gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાંથી કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વેકેશનના માહોલ વચ્ચે એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

રમતા-રમતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા માસૂમો

મળતી વિગતો અનુસાર, શેમળા ગામની એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક જ ચારેય બાળકો પગ લપસવાને કારણે અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

બાળકોને પાણીમાંથી બહાર કાઢીને સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે ગોંડલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોની આ જાહેરાત સાથે જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા

ચોથા બાળકની સ્થિતિ નાજુક

આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ભોગ બનેલા ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક છે. તેને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો...

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New...

ગત વર્ષ કરતા સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે | 23 833…

ગત વર્ષ કરતા સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે | 23 833...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

1 year ago
મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

1 year ago
ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou…

ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou…

1 year ago
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News