gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનમહાલનું જંગલ મૂળે રીંછોનું રહેઠાણ, ૬૬ જેટલા રીંછોનો વસવાટ | ratanmahal sanctuary is a home of 66 …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
રતનમહાલનું જંગલ મૂળે રીંછોનું રહેઠાણ, ૬૬ જેટલા રીંછોનો વસવાટ | ratanmahal sanctuary is a home of 66 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મધ્ય ગુજરાતના રતનમહાલના જંગલોમાં વાઘે છેલ્લા કેટલાક મહિનાઓથી ધામા નાખ્યા હોવાના કારણે આ વિસ્તાર રાતોરાત ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે રતનમહાલના જંગલો મૂળ તો રીંછોનુ નિવાસ સ્થાન છે અને  તેના કારણે આ વિસ્તારને અભ્યારણ્યનો દરજ્જો  મળ્યો છે.ગત વર્ષે વડોદરા સર્કલના વન વિભાગ દ્વારા કરાયેલી આંતરિક વસ્તી ગણતરી પ્રમાણે રતનમહાલ  અભ્યારણ્યમાં ૬૬ રીંંછો વસવાટ કરી રહ્યા છે.૨૦૨૪-૨૫ના  વર્ષમાં ૧૩૦૦૦ કરતા વધારે લોકોએ રતનમહાલ અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.

ગુજરાત આમ તો ગીરના સિંહોના કારણે વધારે જાણીતું છે પણ રાજ્યમાં રીંછોની પણ નોંધપાત્ર વસ્તી છે.૨૦૨૨માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં રીંછોની વસ્તી ૩૫૮ હોવાનો અંદાજ  છે.રતન મહાલ અભ્યારણ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રીંંછોની વસ્તીમાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.

વન વિભાગના સૂત્રોનું એવું પણ કહેવું છે કે, દરેક રીંછને તેના દેખાવના આધારે અલગ તારવી શકાય તેમ નથી હોતું.એટલે તેની વસ્તીની સંખ્યામાં થતા પરિવર્તનને નોંધવા અશક્ય છે એટલે વસ્તી ગણતરીના આંકડા ઓછા વિશ્વાસપાત્ર હોય છે.

રીંછને મહત્તમ ૧૮ કિમીનો વિસ્તાર પરિભ્રમણ માટે જોઈએ 

ચોમાસા સિવાયની સુકી ઋતુમાં નર રીંછને ઓછામાં ઓછા ૧.૧૪ કિમી અને વધારેમાં વધારે ૧૩.૫ કિમી વિસ્તારની પરિભ્રમણ માટે જરુર પડે છે.ચોમાસાની ઋતુમાં તે ઓછામાં ઓછા ૧.૦૫ કિમી અને વધારેમાં વધારે ૨૧.૮ કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

તેની સામે માદા રીંછ સુકી ઋતુમાં ૧.૩૧ કિમીથી માંડી ૧૩.૬ કિમી અને ચોમાસામાં ૦.૮૭ કિમીથી માંડીને ૧૮  કિમી વિસ્તારમાં પરિભ્રમણ કરે છે.

જંગલના ઠંડા અને છાંયડાવાળા વિસ્તારો પસંદ

રીંછ સામાન્ય રીતે ભેજયુક્ત અને સુકા ઉષ્ણકટિબંધિય પાનખર જંગલોમાં ૫૦૦ થી ૨૦૦૦ મીટર સુધીના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે.એ રીતે જોવામાં આવે તો તેને રતન મહાલના જંગલો વધારે અનુકુળ આવે છે.તેને ઠંડા અને છાંયડાવાળા વિસ્તાર પસંદ હોય છે.તેથી તેની ગુફા પથ્થરોની નીચે ઝાડી ઝાંખરામાં કે બખોલમાં બનાવે છે.રીંછ મોટાભાગે ઠંડા સમયે વધારે સક્રિય હોય છે.મોટાભાગે તે નિશાચર હોય છે.

રતનમહાલના જંગલોના રીંછની ખાસિયતો 

–ભારતમાં ૧૯ રાજ્યોમાં રીંછની આઠ પ્રજાતિઓ પૈકી સ્લોથ બેર તરીકે ઓળખાતા રીંછ જોવા મળે છે.રતન મહાલના જંગલોમાં પણ આ જ પ્રકારના રીંછો છે.

