gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yogi Adityanath vs Shankaracharya: ઉત્તર પ્રદેશના રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે ભારે નિવેદનબાજી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા નિવેદન કે, ‘દરેક વ્યક્તિ પોતાની જાતને શંકરાચાર્ય કહી શકતી નથી અને કોઈ પણ કાયદાથી ઉપર નથી’, તેની સામે શંકરાચાર્યએ આકરો પલટવાર કર્યો છે. 

આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ‘સનાતન પરંપરામાં શંકરાચાર્યની ઓળખ કોઈ રાજકીય પ્રમાણપત્ર કે સરકારી માન્યતાથી નક્કી થતી નથી.’ તેમણે યોગી આદિત્યનાથ પર સીધું નિશાન સાધતા કહ્યું કે, ‘જો તમે ખરેખર યોગી છો, તો સત્તા અને મુખ્યમંત્રી પદ કેવી રીતે સ્વીકારી શકો? રાજા યોગી બની શકે, પણ સાચો યોગી ફરીથી રાજા નથી બનતો.’

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આદિત્યનાથ નામની વ્યક્તિ પોતે એક એવું ઉદાહરણ છે જેમના પર ભૂતકાળમાં 40થી પણ વધુ ગુનાહિત કેસો નોંધાયેલા હતા. જોકે, સત્તામાં આવતાની સાથે જ તેમણે પદનો ઉપયોગ કરીને પોતાના પરના તમામ કેસો પાછા ખેંચી લીધા હતા.’

અહંકાર અને સનાતન પરંપરાનો વિવાદ

મુખ્યમંત્રી યોગીએ માઘ મેળા દરમિયાન થયેલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, ‘પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા, ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’

તેમણે ચેતવણી આપી છે કે, ‘આવી રીતે આવવાથી નાસભાગ થવાની આશંકા વધી જાય છે અને શ્રદ્ધાળુઓના જીવનને મોટું નુકસાન થઈ શકે છે. એક જવાબદાર અને મર્યાદિત વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો સમાજવાદી પાર્ટીના લોકો કોઈને પૂજવા ઈચ્છે છે તો પૂજે, પરંતુ સરકાર મર્યાદિત લોકોની છે અને તે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાળુઓની સુરક્ષા કરવાની છે.’

રાજકારણમાં ગરમાવો: અખિલેશ યાદવની એન્ટ્રી

આ વિવાદમાં હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ કૂદી પડ્યા છે. યોગી આદિત્યનાથના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી કે કાન વીંધાવવાથી કોઈ યોગી બની જતું નથી, સંતોનું હંમેશા સન્માન થવું જોઈએ.’ સીએમ યોગીના કાયદાના પાલન અને પરંપરાઓના તર્ક સામે વિપક્ષ હવે સંતોના સન્માનના મુદ્દે મેદાને પડ્યો છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં આ ધાર્મિક વિવાદ હવે એક મોટા રાજકીય યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું

શું હતો વિવાદ ?

પ્રયાગરાજના સંગમ ઘાટ પર મૌની અમાવસ્યાના દિવસે રવિવારે(18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સંગન સ્નાન પાસે લગભગ ત્રણ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. ઘટના બાદ શંકરાચાર્યએ આક્ષેપ કર્યો કે, તંત્ર જાણીજોઈને તેમના સમર્થકો પર કાર્યવાહી કરી, હુમલો કર્યો અને ધરપકડ કરી છે.

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A...

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths...

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

3 months ago
ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day…

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day…

5 months ago
હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

4 months ago
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News