gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

European Union on Pahalgam Terror Attack: વિશ્વમાં હાલ એકથી વધુ મોરચે યુદ્ધકાળ ચાલી રહ્યો છે. યુક્રેન-રશિયા વચ્ચેની કુશ્તી સતત જારી છે, તો ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે પણ છાશવારે છમલકાં થયા કરે છે. તાજેતરમાં પહલગામ આતંકવાદી હુમલાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આવા માહોલમાં યુરોપિયન યુનિયન જે પ્રકારનું વલણ દર્શાવી રહ્યું છે એ તેની દંભી નીતિઓને ખુલ્લી પાડનારું છે. 

રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘યુદ્ધ એ જ કલ્યાણ’ને ન્યાયી માનીને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડીને મદદ કરી રહેલા યુરોપિયન યુનિયને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ બાબતે સંયમ રાખવાની સૂફિયાણી સલાહ આપી છે, જેની ભારે ટીકા થઈ રહી છે. 

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન 2 - image

શું કહ્યું યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખે?

યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખ અને વિદેશી બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડાર સાથે ફોન પર વાત કરીને કહ્યું હતું કે, ‘તણાવ વધારવાથી કોઈને ફાયદો થશે નહીં.’

નિષ્ણાંતોએ અને સોશિયલ મીડિયા યુઝર્સએ કાજા કલ્લાસને દંભી ગણાવ્યા

ભારત જેનાથી દાયકાઓથી પીડાઈ રહ્યું છે એવા પાકિસ્તાન સમર્થિત આતંકવાદની કાજા કલ્લાસે સદંતર અવગણના કરીને ભારતને શાંતિ જાળવી રાખવાની સૂફિયાણી સલાહ આપી, તેથી વિદેશ નીતિના નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સએ કાજા કલ્લાસને દંભી ગણાવ્યા હતા, કેમ કે યુક્રેન-રશિયા મુદ્દે તેઓ યુદ્ધ કરવાના પક્ષમાં ગાણા ગાતાં રહ્યાં છે. 

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન 3 - image

કાજા કલ્લાસની જૂની પોસ્ટ 

વિદેશ નીતિના નિષ્ણાતો અને સોશિયલ મીડિયા  યુઝર્સ કાજા કલ્લાસના બેવડા ધોરણો ઉઘાડા પાડવા માટે તેમની યુક્રેન-રશિયા યુદ્ધ સંબંધિત જૂની પોસ્ટ શોધી લાવ્યા છે. એકથી વધુ જૂની પોસ્ટમાં યુક્રેનનું ખુલ્લેઆમ સમર્થન કરતાં કલ્લાસે ‘બચાવ એ ઉશ્કેરણી નથી’, ‘આક્રમક કરનારને રોકવું જ જોઈએ. જો તમે આક્રમણ કરનારને નહીં રોકો, તો તે ક્યારેય નહીં અટકે’ એવા વિધાનો લખ્યા હતા.

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન 4 - image

નિષ્ણાતોએ કલ્લાસને ઝાટકી નાંખ્યા 

– એક નિષ્ણાતે ટ્વિટ કર્યું હતું કે, ‘EUનું આ નિવેદન ફરી એકવાર ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવે તોળવા જેવું છે, જ્યારે કે વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ છે.’   

– બીજા એક નિષ્ણાતે લખ્યું હતું કે, ‘ઐતિહાસિક રેકોર્ડ જોઈએ તો મોટાભાગના ભારતીયોને યુરોપ ભારતની તરફેણ કરશે એવી અપેક્ષા નથી, કેમ કે EU પાકિસ્તાનનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને બંને વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધ રહ્યા છે.’

– એક ટ્વીટ એવું કરાયું હતું કે, ‘જો EU પાસે થોડી પણ સમજ હોત, તો તેને ખબર હોત કે પાકિસ્તાની ઈસ્લામિક આતંકવાદીઓના હાથે ભારતીયોના મોત થવા છતાં ભારતે વારંવાર રાજદ્વારી પ્રયાસો અને સંવાદ કર્યા છે. તેમ છતાં સરહદ પારના આતંકવાદને રોકી શકાયો નથી. જો ખરેખર EU ને સાચી પરિસ્થિતિની જાણ હોત તો તેણે આવી ઉપરછલ્લી ટિપ્પણીઓ ન કરી હોત. EU એ પાકિસ્તાનની હરકતો અવગણી છે.’ 

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન 5 - image

– અન્ય એક નિષ્ણાતે કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાનને એક સમાન જોવાનો યુરોપનો અભિગમ નિરાશાજનક છે. એ જાગૃતિ અને સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે કેમ કે આતંકવાદી હુમલાઓ બાબતે ભારતે ઘણી વખત પુરાવા આપ્યા છે, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. ભારતને ફક્ત ‘રાહ જુઓ’ એમ કહેવાનું અસ્વીકાર્ય છે.’

આ પણ વાંચો: મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ પરિસ્થિતિ?

જયશંકરનું જૂનું નિવેદન વાઈરલ થયું 

કાજા કલ્લાસના નિવેદન પછી ઘણા લોકોને બે વર્ષ અગાઉનું વિદેશમંત્રી એસ જયશંકરનું નિવેદન પણ શોધીને ફરી સોશિયલ મીડિયા પર મૂક્યું છે જેમાં તેમણે યુરોપના દંભને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, ‘યુરોપે સમજવું પડશે કે તેના મુદ્દાઓ વિશ્વના મુદ્દાઓ નથી, પરંતુ વિશ્વના મુદ્દાઓ યુરોપ માટે બિનમહત્ત્વપૂર્ણ છે.’ 

ટૂંકમાં, EUનું આવું વલણ ભારતના સાર્વભૌમત્વની અવગણના કરે છે, જેને લીધે તેના બેવડા ધોરણો પણ છતાં થાય છે.

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ...

ઇરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પ્રતિબંધો લાગશે | trump threatens sanctions

ઇરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પ્રતિબંધો લાગશે | trump threatens sanctions

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

5 months ago
સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…

સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…

12 months ago
કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

10 months ago
જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News