–તેની છાતી પર યુ અથવા વાય આકારનું નિશાન હોય છે.જે તેની આગવી ઓળખ છે.

–રતન મહાલમાં જોવા મળતા સ્લોથ બેર બેજોડ છે.કારણકે જ્યારે તે પુખ્ત બને છે ત્યારે તેના મોઢામાં ૪૦ દાંત હોય છે.દુધ પીતા બચ્ચાને ૪૨ દાંત હોય છે.આગળના પંજાના નહોર ૬ થી ૮ સેમી લાંબા અને થોડા વળેલા હોય છે.જે તેને જમીન ખોદવા કે ઢોળાવ ચઢવામાં મદદ કરે છે.

–નરનું કદ માદા કરતા વધારે હોય છે.નરનું વજન ૮૦ થી ૧૪૦ કિલો અને માદાનું વજન ૫૫ થી ૯૫ કિલો હોય છે.

–રીંછ મોટાભાગે એકાકી હોય છે.માદા રીંછ બચ્ચા હોય તો સાથે જોવા મળે છે.નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સામાન્ય રીતે બે થી ત્રણ બચ્ચાને ગફામાં જનમ આપે છે અને તેમની સાથે બે થી ત્રણ મહિને ગુફામાં જ રહે છે. બચ્ચા બે વર્ષના થાય ત્યાં સુધી માદા તેમને સાથે રાખે છે.

–આ રીંછોને ફળ, જીવડા અને ખાસ કરીને કીડી તેમજ ઉધઈ ખાવાની પસંદ છે.તે આગળના પંજાથી ઉધઈનો રાફડો તોડે છે.પગના નખના કારણે તે ઝાડ પર ચઢીને ફળ કે મધપૂડો શોધી શકે છે.મહુડાના ફુલો, કેરી, મકાઈ, શેરડી અને જેક ફ્રુટ રીછને પસંદ છે.મધ માટે તે મધમાખીઓના ડંખ પણ સહન કરી લે છે.

માણસો અને રીંછોનો ટકરાવ વધવા પાછળના કારણો 

રતન મહાલના જંગલોમાં રહેતા રીંંછો અને માણસો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે.તેના એકથી વધારે કારણો છે તેવું જાણકારોનું કહેવું છે.

–રીંછો માટે પ્રાકૃતિક આવાસના સ્ત્રોત ઘટી રહ્યા છે અને તેના કારણે રીંછ માનવ વસાહતમાં ખોરાક અને પાણી માટે જવું પડી રહ્યું છે.આર્થિક રીતે ફાયદો કરાવે તેવા ફળો પણ ગામડાઓની નજીક ઉગાડાતા હોવાથી રીંછ ગામડા તરફ જાય છે.

–મહુડાની સીઝનમાં મહુડાના ફૂલ , ઈંધણ માટે લાકડા  માટે સ્થાનિક લોકો જંગલમાં જતા હોય છે અને રીંછ સાથે તેમનો આમનો સામનો થઈ  જાય છે.

–ડુંગર નવડાવવાની પ્રથાના કારણે આગ લાગવાથી અને જંગલોમાં ઉનાળામાં લાકતી આગને બૂઝાવવાની કામગીરી દરમિયાન વન વિભાગના સ્ટાફ કે ગ્રામજનો સાથે રીંછના  સંઘર્ષની ઘટનાઓ બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્…

માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્...

થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત | One died as three wheeler tempo over…

થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત | One died as three wheeler tempo over...

વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો | Kirit who fled…

વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો | Kirit who fled...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમને ભારતના ટેલેન્ટેડ લોકોની જરૂર, જો રોક્યા તો… US-યુરોપને જયશંકરની ચેતવણી | Jaishankar Warns Wes…

તમને ભારતના ટેલેન્ટેડ લોકોની જરૂર, જો રોક્યા તો… US-યુરોપને જયશંકરની ચેતવણી | Jaishankar Warns Wes…

4 months ago
ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત …

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત …

5 months ago
નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

4 months ago
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News