gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rafale Jaguar landing:  ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર આજે શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા હતાં. શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા ફાઈટર વિમાનો ઉતારવામાં આવ્યા છે. બપોરે 12.41 વાગ્યે વાયુસેનાનું AN-32 વિમાન લેન્ડ થયું હતું. વિમાને આશરે પાંચ મિનિટ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ રન વે પર ઉતરાણ કરાવ્યું હતું. આશરે એક વાગ્યે આ વિમાન અહીંથી ટેક ઓફ થયા હતા. રન વે પર વાયુસેનાના હેલિકોપ્ટર પણ લેન્ડ થયા હતા.

ગંગા એક્સપ્રેસવે પર હવાઈ પરિક્ષણ

ગંગા એક્સપ્રેસવે પર આશરે દોઢ કલાક સુધી ફાઈટર વિમાનોનું હવાઈ પરીક્ષણ થયું હતું. ફાઈટર વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતાં. રાત્રે પણ આ રન વે પર ફાઈટર વિમાનો લેન્ડ થશે. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ એક્સપ્રેસ વે પર ફાઈટર વિમાનોનું નાઈટ લેન્ડિંગ થશે. કટરા-જલાલાબાદ હાઈવે આ લેન્ડિંગ દરમિયાન ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

આ પણ વાંચોઃ મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન

ગંગા એક્સપ્રેસવે રન વે અત્યંત સુરક્ષિત

વાયુસેનાના આ એર શૉનો ઉદ્દેશ યુદ્ધ તથા આપાતકાલીન સ્થિતિમાં એક્સપ્રેસ વેનો વૈકલ્પિક રન વે તરીકે ઉપયોગ કરવાનો છે. ગંગા એક્સપ્રેસવે દેશનો પ્રથમ રન વે છે, જ્યાં ફાઈટર વિમાન રાત-દિવસ બંને સમયે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી રન વેની બંને બાજુએ આશરે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાયુસેનાએ રન વેને પહેલાં જ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધો હતો.  દિવસ અને રાત્ર બંને સમયે લેન્ડિંગનું આયોજન કરવા પાછળનું ગણિત એર સ્ટ્રિપની નાઈટ લેન્ડિંગ ક્ષમતાઓનું પરિક્ષણ કરવાનું પણ છે.

હવામાન ખરાબ થતાં થયો વિલંબ

રન વે પર ફાઈટર વિમાનોના લેન્ડિંગ પહેલાં શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં એર શો સ્થગિત થયો હતો. પરંતુ બાદમાં હવામાન અનુકૂળ થતાં લેન્ડિંગની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. શાહજહાંપુરમાં વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો. 

અભ્યાસમાં ભાગ લેનારા ટોચના ફાઈટર જેટ

1. રાફેલ: આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલથી સજ્જ, આ વિમાન દરેક હવામાનમાં કામગીરી કરવા સક્ષમ.

2. SU-30 MKI: ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત, આ ટ્વિન-સીટર ફાઇટર લાંબા અંતરના પ્રહાર કરવા સક્ષમ છે અને બ્રહ્મોસ જેવી મિસાઇલો ઉડાડી શકે છે.

૩. મિરાજ-2000: આ ફ્રેન્ચ મૂળનું વિમાન હાઇ-સ્પીડ ડીપ સ્ટ્રાઇક કરવા અને પરમાણુ સક્ષમ છે.

4. મિગ-29: તે એક ફાઇટર એરક્રાફ્ટ છે જેમાં હાઇ સ્પીડ, હાઇ ફ્લાઇટ અને રડારથી બચવાની ક્ષમતા છે.

5. જેગુઆર: તે એક ચોકસાઇથી હુમલો કરતું ફાઈટર વિમાન છે જેનો ઉપયોગ જમીન પર હુમલો અને જહાજ વિરોધી મિશનમાં થાય છે.

6. C-130J સુપર હર્ક્યુલસ: આ ભારે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિશેષ દળોની તૈનાતી, આપત્તિ રાહત અને બચાવ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

7. AN-32: ઊંચાઈવાળા વિસ્તારોમાં માલસામાન અને સૈનિકોના પરિવહન માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ જેટ.

8. MI-17 V5 હેલિકોપ્ટર: શોધ અને બચાવ, તબીબી સ્થળાંતર અને સહાય કામગીરી માટે જરૂરી બહુહેતુક હેલિકોપ્ટર.

ગંગા એક્સપ્રેસ વે શાહજહાંપુર જિલ્લાના 44 ગામડાંમાંથી પસાર થાય છે. અહીં તેની લંબાઈ લગભગ 42 કિ.મી. છે. મોટાભાગના સ્થળોએ એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જલાલાબાદના પીરુ ગામ નજીક 3.5 કિ.મી. લાંબો રન વે બનાવવામાં આવ્યો છે, જ્યાં વાયુસેનાના ફાઇટર જેટ ફક્ત રાત્રે જ ઉતરી શકશે.

594 કિ.મી. લાંબો છે ગંગા એક્સપ્રેસ વે

594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે મેરઠથી હાપુર, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ સુધી બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે નવેમ્બરમાં કામ પૂર્ણ થયા પછી, ગંગા એક્સપ્રેસ વે જનતા માટે ખુલ્લો મુકાશે.

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy…

પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીને લઈને વધ્યો વિવાદ, ચંડીગઢથી લઈને દિલ્હી સુધી બેઠકોનો દોર | Controversy...

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ…

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

9 months ago
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

1 year ago
ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’

10 months ago
જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News