gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 29, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

All Image Source – giethoorn.com

Most Popular Village In World : આજના જમાનામાં બધું જ ઝડપી બની ગયું છે. દુબઈમાં વિશ્વની સૌથી ઝડપી લિફ્ટ છે, તો ચીનમાં દુનિયાની સૌથી ઝડપી ટ્રેન દોડે છે. સમય કિંમતી છે, સમય જ નાણું છે, એમ કહેવાય છે અને સમયની કદર કરવાની સલાહો અપાય છે. એમ કરવા માટે લોકો દોડાદોડી કરીને ઓછા સમયમાં મહત્તમ લાભ ઉઠાવવાની સ્પર્ધામાં પડ્યા છે. કટ્ટર હરીફાઈના આવા જમાનામાં શું તમે એવી કલ્પના કરી શકો કે દુનિયામાં એક સ્થળ એવું પણ છે જે રોજિંદી ભાગાદોડીથી મુક્ત છે. એટલી હદે કે ત્યાં રસ્તા જ નથી, વાહનો પણ નથી! ત્યાં છે ખૂબ બધા જળ માર્ગ, ચારેતરફ વેરાયેલો પ્રાકૃતિક વૈભવ અને શાંતિપૂર્વક જીવાતું જીવન. 

ચાલો જાણીએ કે આવો સ્વપ્નવત પ્રદેશ ક્યાં આવેલો છે.

ઉત્તરનું વેનિસ એટલે ગિથૂર્ન

વાત છે નેધરલેન્ડ્સના ગિથૂર્ન (Giethoorn)ની જેને ‘ઉત્તરનું વેનિસ’ પણ કહેવામાં આવે છે કારણ કે, અહીં રસ્તા નથી, વાહનો નથી, ઘોંઘાટ નથી. છે તો ફક્ત અસીમ શાંતિ અને અફાટ કુદરતી સૌંદર્ય.

નહેરોના ગામ ગિથૂર્નની અલગ દુનિયા

ગિથૂર્નમાં કોઈ રસ્તા નથી. એક ઘરેથી બીજા ઘરે જવા માટે કાં તો તમારે હોડી લેવી પડે, અથવા તો નહેરો પર બનેલા લાકડાના પુલ પાર કરવા પડે. ગામમાં નાના-મોટા 176થી વધુ પુલ બનેલા છે. અહીંના લોકો શાકભાજી, ફર્નિચર, દૂધ જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજોને લાવવા લઈ જવા માટે પણ હોડીઓનો જ ઉપયોગ કરે છે. 

રસ્તા શા માટે નથી બનાવાતા?

ગામની સરકાર અને ગામના લોકો રસ્તા બનાવવાના પક્ષમાં નથી, કેમ કે રસ્તા બને તો વાહનો આવે અને વાહનો આવે તો પ્રદૂષણ વધે, જેનાથી ગામના કુદરતી સૌંદર્યને ઝાંખપ લાગે. તેથી આ ગામમાં ક્યારેય રસ્તા બન્યા નથી. લોકો વાહનોના ઘોંઘાટથી ગામની શાંતિ ભંગ થાય, એ પણ નથી ઈચ્છતા. અહીંના રહેવાસીઓ આજના જમાનાની ઉંદર દોડ એટલે કે રેટ રેસથી દૂર શાંતિમય જીવન જીવવાના હિમાયતી છે.

વ્હિસ્પર બોટ: અવાજ વગરની સવારી

અહીં નહેરોની અવરજવર માટે ‘વ્હિસ્પર બોટ’ (Whisper Boat) વપરાય છે. આ હોડીઓ ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે અને કોઈ અવાજ કરતી નથી, તેથી એને આવું નામ મળ્યું છે. તેમાંથી ધુમાડો પણ નીકળતો નથી. આ હોડીઓ એટલી બધી શાંત હોય છે કે તમે નદીમાં પાણીની છાલકો અને પક્ષીઓનો અવાજ પણ સાંભળી શકો છો. અહીંની હવા અત્યંત શુદ્ધ છે.

ગિથૂર્નમાં નહોરો કઈ રીતે બની? 

