gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Center Files Status Report On Indians In Russia : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં ભારતીયોની ભરતીને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ 217 ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જેમાંથી 49 ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પાંચોલીની બેંચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ રિપોર્ટ તે 26 ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે દાખલ કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન રજૂ કરાયો હતો, જેમને કથિત રીતે રશિયામાં બંધક બનાવીને જબરદસ્તીથી યુદ્ધ લડવા મજબૂર કરાયા હતા.

4 લાખનું બોનસ અને નાગરિકતાની લાલચ

એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર, ઘણા ભારતીય નાગરિકો આકર્ષક સેલરી પેકેજ અને સુવિધાઓની લાલચમાં પોતાની મરજીથી રશિયન સેનામાં જોડાયા હતા. આ નાગરિકોને આશરે 5,000 અમેરિકન ડોલર (લગભગ 4 લાખ રૂપિયાથી વધુ)નું સાઈનિંગ બોનસ, 2500 અમેરિકન ડોલરનો માસિક પગાર, રશિયાની નાગરિકતા અને અન્ય સામાજિક લાભોની લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત, યુદ્ધમાં મોત થવાની સ્થિતિમાં આશરે 1,68,000 અમેરિકન ડોલર (લગભગ 1.4 કરોડ રૂપિયા)ના વળતર આપવાનું પણ વચન અપાયું હતું.

આ પણ વાંચો : દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ

139 ભારતીયોને મુક્તિ મળી, ઘણા લાપતા

ભારત સરકારે કોર્ટને જણાવ્યું કે, રશિયા સાથે સતત કરવામાં આવેલા રાજદ્વારી પ્રયાસોના કારણે 139 ભારતીય નાગરિકોને રશિયન સેનાના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાવી લેવાયા છે. જો કે, હજુ પણ કેટલાક લોકો લાપતા છે. રશિયાએ 6 ભારતીય નાગરિકો લાપતા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે હજુ 23 નાગરિકોની કોઈ માહિતી નથી. 

26માંથી 14ના મોત, 11 લાપતા

અરજીમાં જે 26 વિશિષ્ટ નાગરિકોનો ઉલ્લેખ હતો, તેમાંથી 14ના મોતની પુષ્ટિ થઈ ચૂક્યા છે, જ્યારે 11ને લાપતા જાહેર કરાયા છે. જ્યારે એક ભારતીય નાગરિક છેડતીના આરોપમાં રશિયામાં 8 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસ આ લાપતા લોકોની શોધખોળ માટે રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

DNA ટેસ્ટ અને મૃતદેહો પરત લાવવાની પ્રક્રિયા

લાપતા લોકોની શોધખોળ અને માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોની ઓળખ માટે ભારત સરકારે વિશેષ પગલાં લીધા છે. અત્યાર સુધીમાં 21 અસરગ્રસ્ત પરિવારોના સભ્યોના ડીએનએ સેમ્પલ એકત્ર કરીને રશિયન સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 8 કેસમાં પરિવારોની સંમતિથી મૃતદેહ ભારત લાવવામાં આવ્યા છે, જેનો સંપૂર્ણ ખર્ચ ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન અરજદારોના વકીલે પીડિત પરિવારોને મળનારા વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી વિગતવાર રિપોર્ટની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc...

યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન | mock t…

યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન | mock t...

ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ | Do…

ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ | Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો | Liquor worth Rs 1 51 crore seiz…

ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો | Liquor worth Rs 1 51 crore seiz…

5 months ago
જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …

7 months ago
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ

રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ

1 year ago
મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News