![]()
વડોદરા, અગોરા મોલના ૧૭ મા માળે લિફ્ટની પુલી બદલતા સમયે ૩૦ વર્ષનો કારીગર નીચે પટકાતા મોત થયું છે. કારીગરની સલામતીની વ્યવસ્થા અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના પેટલા કૂચામાં રહેતો ૩૦ વર્ષનો સૈદુલઅલી સહનુર મીંયા વડોદરાના મંગલ પાંડે રોડ પર અગોરા મોલમાં નોકરી કરતોહતો.સૈદુલઅલી લિફ્ટની પુલી બદલવાની કામગીરી માટે બે કારીગરો સાથે ગયો હતો. કામગીરી દરમિયાન ૧૭ મા માળે દોરડું પકડીને કામ કરતા સમયે તે નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સમા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો વતનથી આવવાના હોઇ તેનો મૃતદેહ કોલ્ડ રૃમમાં મૂકવામાં આવ્યો છે.