આ અનોખા ગામની કહાની લગભગ 700 વર્ષ પહેલા શરૂ થઈ હતી. ગિથૂર્નના પેટાળમાંથી ‘પીટ’ (Peat) નામનું જીવાશ્મ બળતણ (Fossil Fuel) મળતું હોવાથી અહીં ખોદકામ થતું. કોલસા કરતાં નરમ એવું પીટ ત્યારના સમય માટે અત્યંત ઉપયોગી બળતણ હતું. સતત ખોદકામને લીધે ગિથૂર્નમાં ખાડા ઊંડા થતા ગયા અને તેમાં પાણી ભરાઈ ગયું. આખરે, એ જ ખાડા ભેગા થયા અને નહેરો બની, જેને લીધે ગિથૂર્નના જળ માર્ગો આપોઆપ તૈયાર થઈ ગયા. 

ગિથૂર્નનો અર્થ શું?

અહીં ખોદકામ ચાલતું હતું ત્યારે જમીનમાંથી બકરા-બકરીના અનેક શિંગડા મળી આવ્યા હતા, જેના કારણે આ ગામનું નામ ‘ગિથૂર્ન’ પડ્યું. ડચ ભાષામાં ‘ગિથ’ શબ્દનો અર્થ બકરું થાય છે. 

ગિથૂર્નનું જીવન: ધીમું, સરળ અને સુંદર

ગિથૂર્નના લોકો આરામથી જીવવામાં માને છે. અહીં કોઈ ઉતાવળમાં નથી. મોટાભાગના લોકો પાસે પોતાની હોડીઓ છે, જેમાં તેઓ કામ પર જાય છે. અહીં ક્યારેય ટ્રાફિક જામ નથી થતો. ઉનાળામાં પણ અહીં એર કંડિશનરની જરૂર નથી પડતી કારણ કે, નહેરોનું પાણી કુદરતી ઠંડક જાળવી રાખે છે. છાંટવાળી છત (Thatched Roofs) અને સુંદર બગીચો ધરાવતા અહીંના ઘરો 18મી સદીની યાદ અપાવે એવી બાંધણીના છે.

પ્રવાસન ઉદ્યોગનો વિકાસ 

ગિથૂર્નની વસ્તી ફક્ત 2,800 લોકોની છે, પણ આ ગામ ખૂબ જ સુંદર હોવાથી દર વર્ષે 8 થી 10 લાખ જેટલા પ્રવાસી અહીં આવે છે, જે તેને દુનિયાનું સૌથી લોકપ્રિય ગામ બનાવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં સ્થાનિકોએ પોતાની જીવનશૈલી જાળવી રાખી છે. તેઓ વધુ પડતા વિકાસનો વિરોધ કરે છે અને ગામને ‘થીમ પાર્ક’ નથી બનવા દેતા. 

ગિથૂર્ન કેવી રીતે અને ક્યારે જવાય?  

જો તમે આ સુંદર ગામ જોવા જવા માંગતા હો તો મે થી સપ્ટેમ્બરનો સમય સૌથી સારો છે. એ સમયે અહીંની નહેરોમાં કમળના ફૂલ ખીલે છે. એમ્સ્ટરડેમથી સ્ટેનવાઇક (Steenwijk) સ્ટેશન સુધી ટ્રેન લઇ લો. ત્યાંથી બસ નંબર 70 ગિથૂર્નના પ્રવેશદ્વાર સુધી લઈ જશે. એ પછી બોટના સહારે ફરવાનું.

અંદાજિત ખર્ચ શું થશે? 

ગિથૂર્નમાં પ્રવેશ મફત છે, પરંતુ હોડી ભાડે લેવી જરૂરી છે. 4 લોકો માટેની ઇલેક્ટ્રિક હોડીનો ભાવ લગભગ €19.5 (₹2,125) પ્રતિ કલાક છે. અહીં રહેવા માટે કેનાલ સામે બનેલા હોટેલ રૂમ મળે છે. એ ખૂબ પ્રખ્યાત છે, પરંતુ મોંઘા પણ છે. એક રાતના લગભગ €700 (₹76,300) ખર્ચવા પડે. એકપણ રસ્તા વિનાના, વાહનો વિનાના, પ્રદૂષણ વિનાના ગામમાં રહેવાનો લુત્ફ ઉઠાવવો હોય તો ખૂબ બધા નાણાં ખર્ચવાની તૈયારી રાખવી જ પડે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal...

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન, તુર્કેઈ બાદ હવે બાંગ્લાદેશ સામે ભારત સરકારની કાર્યવાહી, અનેક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ |…

પાકિસ્તાન, તુર્કેઈ બાદ હવે બાંગ્લાદેશ સામે ભારત સરકારની કાર્યવાહી, અનેક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ |…

1 year ago
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

8 months ago
સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

3 months ago
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે | Gold Silver …

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે | Gold Silver …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News