

• સ્પેમ અને છેતરપિંડી વિશે સરળતાથી રિપોર્ટ કરી શકાશે.

• મોબાઇલ ઓરિજિનલ છે કે પછી ડુપ્લિકેટ એ ચેક કરી શકાશે.

• ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાઈ પરંતુ ઇન્ટરનેશનલ કોલ હોય તો એને રિપોર્ટ કરી શકાશે.

આ તમામ સુવિધાનો ઉપયોગ કરવા માટે હાલમાં વેબસાઇટ પર જવું પડી રહ્યું છે. જોકે એકવાર એપ્લિકેશન મોબાઇલમાં આવી જવાથી યુઝર એના પરથી તરત જ રિપોર્ટ કરી શકશે. આથી યુઝરને સરળતા રહેશે અને તેમણે પોતાના મોબાઇલને IMEI નંબર પણ યાદ રાખવો નહીં પડે.

સંચાર સાથી વેબસાઇટ સાથે જોડાયેલા કેટલાક આંકડા

• 42.14 લાખથી વધુ મોબાઇલ નંબરને બ્લોક કરવામાં આવ્યાં છે.

• 26.11 લાખથી વધુ મોબાઇલ જે ખોવાયા હોય અથવા તો ચોરી થયા હોય એને ટ્રેસ કરવામાં આવ્યાં છે.

• 288 લાખથી વધુ લોકો એ તેમના નામ પર નંબર રજિસ્ટર્ડ હોય તો એની જાણકારી માગી છે. એમાંથી 254 લાખથી વધુ લોકોની સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.

• એપ્લિકેશનના 1.14 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

• ગૂગલ પ્લે સ્ટોરથી એક કરોડથી વધુ લોકોએ અને એપ સ્ટોર પરથી 9.5 લાખથી વધુ લોકોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે.

આ પણ વાંચો: AI એક્ટરની જગ્યા લેશે?: ‘અવતાર’ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’

સોફ્ટવેર અપડેટ દ્વારા આપવામાં આવશે એપ્લિકેશન  

અત્યાર જે મોબાઇલ બની રહ્યાં છે એમાં એપ્લિકેશન હોવી ફરજિયાત છે. જોકે જે મોબાઇલ વેંચાયા નથી અને માર્કેટમાં પહેલેથી આવી ગયા છે એના માટે સરકારે આદેશ આપ્યો છે કે એવા મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ દ્વારા એપ્લિકેશન આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા આ પગલું દેશના લોકોને ખોટા મોબાઇલ ખરીદવાથી બચાવવા માટે તેમ જ છેતરપિંડીને અટકાવવા માટે ભરવામાં આવ્યું છે. આ દ્વારા યુઝર છેતરપિંડી વિશે ખૂબ જ સરળતાથી રિપોર્ટ કરી દેશે. એપલ, સેમસંગ, શાઓમી, ઓપ્પો, વિવો અને અન્ય મોબાઇલ કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેમણે 120 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાની રહેશે.

સંચાર સાથીને પેગાસસ સાથે સરખાવ્યું વિપક્ષે  

સંચાર સાથીને લઈને સરકારે જે નિયમ જાહેર કર્યા છે એનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનને વિપક્ષ દ્વારા પેગાસસ સાથે સરખાવી છે. તેમનું કહેવું છે કે આ એપ્લિકેશન કાયદા વિરોધની છે અને એના દ્વારા લોકોની દરેક બાબત પર નજર રાખવામાં આવશે. ઇઝરાયલની સ્પાઇવેર એપ્લિકેશન પેગાસસ દ્વારા યુઝરના તમામ હરકત પર નજર રાખવામાં આવી હતી. આ વિશે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલનું કહેવું છે કે ‘મોટાભાઈ આપણાં પર નજર નહીં રાખી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનો આ આદેશ કાયદા વિરોધનો છે. સંવિધાનના આર્ટિકલ 21માં જીવનમાટેના મૂળભૂત અધિકારોમાં કહેવામાં આવ્યું છે કે રાઇટ ટૂ પ્રાઇવસી એ દરેકનો અધિકાર છે. પહેલેથી ઇન્સ્ટોલ કરવામાં આવતી એપ્લિકેશન દરેક ભારતીયને મોનિટર કરવામાં આવી શકતું એક ખતરનાક ટૂલ છે. એના દ્વારા દરેક નાગરિકની દરેક હરકત, વાતચીત અને તેમના દરેક નિર્ણય પર નજર રાખવામાં આવશે. દરેક ભારતીયોના બંધારણીય હક સામે સરકાર દ્વારા ઘણાં સમયથી પહાર કરવામાં આવી રહ્યાં છે અને એને હવે ચલાવી લેવામાં નહીં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …

છોટાઉદેપુરમાં 'ન્યુ ગુજરાત પેટર્ન'ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | ...

રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો…

રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો...

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in…

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

4 months ago
‘આમને જ સીએમ બનાવી દો, અમે તો અહીં…’ પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં | Maha…

‘આમને જ સીએમ બનાવી દો, અમે તો અહીં…’ પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં | Maha…

12 months ago
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…

10 months ago
ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News